નોઇડાના રસ્તાઓ પર આખો દિવસ ખેડૂતોએ હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં દિલ્હી કૂચ (Delhi March) કરવા માટે નીકળેલા ખેડૂતોએ (Farmers) સંસદનો ઘેરાવો કરવાનું એલાન કર્યું હતું. જેના કારણે ભારે પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી હતી. તેમ છતાં ખેડૂતોએ બેરીકેટ તોડી નાખીને દિલ્હી તરફ કૂચ કરી દીધી હતી.
ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ખેડૂતોની દિલ્હી કૂચ પર હાલ પૂરતો બ્રેક (Break) લાગી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે, વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક થયા બાદ ખેડૂતોએ દિલ્હી કૂચ પર બ્રેક લગાવી દીધો છે. વહીવટીતંત્રના અધિકારીઓએ દલિત પ્રેરણા સ્થળ પર ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી હતી.
નોંધવા જેવું છે કે, 1 ડિસેમ્બરના રોજ ઓથોરીટી સાથેની ખેડૂતોની બેઠક નિષ્ફળ રહી હતી. જે બાદ ખેડૂતોએ 2 ડિસેમ્બરના રોજ દિલ્હી કૂચની ઘોષણા કરી હતી. જે અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી.