Monday, May 6, 2024
More
    હોમપેજદેશ5 હજાર વિરુદ્ધ FIR, 19 વિરુદ્ધ નામજોગ ગુનો: હલ્દ્વાની હિંસા બાદ એક્શનમાં...

    5 હજાર વિરુદ્ધ FIR, 19 વિરુદ્ધ નામજોગ ગુનો: હલ્દ્વાની હિંસા બાદ એક્શનમાં ઉત્તરાખંડ પોલીસ, 5ની ધરપકડ

    આરોપીઓ વિરુદ્ધ રાસુકા હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાથે ઉત્તરાખંડના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ ભારે સુરક્ષા ખડી દેવામાં આવી હોવાના અહેવાલ છે.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરુવારે (8 જાન્યુઆરી) કટ્ટર ઈસ્લામિક ટોળાંએ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. 300થી વધુ પોલીસકર્મીઓ આ હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. CM ધામીએ ઉપદ્રવીને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. હિંસા બાદ શહેરમાં ભારે સુરક્ષા દળ ખડકી દેવામાં આવ્યું છે. સાથે જ હવે હલ્દ્વાની હિંસા મામલે 19 નામજોગ આરોપીઓ સહિત 5000 અજ્ઞાત લોકો વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, 50થી વધુ લોકોને પોલીસે કસ્ટડીમાં પણ લીધા છે. જેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે.

    ઉત્તરાખંડના હલ્દ્વાની હિંસા મામલે 5000 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સાથે શહેરભરમાં ભારે સુરક્ષા દળ પણ ખડકી દેવાયાં છે. હલ્દ્વાની SPના જણાવ્યા અનુસાર, હિંસામાં હમણાં સુધી 6 લોકોના મોત થયા છે. જેમાં પિતા અને પુત્રનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ રાસુકા હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાથે ઉત્તરાખંડના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ ભારે સુરક્ષા ખડી દેવામાં આવી હોવાના અહેવાલ છે.

    રિપોર્ટ અનુસાર, આ મામલે પોલીસે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે બાકીનાની શોધખોળ સતત ચાલી રહી છે.

    - Advertisement -

    ઉત્તરાખંડથી યુપી સુધી હાઇએલર્ટ

    હલ્દ્વાનીમાં થયેલા ભયાનક હુમલા બાદ ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે યુપીના તમામ જિલ્લાઓ પણ હાઇએલર્ટ પર છે. બરેલીમાં મૌલાના તૌકીર રઝાના ‘જેલ ભરો’ આંદોલનની જાહેરાત બાદ યુપી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મૌલાનાએ હલ્દ્વાની હિંસાઓ ઉલ્લેખ કરતાં વિવાદિત નિવેદન આપ્યું હતું કે, “અમે બરેલીને હલ્દ્વાની બનવા દઈશું નહીં’ સાથે તેમણે જ્ઞાનવાપીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યાં હતાં. આ બધી સ્થિતિ અને ઉત્તરાખંડ હિંસાને ધ્યાને લઈને યુપીના તમામ જિલ્લાઓને પણ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે કે, ઉત્તરાખંડથી જે પણ વાહનો આવે તેની સઘન તપાસ કરવામાં આવે.

    વિસ્તારને 5 સુપર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો

    હલ્દ્વાનીમાં હિંસા બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. બનભૂલપુરામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને 5 સુપર ઝોનમાં વહેચવામાં આવ્યો છે, જ્યાં 7 મેજિસ્ટ્રેટને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે ઉપદ્રવીને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. હલ્દ્વાનીમાં હાલ અર્ધલશ્કરી દળની 10 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સાથે પોલીસ તંત્ર તરફથી એવી જાહેરાત પણ કરવામાં આવી રહી છે કે, કોઈપણ વ્યક્તિ અફવા ફેલાવે નહીં અને ફેલાયેલી અફવા પર ધ્યાન આપે નહીં

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં