Thursday, June 12, 2025
More
    હોમપેજક્રાઈમ‘પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબરો ખોદીને બહાર કાઢીશું'- નાગપુર હિંસા મામલે...

    ‘પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબરો ખોદીને બહાર કાઢીશું’- નાગપુર હિંસા મામલે CM ફડણવીસ: બાંગ્લાદેશ કનેક્શનના અહેવાલ, 84ની ધરપકડ; કહ્યું- નહોતી સળગાવાઈ કોઈ મઝહબી ચાદર

    મહારાષ્ટ્રના ગૃહરાજ્યમંત્રીએ માહિતી આપી હતી કે પોલીસે અત્યારસુધી પોલીસે સોશિયલ મીડિયા પર ભ્રામક વિડીયો ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. રાજ્યના સાયબર વિભાગે હિંસા બાદ વાંધાજનક સામગ્રી ધરાવતી 140થી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયો ઓળખી કાઢ્યા છે.

    - Advertisement -

    સંભાજી નગરમાં આવેલ મુઘલ આક્રાંતા ઔરંગઝેબની કબર (Aurangzeb Tomb) હટાવવાને લઈને હિંદુ સંગઠનોએ 17 માર્ચે નાગપુર ખાતે પ્રદર્શન કર્યું હતું. ત્યારપછી મજહબી ચાદર સળગાવવા અને કુરાનની પ્રતો બળવાની અફવાહ ઉડી, જેની આડમાં મુસ્લિમો દ્વારા હિંદુઓ અને પોલીસકર્મીઓ પર હિંસા (Nagpur Violence) આચરવામાં આવી. આ હિંસામાં પોલીસકર્મીઓ સહિત સામાન્ય લોકો પણ ઘાયલ થયા હતા. તે પછી સરકારે કડક પગલા લેવાનું શરૂ કર્યું હતું. હિંસા મામલે 80થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ મજહબી ચાદર સળગાવવાની અફવાહને CM દેવન્દ્ર ફડણવીસ (CM Devendra Fadanvis) અને પોલીસ પ્રશાસને પણ ફગાવી દીધી છે.

    તાજેતરમાં જ સામે આવેલ અહેવાલ અનુસાર CM ફડણવીસે કહ્યું હતું, “પોલીસ પર હુમલો કરનાર કોઈપણ વ્યક્તિને અમે છોડશું નહીં. નાગપુર એક શાંતિપ્રિય શહેર છે. અમે 1992થી રમખાણો જોયા નથી. નાગપુરના લોકો ખૂબ જ સહિષ્ણુ છે, પરંતુ આ વખતે અમે જોયું કે કેટલાક તત્વો જાણી જોઈને હિંસા ફેલાવે છે. અમે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. કેટલાક લોકોએ અફવાઓ ફેલાવી અને પરિસ્થિતિ વધુ વણસી. મેં પોલીસ દળને સૂચના આપી છે કે નાગપુરમાં હિંસા ફેલાવનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં ન આવે.”

    તેમણે કહ્યું હતું કે, “પોલીસ પર હુમલો કરનારાઓને અમે તેમની કબરોમાંથી ખોદી કાઢીશું.” મુખ્યમંત્રી ફડણવીસે માહિતી આપી હતી કે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી, જેના કારણે હિંસા થઈ હતી. તેમણે જણાવ્યા અનુસાર નાગપુરમાં આયાત લખેલી કોઈ ચાદર સળગાવવામાં આવી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે જાણી જોઈને અફવા ફેલાવવામાં આવી હતી કે આયાતો સળગાવવામાં આવી છે.

    - Advertisement -

    80થી વધુની ધરપકડ અને તપાસ સઘન

    બીજીતરફ મહારાષ્ટ્રના ગૃહરાજ્યમંત્રીએ માહિતી આપી હતી કે પોલીસે અત્યારસુધી પોલીસે સોશિયલ મીડિયા પર ભ્રામક વિડીયો ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. રાજ્યના સાયબર વિભાગે હિંસા બાદ વાંધાજનક સામગ્રી ધરાવતી 140થી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયો ઓળખી કાઢ્યા છે. આ સિવાય આ એકાઉન્ટ હોલ્ડર્સની ઓળખ કરવા માટે નોટિસ પણ જારી કરવામાં આવી છે. સાથે જ 80થી વધુની ધરપકડ પણ આકરવામાં આવી છે.

    એવા પણ અહેવાલો છે કે જે એકાઉન્ટ્સ પરથી આ ભ્રામક પોસ્ટ કરવામાં આવી હતી તેમાંથી એક બાંગ્લાદેશથી ચલાવવામાં આવી રહ્યું હતું. આ પોસ્ટમાં, યુઝરે લખ્યું હતું, “સોમવારે થયેલા રમખાણો એક નાની ઘટના હતી અને ભવિષ્યમાં તેનાથી પણ મોટા રમખાણો થશે.” બીજીતરફ નાગપુર હિંસા મામલે નોંધાયેલી FIRની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં