પાકિસ્તાને હવે ખૂલીને અવળચંડાઈ શરૂ કરી દીધી છે. યુદ્ધવિરામના માત્ર ત્રણ જ કલાકમાં નાપાક હરકતો કરવાની શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતમાં અનેક ઠેકાણે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. જોકે, તાત્કાલિક ધોરણે એર ડિફેન્સ યુનિટ્સ સક્રિય થઈ ગયા છે અને તમામ ડ્રોનને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. ગુજરાતમાં 12 ડ્રોન તોડી પડાયા હોવાનું સામે આવ્યું છે.
#BREAKING: 12 Pakistani drones have been neutralised in Gujarat so far in Kandla, Bhuj, Lakhinala areas. Govt of Gujarat are monitoring situation closely.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 10, 2025
ગુજરાતના કંડલા, ભુજ, લખીનાળા જેવા વિસ્તારોમાં 12 પાકિસ્તાની ડ્રોન ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ગુજરાત સરકાર તમામ સ્થિતિ પર નજર રાખી રહી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જ કચ્છ જિલ્લાના કલેકટર દ્વારા સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટના આદેશ આપી દેવાયા છે.
Several drones have been spotted in the Kutch district. A complete blackout will be implemented now. Please stay safe,Don’t panic.
— Harsh Sanghavi (@sanghaviharsh) May 10, 2025
આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કચ્છ જિલ્લામાં ઘણા ડ્રોન જોવા મળ્યા હોવાની પુષ્ટિ કરી હતી. આ સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે. તથા ન ગભરાવવાની બાહેંધરી પણ આપી છે. આ સાથે જ પાટણના પણ 71 સરહદી ગામોમાં બ્લેકઆઉટના આદેશ આપવામાં આવ્યા છે.