Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખુદા હાફિઝ-2માં હક-હુસૈન ગીત સાંભળીને શિયા સમુદાયે ઉઠાવ્યો વાંધો: નિર્માતાએ કહ્યું- માફ...

    ખુદા હાફિઝ-2માં હક-હુસૈન ગીત સાંભળીને શિયા સમુદાયે ઉઠાવ્યો વાંધો: નિર્માતાએ કહ્યું- માફ કરશો, અમે તમામ ‘લીરીક્સ-સીન’ બદલીશું

    વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફીઝ ચેપ્ટર 2નું એક શીયા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતું હોવાનું લાગતા નિર્માતાઓએ આ ગીતમાં બદલાવ લાવવાની વાત કરી છે.

    - Advertisement -

    ખુદા હાફિઝ-2માં હક-હુસૈન ગીત સાંભળીને શિયા સમુદાયે નારાજગી વ્યક્ત કરી છે. બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલની ખુદા હાફિઝ ચેપ્ટર-ટુ ફિલ્મ 8મી જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક ગીત છે જે થોડા દિવસ પહેલા જ યુટ્યુબ પર રિલીઝ થયું હતું. આમાં વિદ્યુતના ફાઈટીંગ સીન બતાવવામાં આવ્યા છે અને બેકગ્રાઉન્ડમાં ‘હક-હુસૈન’ ગીત વાગી રહ્યું છે. ઘણા લોકોએ વિદ્યુતને આ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે. પરંતુ ખુદા હાફિઝ-2માં ‘હક હુસૈન’ ગીત સાંભળીને શિયા સમુદાય ગુસ્સે થઈ ગયો છે.

    બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલના ખુદા હાફિઝ ચેપ્ટર-2નું ગીત ‘હક-હુસૈન’ રિલીઝ થયા બાદ નારાજ શિયા સમુદાયને મનાવવા માટે ફિલ્મ નિર્માતાઓએ માફી માંગી હતી.

    માફીપત્રમાં નિર્માતાઓએ કહ્યું હતું કે, “અમે, ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરિક્ષા’ના નિર્માતાઓ, શિયા સમુદાય દ્વારા કરવામાં આવેલી ફરિયાદની નોંધ લઈએ છીએ અને ગંભીરતાથી માફી માંગીએ છીએ કે ‘હક હુસૈન’ ગીતને કારણે અજાણતામાં તમારી લાગણીઓને ઠેસ પહોંચી છે. આ ફિલ્મમાં લોકોએ હુસૈન શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ગીતમાં ‘માતમ ઝંજીર’ના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી હતી. અમે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગીત બદલવાનું નક્કી કર્યું છે. સેન્સર બોર્ડ સાથે ચર્ચા કર્યા પછી, અમે ગીતમાંથી ઝંજીર, બ્લેડ ને ગીત માંથી દુર કરીશું અને હક હુસૈનની જગ્યાએ ગીતનું નામ ‘જુનૂન હૈ’ કરી નાખીશું.”

    - Advertisement -

    આ પછી, ફિલ્મ નિર્માતાઓએ માફીપત્રમાં સ્પષ્ટતા પણ કરી છે કે તેઓએ ફિલ્મમાં કોઈ શિયા સમુદાયના વ્યક્તિને નકારાત્મક રીતે દર્શાવ્યા નથી અને ન તો એવું દર્શાવ્યું છે કે તેઓ કોઈ પર હુમલો કરી રહ્યા છે. આ ગીત એટલા માટે બનાવવામાં આવ્યું છે કે ઇમામ હુસૈનની બહાદુરીના વખાણ કરી શકાય. તેમનો હેતુ ક્યારેય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. શિયા સમુદાયને ધ્યાનમાં રાખીને, ફિલ્મમાં ઉલ્લેખિત ફેરફારો કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે વિદ્યુત જામવાલની ખુદા હાફિઝ ફિલ્મ 8 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેમની ફિલ્મનું ગીત ‘હક હુસૈન’ 21 જૂને રિલીઝ થયું હતું. આ સાંભળ્યા પછી, શિયા સમુદાયના મુસ્લિમોએ નિર્માતાઓને ગીતમાંથી હક હુસૈન શબ્દો અને ‘જંજીર મતમ’ના દ્રશ્યને દૂર કરવા કહ્યું હતું.

    મુસ્લિમ શિયા સમુદાયના લોકોએ કહ્યું કે આનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેનો અર્થ એ નથી કે કયા સંદર્ભમાં હુસૈન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, માત્ર તે ઇચ્છે છે કે હુસૈન શબ્દ દૂર કરવામાં આવે અને તેનો ઉપયોગ વ્યવસાય માટે ન થાય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં