Monday, November 4, 2024
More
    હોમપેજદેશમસ્જિદની સામે ગણપતિ વિસર્જનયાત્રા પર હુમલો: કર્ણાટકના માંડ્યામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ કર્યો પથ્થરમારો,...

    મસ્જિદની સામે ગણપતિ વિસર્જનયાત્રા પર હુમલો: કર્ણાટકના માંડ્યામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ કર્યો પથ્થરમારો, તલવારો બતાવીને વાહનોને ચાંપી આગ

    આ મામલે કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ નિવેદન આપ્યું હતું. તેમણે X પર પોસ્ટ કરીને આ હિંસા માટે કોંગ્રેસ સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે આ બધું રાજ્યમાં કોંગ્રેસ દ્વારા એક સમુદાયના તુષ્ટિકરણ કરવાને કારણે થયું છે. તેમણે આ ઘટનાને શાંતિ અને વ્યવસ્થા વિરુદ્ધની ઘટના ગણાવી હતી.

    - Advertisement -

    કર્ણાટકના (Karnataka) માંડ્યા (Mandya) જિલ્લાના નાગમંગલા કસ્બામાં ગણપતિ વિસર્જનયાત્રા (Ganpati Visarjan) દરમિયાન પથ્થરમારો (Stone Pelting) કરવાની ઘટના સામે આવી હતી. 11 સપ્ટેમ્બર 2024ની રાત્રે થયેલી આ પથ્થરમારાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. બંને પક્ષોમાં અથડામણ થઇ હતી. જે દરમિયાન દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે વિસ્તારમાં કેટલાક નિયંત્રણો લાદી દીધા હતા. પરિસ્થિતિની ગંભીરતાને લઈને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 પણ લાગુ કરી હતી. સમગ્ર વિસ્તાર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો હતો.

    અહેવાલો અનુસાર, આ ઘટના બદરીકોપ્પાલુ ગામમાં બની હોવાનું સામે આવ્યું હતું. ગામના યુવકોએ ગણેશ વિસર્જન માટે વિસર્જનયાત્રા યોજી હતી. વિસર્જનયાત્રા દરગાહ/મસ્જિદ (અહેવાલોમાં તેને દરગાહ અને કેટલીક જગ્યાએ મસ્જિદ તરીકે વર્ણવવામાં આવી રહી છે) પાસેથી રસ્તો ક્રોસ કરીને આગળ વધી રહ્યું હતું ત્યારે મૈસુર રોડ પર વિસર્જનયાત્રા કાઢવા બદલ હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર દલીલબાજી શરૂ થઇ ગઈ હતી.

    વિસર્જનયાત્રા પર પથ્થરમારો કરી હિંદુઓને બતાવ્યા હથિયાર

    વિવાદ શરૂ થતા જ મુસ્લિમોએ ગણપતિ વિસર્જનયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત હિંદુઓને હથિયાર પણ બતાવવામાં આવ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પગલા લઇ ઘટના સ્થળેથી ભીડ વિખેરી નાખી હતી. બીજી તરફ વિસર્જન દરમિયાન ફાટી નીકળેલી હિંસાના કારણે શોભાયાત્રામાં ભાગ લેનારા લોકોએ આહટ થઇ ગણેશજીની મૂર્તિને પોલીસ સ્ટેશનની સામે મૂકી દીધી હતી. તથા ત્યાં બેસીને જ ન્યાયની માંગ કરવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર આ દરમિયાન લોકોએ દુકાનોને આગ ચાંપી તથા ટાયરો સળગાવી ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો.

    - Advertisement -

    અહેવાલ અનુસાર, આ મામલે માંડ્યાના એસપી મલ્લિકાર્જુન બલદંડીએ કહ્યું હતું કે, “વિસર્જનયાત્રા મંદિરની સામે આવતા કેટલાક જૂથો વચ્ચે વિવાદ થયો હતો. આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. ઘણા બધા લોકો અહી હાજર હતા જેમને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા કેટલાક લોકો પોલીસ સ્ટેશન આગળ આવ્યા અને વિરોધ કરવા લાગ્યા.”

