કથિત ‘વૉટ ચોરી’ છુપાવવા ચૂંટણી પંચે CCTV ફૂટેજ ડિલીટ કર્યા હોવાનો રાહુલ ગાંધીનો દાવો, હકીકત શું છે?

5 નવેમ્બરના રોજ તથાકથિત ’વૉટ ચોરી’ પર એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારતીય ચૂંટણી પંચ (ECI) પર મતદાન મથકોમાંથી CCTV ફૂટેજ ડિલીટ કરીને ’પુરાવાઓનો નાશ’ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ દાવો ગેરમાર્ગે દોરનારો છે. સત્તાવાર રેકોર્ડ અને RTI જવાબો અનુસાર, ECI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મતદાન મથકોના CCTV ફૂટેજ 45 દિવસ માટે સાચવવામાં આવે છે અને તે ફક્ત સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ જ જાહેર કરી શકાય છે. જયરામ રમેશે સરકાર સામે દાખલ કરેલી રિટ અરજીમાં CCTV ફૂટેજ જાળવી રાખવાનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

ઇન્ડિયા ટુડેને આપેલા RTI જવાબમાં ECI એ 45 દિવસના નિયમ અંગે વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મામલો સબ જ્યુડાઈસ છે. અપીલ અધિકારીએ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું અને નિર્દેશ આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટ તેનો ચુકાદો આપે પછી જ સંબંધિત માહિતી જાહેર કરવામાં આવશે.

તેથી રાહુલ ગાંધીનો દાવો કે ECI ‘વોટ ચોરી’ છુપાવવા માટે CCTV ફૂટેજ ડીલીટ કરી રહ્યું છે અથવા નાશ કરી રહ્યું છે તે હકીકતમાં ખોટો છે. ECI એક નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું પાલન કરે છે, 45 દિવસ માટે CCTV રેકોર્ડિંગ જાળવી રાખે છે અને કોર્ટના આદેશ પર જ તેને જાહેર કરે છે.