ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ગુરુવારે (16 જાન્યુઆરી) રાત્રે તેમના જ ઘરમાં હુમલો થયો હતો, જેમાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક જાણકારી અનુસાર, ચોરીના ઈરાદે ઘૂસેલા એક ઇસમે પકડાઈ જતાં સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમને કરોડરજ્જુ અને ગળાના ભાગે ઈજા પહોંચી છે. પછીથી સર્જરી કરવામાં આવી અને હાલ સારવાર ચાલી રહી છે.
ઘટના બન્યા બાદથી જ દેશમાં ચર્ચાનો મોટો વિષય બની ગઈ છે અને આદત અનુસાર ભારતીય મીડિયાએ પણ બીજું બધું પડતું મૂકીને આ જ વિષય પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે. દરમ્યાન, ઘટનાના થોડા કલાકો બાદ ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ એક સમાચાર પ્રકાશિત કર્યા, જેની હેડલાઇનમાં એવી ગફલત કરી નાખી, જેનાથી હવે ફજેતી થઈ રહી છે.
ક્લિકબેટ હેડલાઇન લખવામાં TOIએ એવો દાવો કરી નાખ્યો કે ઈજા થયા બાદ તેમનો પુત્ર તૈમૂર અલી ખાન સૈફ અલી ખાનને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. હવે આ વાત ગળે એટલા માટે નથી ઉતરતી કારણ કે તૈમૂરની ઉંમર માંડ 8 વર્ષની છે. 8 વર્ષનું બાળક બાપને લઈને હોસ્પિટલ પહોંચે એ શક્ય જ નથી.
6 year old Taimur brought his injured father Saif Ali Khan to hospital.
— Incognito (@Incognito_qfs) January 16, 2025
Toilet paper of India strikes again 😭 pic.twitter.com/iZnAJtmaEK
તેમ છતાં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ બહુ આત્મવિશ્વાસ સાથે આ હેડલાઇન છાપી. જેને વળી ‘એક્સક્લુઝિવ’ સમાચાર ગણવામાં આવ્યા. રિપોર્ટની હેડલાઇન હતી- ‘એક્સક્લુઝિવ: સૈફ અલી ખાનને તૈમૂર લીલાવતી હોસ્પિટલમાં લાવ્યો હતો, ડોક્ટરનો ખુલાસો.’
ઈન્ટરનેટ પર આ સમાચાર વાયરલ થયા બાદ લોકોએ બહુ મજાક ઉડાવી હતી. પછીથી મીમ્સ બનવાનાં પણ ચાલુ થયાં. લોકોએ પ્રશ્ન કર્યા કે તૈમૂર કઈ રીતે સૈફ અલી ખાનને હોસ્પિટલ લઈ ગયો હતો એ જણાવવામાં આવે.
Saif Ali Khan was brought to Lilavati hospital by Taimur – TOI
— Abhi Vats (@abhivatsa) January 17, 2025
pic.twitter.com/jOrvCBXOYf https://t.co/nycuzRBWXl
આખરે અખબારને ભૂલ સમજાતાં હેડલાઇન બદલી નાખી હતી અને હવે જે નવી હેડલાઈન દૃશ્યમાન થાય છે તેમાં લખ્યું છે કે, કેરટેકર દ્વારા સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જેમની સાથે તૈમૂર પણ હતો. જોકે, કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હોય કે માફી માંગવામાં આવી હોય તેવું બન્યું નથી.

જોકે, હજુ પણ ગૂગલ ઉપર TOIની જૂની હેડલાઇન જોવા મળે છે, જેમાં ગોટાળો વાળ્યો હતો. પણ લિંક ક્લિક કરતાં અપડેટેડ વર્ઝન દેખાય છે.

બીજી તરફ, સૈફ અલી ખાનને હોસ્પિટલ કોણ લઈ ગયું હતું તેમાં પણ ભારે કન્ફ્યુઝન છે. કારણ કે અમુક રિપોર્ટ કહે છે કે, કેરટેકર લઈ ગયો હતો. કોઈ કહે છે કે, સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ રિક્ષામાં સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલ લાવ્યો હતો, કારણ કે ઘરમાં ડ્રાઇવર હાજર ન હતો અને ઈબ્રાહિમને કાર ચલાવતાં આવડતી નથી.