
અમદાવાદમાં એક વધુ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવકે મસ્જિદની છત પર 8 વર્ષનાં નાના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પોલીસે આરોપી નૌમાન શેખની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર આ ઘટના જમાલપુર વિસ્તારમાં બની છે. નૌમાન શેખ નામનો શખ્સ નમાજ પઢવા માટે મસ્જિદમાં આવ્યો હતો. ત્યાં હાજર બાળકોમાંથી તેણે 8 વર્ષનાં એક બાળકને વાતોમાં ફસાવીને કોઈ લાલચ આપીને મસ્જિદની ઉપરની છત (ધાબા) પર લઈ ગયો હતો.
ત્યાં તેને તક મળતાં જ તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બનાવ પછી યુવકે બાળકને છોડી દીધો અને બંને નીચે આવી ગયાં હતાં. બાળકે ઘરે પહોંચીને પોતાનાં માતા-પિતાને આ આખી ઘટના જણાવી હતી. ઘટનાની જાણ થતા પરિવારે તરત જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી યુવક નૌમાન શેખને ઝડપી લીધો છે. મસ્જિદમાં લાગેલા CCTV કેમેરામાં આરોપી બાળકને ઉપર લઈ જતા અને પાછો નીચે આવતા જોવા મળ્યો છે, જે તપાસમાં મહત્વનો પુરાવો બની રહ્યો છે. બાળકની તબીબી તપાસ પણ કરવામાં આવી રહી છે અને તેના આધારે વધુ કાર્યવાહી ચાલુ છે.

