વિવાદિત પત્રકાર રાજદીપ સરદેસાઈનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર મુદ્દા પર વિવાદાસ્પદ સૂચનો આપતા જોવા મળે છે. ઇન્ડિયા ટુડેના એક ડિબેટ શોમાં તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પાકિસ્તાનને સોંપી દેવું જોઈએ અને નિયંત્રણ રેખાને (LoC) આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારવી જોઈએ. સરદેસાઈએ તેને કાશ્મીર સમસ્યાનો ‘કાયમી ઉકેલ’ ગણાવ્યો.
રાજદીપે વધુમાં એવું પણ કહ્યું કે, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કરવી જરૂરી છે, પરંતુ PoK પાછું મેળવવું શક્ય નથી.
રાજદીપના આ નિવેદનની સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે, જ્યાં લોકો તેને ભારતની સાર્વભૌમત્વ વિરુદ્ધ માની રહ્યા છે. ઘણા લોકોએ આ નિવેદનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું છે. આ વિડીયો 22 મે, 2025ના રોજ ઇન્ડિયા ટુડેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.