Monday, June 16, 2025
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજદીપ સરદેસાઈને ઇન્ડિયા ટુડેમાંથી હાંકી કઢાયા?: PoK પાકિસ્તાનને સોંપી દેવાની 'પત્રકાર'ની સલાહ...

    રાજદીપ સરદેસાઈને ઇન્ડિયા ટુડેમાંથી હાંકી કઢાયા?: PoK પાકિસ્તાનને સોંપી દેવાની ‘પત્રકાર’ની સલાહ બાદ વહેતી થઈ અટકળો, સોશિયલ મીડિયા પર ચર્ચા

    નેટિઝન્સે ઇન્ડિયા ટુડેના 'વરિષ્ઠ પત્રકાર' રાજદીપ સરદેસાઈ તરફ ઈશારો કર્યો અને ચર્ચા શરૂ થઈ. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે, પહલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય ભાવના ચરમ પર હોવા છતાં રાજદીપે PoK પાકિસ્તાનને આપવાની વકાલત કરતા નોકરી ખોવી પડી છે.

    - Advertisement -

    તાજેતરમાં જ PoK પાકિસ્તાનને સોંપી દેવાની વાત કરતા વિવાદિત ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈને (Rajdeep Sardesai) ઇન્ડિયા ટુડેમાંથી (India Today) હાંકી કઢાયા છે! આવું અમે નહીં, પણ સોશિયલ મીડિયામાં (Social Media) ચાલી રહેલી અટકળો કહી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોઈપણ કારણ વગર ઇન્ડિયા ટુડેએ દેસાઈને હાંકી કાઢ્યા છે. આ ચર્ચા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર અવનવી પોસ્ટ પણ કરી રહ્યા છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, દેશની અખંડિતતાનું અપમાન કરવા બદલ તેમને હાંકી કાઢવામાં આવ્યા છે.

    આ ચર્ચા ત્યારે તેજ બની, જ્યારે ABP ન્યૂઝના પત્રકાર મેઘા પ્રસાદે આ મામલે X પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, “મીડિયામાં એક મોટા અને શક્તિશાળી માણસને હાંકી કઢાયા છે.” કોઈનું નામ લીધા વગર જ તેમણે આ પોસ્ટ કરી હતી. પરંતુ થોડી જ વારમાં નેટિઝન્સે ઇન્ડિયા ટુડેના ‘વરિષ્ઠ પત્રકાર’ રાજદીપ સરદેસાઈ તરફ ઈશારો કર્યો અને ચર્ચા શરૂ થઈ. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે, પહલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય ભાવના ચરમ પર હોવા છતાં રાજદીપે PoK પાકિસ્તાનને આપવાની વકાલત કરતા નોકરી ખોવી પડી છે.

    વધુમાં આગમાં ઘી રેડવાનું કામ ઘણી સોશિયલ મીડિયા પોસ્ટે કર્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, સરદેસાઈને તેમના વધતાં વિવાદાસ્પદ વલણ અને કથિત હિતોના સંઘર્ષના કારણે ચેનલ દ્વારા અભદ્રતાપૂર્વક હાંકી કાઢવામાં આવ્યા છે. જોકે, આ વિશેની આધિકારિક માહિતી ન તો રાજદીપે આપી છે અને ન તો ઇન્ડિયા ટુડેએ.

    - Advertisement -

    જોકે, રાજદીપે પોતાના નિવેદનોને લઈને અનેક વિવાદોને જન્મ આપ્યો હતો. પરંતુ કહેવાય એવું રહ્યું છે કે, તાજેતરની ભારત-પાકિસ્તાનની ટિપ્પણીને લઈને તેઓ વધુ વિવાદમાં ઘેરાયા હતા. સોશિયલ મીડિયા પર થયેલા દાવા અનુસાર, રાજદીપના આ વલણના કારણે ભારતના સોશિયલ મીડિયા યુઝર્સ આક્રોશીત થયા હતા અને વિરોધ શરૂ થયું હતો. જે બાદ આ કાર્યવાહી થઈ હોય શકે છે.

    PoK પાકિસ્તાનને સોંપવાની આપી હતી વિવાદિત સલાહ

    નોંધનીય છે કે, તાજેતરમાં જ વિવાદિત ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર મુદ્દા પર વિવાદાસ્પદ સૂચનો આપતા જોવા મળ્યા હતા. ઇન્ડિયા ટુડેના એક ડિબેટ શોમાં તેમણે કહ્યું હતું, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પાકિસ્તાનને સોંપી દેવું જોઈએ અને નિયંત્રણ રેખાને (LoC) આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારવી જોઈએ. સરદેસાઈએ તેને કાશ્મીર સમસ્યાનો ‘કાયમી ઉકેલ’ ગણાવ્યો હતો.

    રાજદીપે વધુમાં એવું પણ કહ્યું હતું કે, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કરવી જરૂરી છે, પરંતુ PoK પાછું મેળવવું શક્ય નથી. રાજદીપનો આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો હતો. ઘણા લોકોએ આ નિવેદનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું હતું. આ વિડીયો 22 મે, 2025ના રોજ ઇન્ડિયા ટુડેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં