PM મોદીની જાપાન યાત્રા પૂર્ણ: ચીનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટ, 2025ના રોજ જાપાનની બે દિવસીય યાત્રા પૂર્ણ કરી અને હવે તેઓ ચીનના તિયાનજિન શહેરમાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા રવાના થયા છે.

જાપાન યાત્રા દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવામાં આવી. બંને દેશોએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને લોકો-થી-લોકોના સંબંધોને લગતા ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા.

મુખ્ય પહેલોમાં જાપાન દ્વારા આગામી દસ વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેનનું (લગભગ $68 બિલિયન) રોકાણ, સ્વચ્છ ઊર્જા માટે જોઈન્ટ ક્રેડિટ મિકેનિઝમ અને ચંદ્રયાન-5 મિશન માટે ઈસરો-જાક્સાનો (ISRO-JAXA) સહયોગ સામેલ છે, જે ચંદ્ર પર પાણીની શોધ માટે કામ કરશે. જાપાનની યાત્રા પૂર્ણ કરીને PM મોદી હવે ચીન જવા માટે રવાના થયા છે.

ચીનના તિયાનજિનમાં યોજાનારી એસસીઓ સમિટને ઇતિહાસની સૌથી મોટી સમિટ ગણાવવામાં આવી રહી છે, જેમાં 20 વૈશ્વિક નેતાઓ ભાગ લેશે. PM મોદી આ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.