Tuesday, July 8, 2025
More

    મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંઘનું રાજીનામું 

    મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે રાજીનામું ધરી દીધું છે. 

    બિરેન સિંઘે રવિવારે (9 ફેબ્રુઆરી) રાજભવન પહોંચીને રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનો ત્યાગપત્ર સોંપ્યો હતો. 

    હજુ સુધી રાજીનામા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. 

    ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અશાંતિ રહી છે. મે, 2023માં અહીં હિંસા ફાટી નીકળી હતી. બે સમુદાયો વચ્ચેની હિંસામાં પછીથી ઘણું નુકસાન થયું અને હજારો-લાખો લોકો અસરગ્રસ્ત થયા. જોકે અરાજકતા અને અવ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકાર ટકી રહી હતી, પરંતુ હવે સીએમએ રાજીનામું ધર્યું છે. જેથી મંત્રીમંડળનું પણ વિસ્તરણ થયું.