
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) આયોજિત UAPA આરોપી ઉમર ખાલિદના (Umar Khalid) પુસ્તક પર ચર્ચા માટેનો એક કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ ઓડિટોરિયમનું બુકિંગ રદ કરી દીધું હતું. કારણ આપવામાં આવ્યું કે પરવાનગી મેળવતી વખતે ક્યાંય ઉમર ખાલિદ લિન્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
યુનિવર્સિટીએ એક X પોસ્ટમાં લખ્યું, ‘JNU એક લોકતાંત્રિક સંસ્થા છે. SSS–1 (સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સ) ડીન દ્વારા આ કાર્યક્રમની પરવાનગી આપવામાં આવી હતી અને હવે તેમણે જ કાર્યક્રમ રદ પણ કરી દીધો છે.’
JNU is a democratic and decentralised institution. The permission was given by Dean, SSS who has taken action as well in cancelling the event.
— Jawaharlal Nehru University (JNU) (@JNU_official_50) August 9, 2026
The booking of the auditorium SSS-1 stands cancelled because of non-disclosure of the full facts about the program which is going to… pic.twitter.com/SsEsMO3muT
કારણ આપતાં JNU પ્રશાસને જણાવ્યું કે 10 ઑગસ્ટના રોજ બપોરે 3થી સાંજે 6 દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમ વિશે સંપૂર્ણ વિગતો જણાવવામાં આવી ન હતી અને એટલે બુકિંગ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
યુનિવર્સિટીએ પોસ્ટમાં સાથે બે તસવીરો જોડી છે. એકમાં કાર્યક્રમની વિગતો છે. બીજામાં પરવાનગી મેળવતો કાગળ છે. પોસ્ટરમાં સ્પષ્ટરૂપે લખવામાં આવ્યું હતું કે કાર્યક્રમ ઉમર ખાલિદના પુસ્તક ‘ફ્રેક્ચર્ડ કોમ્યુનિટીઝ: આદિવાસી હિસ્ટ્રીઝ એન્ડ પોલિટિક્સ ઑફ પાવર’ પર ‘બુક ડિસ્કશન’ હશે. વક્તાઓમાં પ્રો. પ્રભુ મહાપાત્રા, પ્રો. ઉમા ચક્રવર્તી, સુદ્ધબ્રતા સેનગુપ્તા, હર્ષ મંદર અને બાનોજ્યોત્સ્ના લાહિરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તારીખ 10 ઑગસ્ટ અને સ્થળ SSS-1 ઓડિટોરિયમ, JNUનો ઉલ્લેખ હતો.
કાર્યક્રમ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્યક્રમની પરવાનગી માગતા કાગળમાં એ જણાવવામાં આવ્યું ન હતું કે આ કાર્યક્રમ ઉમર ખાલિદના પુસ્તક પર ચર્ચા કરવા માટે યોજવામાં આવી રહ્યો છે. તેમાં કારણમાં માત્ર ‘આદિવાસી દિવસ પર પબ્લિક ટૉક’– એટલું જ લખવામાં આવ્યું હતું અને કૌંસમાં (બુક ડિસ્કશન) લખવામાં આવ્યું હતું.
પછીથી યુનિવર્સિટી અને SSS વિભાગને જાણવા મળ્યું કે વાસ્તવમાં કાર્યક્રમ ઉમર ખાલિદના પુસ્તક પર આધારિત છે. જેની સંપૂર્ણ જાણકારી ન આપવા બદલ આખરે કાર્યક્રમ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી.
વાસ્તવમાં આ પુસ્તક ઉમર ખાલિદની પીએચડી થિસીસ છે, જે પછીથી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી. યુનિવર્સિટીને ખાલિદ લિન્ક જણાવ્યા વગર જ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો. જેથી રદ થઈ ગયો.
UAPA હેઠળ જેલમાં બંધ છે ઉમર ખાલિદ
ઉમર ખાલિદ 2020નાં હિંદુવિરોધી રમખાણોમાં મુખ્ય આરોપી છે. તેની ઉપર સીએએની વિરુદ્ધ પ્રદર્શનો કરવાની આડમાં રમખાણો કરાવવાનો આરોપ છે. સપ્ટેમ્બર 2020માં UAPA હેઠળ ખાલિદની ધરપકડ થઈ હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. અનેક વખત તે જામીન અરજી મૂકી ચૂક્યો છે પરંતુ અદાલતો ગુનાની ગંભીરતા અને ખાલિદની ભૂતકાળની કરતૂતોને જોતાં અરજીઓ નકારતી રહી છે. તાજેતરમાં પણ તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર સુનાવણી ચાલી રહી છે.
ઉમર ખાલિદ જેલમાં જેમ-જેમ વધુ દિવસો કાપી રહ્યો છે તેમ-તેમ પહેલા દિવસથી તેના સમર્થનમાં રહેલી વામી-ઇસ્લામી ઇકોસિસ્ટમના ધમપછાડા પણ વધી રહ્યા છે. સતત ઇન્ટરનેટ પર ઉમર ખાલિદ સાથે અન્યાય થતો હોવાનાં રોદણાં ચાલુ જ રહે છે. સાથે-સાથે ગ્રાઉન્ડ પર પણ આવા કાર્યક્રમો કરીને ખાલિદ માટે સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસો સતત ચાલતા રહે છે.

