Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ7 IIT, 16 IIIT, 15 AIIMS, નવી મેડિકલ કોલેજો... બજેટ ભાષણમાં નાણામંત્રીએ...

    7 IIT, 16 IIIT, 15 AIIMS, નવી મેડિકલ કોલેજો… બજેટ ભાષણમાં નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્રે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી, યુવાઓ માટે પણ ખાસ જાહેરાતો

    વચગાળાનું બજેટ રજુ કરતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "દેશના ગરીબ, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ પર ભાર આપવામાં આવશે. આપણે ગરીબો, મહિલાઓ, યુવાઓ અને અન્નદાતા (ખેડૂતો) પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. "

    - Advertisement -

    નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં મહિલાઓ, યુવાઓ, મધ્યમવર્ગ વગેરે માટે અગત્યની જાહેરાતો કરવામાં આવી છે. આ સાથે શિક્ષણ ક્ષેત્રે મોદી સરકારે શું ઉપલબ્ધિઓ મેળવી તે પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ ત્રણેય મુદ્દે કહ્યું હતું કે, “યુવાઓ પર દેશને ખૂબ અપેક્ષા છે, તેઓ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. અમે આશા રાખીએ છીએ કે અમારી સરકારને અમારા કામના આધારે ફરી એક વાર બહોળો જનાદેશ મળશે.”

    બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “દેશના ગરીબ, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ પર ભાર આપવામાં આવશે. આપણે ગરીબો, મહિલાઓ, યુવાઓ અને અન્નદાતા (ખેડૂતો) પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પૂર્ણ કરવી તે અમારી સરકારની પ્રાથમિકતા છે.” ઉલ્લેખનીય છે કે આ દરમિયાન નાણા મંત્રીએ યુવાઓ માટે, શિક્ષણ ક્ષેત્રે અને રોજગાર મામલે સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાઓ વિશે વાત કરી હતી.

    યુવાઓ માટે શું કહ્યું નાણામંત્રીએ?

    વચગાળાના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, યુવાશક્તિ પ્રૌદ્યોગિકી માટે યોજનાઓ તૈયાર કરવામાં આવશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે સ્કિલ ઇન્ડિયા અંતર્ગત 1.4 કરોડ યુવાઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે સાથે જ 54 લાખ યુવાઓને અલગ-અલગ ક્ષેત્રોમાં કુશળતા અપાવવામાં આવી છે જેથી તેઓ પોતાના રોજગારનું વહન કરી શકે.

    - Advertisement -

    નિર્મલા સીતારમણે આગળ જણાવ્યું કે, “દેશન ગર્વ છે કે આપણા યુવાઓ રમત-ગમતમાં નવી ઉંચાઈઓ આંબી રહ્યા છે. વર્ષ 2023માં એશિયાઈ રમતો અને એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીના સૌથી વધુ પદકો મળવાં તેમના ઉચ્ચ આત્મવિશ્વાસને દર્શાવે છે. ચેસના કૌતુક અને આપણા નંબર 1 ખેલાડી પ્રજ્ઞાનાનંદે 2023ના વિશ્વ ચેમ્પિયન મૈગ્નસ કાર્લસન સામે ઉત્તમ પ્રદર્શન કર્યું અને આજે ભારતમાં 80થી વધુ ચેસ માસ્ટર છે.”

    ગણાવી શિક્ષણ ક્ષેત્રની ઉપલબ્ધિઓ

    આ દરમિયાન નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્રમાં દેશે હાંસલ કરેલી સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે, “મેડિકલ કોલેજોની સ્થાપના માટે નવી સમિતિઓ બનાવવામાં આવશે. દેશમાં નવા 3000 ITIની સ્થાપના કરી છે. મોટી સંખ્યામાં સંસ્થાગત હાઈએજ્યુકેશનનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં 7 ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એટલે કે IIT, 16 ટ્રીપલ આઈટી (IIIT), 15 જેટલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને 390 નવી વિશ્વવિદ્યાલયો બનાવવામાં આવી છે. અનેક યુવાઓ ઈચ્છે છે કે તેઓ ડૉક્ટર બને અને દેશ માટે સ્વાસ્થ્ય સેવાઓ આપે. આ માટે હજુ પણ વધારે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઊભાં કરવામાં આવશે, આ માટે સૌપ્રથમ એક સમિતિ બનાવવામાં આવશે જે તેના માટે કામ કરશે.”

    વધુમાં તેમણે કહ્યું કે, “છેલ્લાં 10 વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની નોંધણી 28% વધી છે. STIM કોર્સમાં યુવતીઓ અને મહિલાઓની 43 ટકા નોંધણી છે, જે વિશ્વમાં સૌથી વધુ પૈકીની નોંધણીઓમાંની એક છે. આ તમામ બાબતો કાર્યબળમાં મહિલાઓની વધતી ભાગીદારી દર્શાવે છે.”

    ઉપરાંત નિર્મલા સીતારમણે રોજગારને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જનતાને વધુમાં વધુ રોજગારના અવસરો આપવામાં આવ્યા છે. દેશમાં નવા ઉદ્દેશ્ય અને આશાઓ જાગી રહી છે. જનતાએ અમને બીજી વાર પોતાની સરકારના રૂપમાં ચૂંટ્યા છે. અમે વ્યાપક રીતે વિકાસની વાત કરી હતી અને ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ’ મંત્ર સાથે આગળ વધ્યા છીએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં