Friday, December 6, 2024
More

    ‘હમ એક હૈ તો સેફ હૈ’: મહારાષ્ટ્રમાં પીએમ મોદીએ આપ્યો નારો, કહ્યું- કોંગ્રેસ જાતિઓમાં વહેંચી નાખવા માંગે છે, પણ આપણે એકજૂટ રહીશું

    ઘણા સમયથી નરેન્દ્ર મોદીથી માંડીને યોગી આદિત્યનાથ અને RSS ચીફ મોહન ભાગવત જેવા નેતાઓ એકતાની વાતો કરી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આપેલો ‘બટેંગે તો કટેંગે’ ખૂબ જાણીતો પણ બન્યો. ત્યારે પીએમ મોદીએ પણ ફરી એક વખત આ વાત દોહરાવી હતી. 

    મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આપણે એક છીએ તો સેફ (સુરક્ષિત) છીએ. કોંગ્રેસ જાતિઓમાં વહેંચી નાખવા માંગે છે, પરંતુ આપણે તેમ થવા દેવાનું નથી. 

    પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાનો ખતરનાક ખેલ ખેલી રહી છે. આ ખેલ એટલા માટે ખેલવામાં આવી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ ક્યારેય દલિતો, આદિવાસીઓને આગળ વધતા જોવા માંગતી નથી. આ કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. વિચારો કે અલગ-અલગ જાતિઓમાં વહેંચાઈ જવાથી તમે કેટલા નબળા પડી જશો.”

    આગળ તેમણે કહ્યું, “એટલે જ હું કહું છું- એક છીએ તો સેફ છીએ. આપણે એકજૂટ થઈને કોંગ્રેસના ખતરનાક ખેલને નિષ્ફળ બનાવવાનો છે અને વિકાસના રસ્તે આગળ વધતા રહેવાનું છે.