    આ બાદ અન્ય સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને પથ્થરમારો કરવા લાગ્યાની માહિતી પણ એસપી બલદંડીએ આપી હતી. તેમણે આગળ કહ્યું કે, “તેઓએ રસ્તા પર પાર્ક કરેલી 4-5 બાઇકને આગ ચાંપી દીધી હતી. તથા કેટલીક નાની દુકાનોને પણ આગ ચાંપી દીધી હતી. ફાયર એન્જિન અને પોલીસ કર્મચારીઓ અહીં તૈનાત છે. સમગ્ર પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.”

    મંત્રી એચડી કુમારસ્વામીએ કોંગ્રેસને ગણાવી જવાબદાર

    આ મામલે કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ નિવેદન આપ્યું હતું. તેમણે X પર પોસ્ટ કરીને આ હિંસા માટે કોંગ્રેસ સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે આ બધું રાજ્યમાં કોંગ્રેસ દ્વારા એક સમુદાયના તુષ્ટિકરણ કરવાને કારણે થયું છે. તેમણે આ ઘટનાને શાંતિ અને વ્યવસ્થા વિરુદ્ધની ઘટના ગણાવી હતી.

    તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “મંડ્યા જિલ્લાના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાની હું સખત નિંદા કરું છું. ભગવાન ગણપતિની શોભાયાત્રામાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ભક્તોને નિશાન બનાવીને એક સમુદાયના ગુંડાઓએ જાણીજોઈને હંગામો મચાવ્યો હતો અને પબ્લિક-પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ચપ્પલ ફેંકવા, પેટ્રોલ બોમ્બ વિસ્ફોટ કરવો અને તલવારો ફેંકવી એ શહેરમાં શાંતિ અને વ્યવસ્થાની નિષ્ફળતાનો પુરાવો છે.”

    તેમણે આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ગણાવતા આગળ લખ્યું હતું કે, “રાજકીય લાભ માટે પાર્ટી અને રાજ્ય સરકારના અતિશય આકર્ષણ અને ચોક્કસ સમુદાયના તુષ્ટીકરણના પરિણામે નાગમંગલામાં આ ઘૃણાસ્પદ ઘટના બની હતી. આવી લુખ્ખાગીરી અને તુષ્ટિકરણની રાજનીતિ બંધ થવી જોઈએ. અન્યથા કોંગ્રેસ પાર્ટી માટે ખરાબ દિવસો દૂર નથી.” જ્યારે બીજેપી નેતા સીટી રવિએ આ મામલાને ‘પથ્થર આતંકવાદ’ એવું નામ આપ્યું હતું. આવા લોકોનું સમારકામ UP સરકારના અંદાજમાં થવું જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું.

    અગાઉ પણ થઇ ચુક્યા છે ગણેશ પંડાલ પર હુમલા

    ઉલ્લેખનીય છે કે પહેલા પણ કર્ણાટકના માંડ્યામાં ગણપતિ વિસર્જન દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. ગુજરાતના સુરતમાં પણ મુસ્લિમ સગીરોએ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. આ સિવાય લખનૌમાં પણ ઈસ્લામિક ટોળાએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવતા પંડાલ પર હુમલો કર્યો હતો. વડોદરામાં પણ ગણેશ પંડાલના વિરોધમાં મુસ્લિમોએ ઘરની બહાર અરબી ધ્વજ લગાવ્યા હતા. આ ઉપરાંત કચ્છમાં પણ ગણેશજીની મૂર્તિ પર હુમલો થયો હતો. ભરૂચમાં પણ ગણેશ ચતુર્થી નિમિત્તે મઝહબી ઝંડા લગાવવાને લઈને હોબાળો થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં