Friday, January 31, 2025
More
    હોમપેજરાજકારણ‘શરીર મેં ગરમી પેદા કરના તપસ્યા હૈ’: રાહુલ ગાંધીએ સંસદમાં ફરી આપ્યું...

    ‘શરીર મેં ગરમી પેદા કરના તપસ્યા હૈ’: રાહુલ ગાંધીએ સંસદમાં ફરી આપ્યું ‘જ્ઞાન’, ભાજપે કહ્યું- આ બધું જ્યોર્જ સોરોસ પાસેથી શીખ્યા

    તાજેતરમાં જ સંસદમાં પોતાનું ભાષણ આપવા દરમિયાન રાહુલ ગાંધીએ ક'કૂલ' દેખાવા માટે વાપરેલા કેટલાક શબ્દોને લઈને હવે તેમની રમૂજ બની રહી છે.

    - Advertisement -

    પોતાનાં ભાષણોમાં અટપટી વાતો કરવી એવી બાબત છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે હવે વણાઈ ગઈ છે. અવારનવાર તેઓ જાહેર સભાઓમાં કે પછી સંસદમાં બોલતી વખતે કશુંક એવું બોલી નાખે છે, જેનાથી તેઓ અને તેમની પાર્ટી હાંસીપાત્ર ઠરે છે. સોશિયલ મીડિયા પર પછી મીમ બને છે કે જોક્સ બનાવવામાં આવે છે. આવું શનિવારે (14 ડિસેમ્બર) લોકસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન ફરી બન્યું, જ્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમુક એવી વાતો કહી, જે મજાકનું કારણ બની ગઈ. રાહુલ ગાંધીના આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યા છે.

    વાત એમ છે કે તાજેતરમાં જ સંસદમાં પોતાનું ભાષણ આપવા દરમિયાન રાહુલ ગાંધીએ વાપરેલા કેટલાક શબ્દોને લઈને હવે તેમની રમૂજ બની રહી છે. તેમની કરેલી વાતો પરથી ભાજપ પણ મજા લઈ રહ્યો છે. ભાજપ નેતા અને સાંસદ સંબિત પાત્રા અને આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધીના ભાષણના કેટલાક અંશ X પર શેર કર્યા છે.

    અમિત માલવિયાએ રાહુલ ગાંધીને બ્લુપર્સના કિંગ કહીને એક વિડીયો શેર કર્યો છે. તેમણે શેર કરેલા વિડીયોમાં રાહુલ ગાંધીને કહેતા સાંભળી શકાય છે કે, “હજારો વર્ષો પહેલાં એક યુવા, 6-7 વર્ષનો યુવા દરરોજ સવારે ચાર વાગે ઉઠીને…” આટલું સાંભળીને સંસદમાં હાજર અન્ય નેતાઓ તેમની ભૂલ સુધારે છે અને તેમને શીખવે છે. જે દરમિયાન તેઓ કહે છે કે, “બાળક-બાળક, એક બાળક… આ જ તો તકલીફ છે, ધનુષમાં તપસ્યા છે, મનરેગામાં કામ કરવામાં તમસ.. તપસ્યા છે, તપસ્યાનો અર્થ શરીરમાં ગરમી પેદા કરવી…સમજો…હા… તપનો એ જ મતલબ છે. જેવો દ્રોણાચાર્યજીએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો એમ જ તમે દેશના યુવાઓનો અંગૂઠો કાપી રહ્યા છો.” આ દરમિયાન તેમને પાછળથી કોઈએ કહ્યું કે, દ્રોણાચાર્યએ અંગુઠો નહોતો કાપ્યો.

    - Advertisement -

    રાહુલ ગાંધીનો આ જ વિડીયો ભાજપના નેતા સાંસદ સમ્બિત પાત્રાએ પણ શેર કર્યો હતો. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “જ્યોર્જ સોરોસ પાસેથી મેળવેલું જ્ઞાન.” રાહુલ ગાંધીના આ ‘પરાક્રમ’ને જોઇને ગૃહમાં હાજર નેતાઓ ખડખડાટ હસવા લાગ્યા હતા. જોકે, કોંગ્રેસી નેતાઓ ખૂબ જ ધીરગંભીર રહીને તેમનું આ ‘જ્ઞાન’ મેળવતા નજરે પડ્યા હતા.

    માત્ર ભાજપના નેતાઓ જ નહીં, સોશિયલ મીડિયા યુઝર્સ પણ રાહુલ ગાંધીનો આ વિડીયો જોઇને ગેલમાં આવી ગયા હતા. તેમણે પણ આ વિડીયો શેર કરીને રાહુલ ગાંધીની મજા લીધી હતી. જોકે આ કોઈ પહેલી વાર નથી કે રાહુલ ગાંધીએ પોતાના વાણીવિલાસથી દેશની જનતાને આનંદ કરાવ્યો હોય, આ પહેલાં પણ તેઓ આ પ્રકારનું પરાક્રમ કરી ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં