Tuesday, March 18, 2025
More

    પહેલાં પોલીસ સામે રોફ જમાવ્યો, હવે ચાલવાનાં પણ ફાંફાં: અમદાવાદના વાયરલ વિડીયો મામલે મુખ્ય આરોપી ફઝલ પણ પકડાયો, 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    અમદાવાદ શહેરના બાપુનગર-રખિયાલ વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અમુક ઇસમો પોલીસને હથિયાર બતાવીને ભગાડતા જોવા મળ્યા હતા. આ આરોપીઓની ધરપકડ કરીને ફટકારવામાં આવ્યા છે અને બીજી તરફ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

    આરોપીઓના પોલીસ કસ્ટડીમાં વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં એક ઇસમ ચલાય નહીં એવી હાલતમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો વિડીયો શેર કરીને પોલીસને અભિનંદન આપી રહ્યા છે. જોકે, પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે આખરે પોલીસે તે જ સમયે આરોપીઓને સીધાદોર કેમ નહતા કર્યા. 

    આરોપીની ઓળખ કરીને ધરપકડ કરી લેવામાં આવી હોવાનું અમદાવાદ પોલીસે એક પોસ્ટમાં જણાવ્યું છે. ઉપરાંત, આગળની કાર્યવાહી ચાલી રહી છે. 

    ‘ગુજરાત સમાચાર’ના રિપોર્ટમાં DCP રવિ મોહન સૈનીને ટાંકીને જણાવવામાં આવ્યું કે, 18 ડિસેમ્બરની રાત્રે અમુક ઉપદ્રવીઓએ બાપુનગર-રખિયાલ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે આ મામલે રામોલથી ફઝલ શેખ નામના ઇસમની ધરપકડ કરી છે. ઉપરાંત, એક અલ્તાફ નામનો આરોપી પણ પકડાયો છે. અન્ય ચારની ધરપકડ કરવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.” DCPએ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા હોવાની પુષ્ટિ કરી હોવાનું કહેવાય છે.