
7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે કરેલ હુમલા બાદથી શરૂ થયેલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર અંતે રોક લાગી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રજૂ કરેલ પીસ પ્લાનના આધારે ઇઝરાયેલના બંધકો મુક્ત થઈ રહ્યા છે.
પીસ પ્લાનના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર બાદ 13 ઑક્ટોબરના રોજ હમાસ ઇઝરાયેલના બંધકોને મુક્ત કરી રહ્યું છે. અહેવાલો અનુસાર 3 તબક્કામાં બંધકો મુક્ત કરવામાં આવવાના છે. આ જ ક્રમમાં હમાસે 7 બંધકોને મુક્ત કર્યા છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
The hostage release between Israel and Hamas has begun. The release of the remaining 20 hostages comes after the US brokered a peace plan between the two rival states amid two years of war. The first visuals of the released hostages can are now being circulated on social media… pic.twitter.com/Xf3rySMkVM
— Hindustan Times (@htTweets) October 13, 2025
હજુ બાકીના 13 બંધકોને મુક્ત કરવાના બાકી છે, જે સાંજ સુધીમાં મુક્ત થાય તેવી સંભાવના છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઇઝરાયેલ પહોંચવાના છે અને બંધકો તથા તેમના પરિવારો અને નેતન્યાહુ સાથે મુલાકાત પણ કરવાના છે.
બધા બંધકો મુક્ત થયા બાદ ઇઝરાયેલ પણ ગાઝાના કેદીઓને મુક્ત કરશે એવું કહેવાઈ રહ્યું છે. નોંધનીય છે કે 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયેલ પર ઘાતક હુમલો કર્યો હતો. જેમાં 251 લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા અને 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

