Sunday, March 23, 2025
More
    હોમપેજક્રાઈમ'અમારાં બાળકો અલ્લાહનાં ગુલામ': દિલ્હીની શાળાઓને ફરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, મળ્યો...

    ‘અમારાં બાળકો અલ્લાહનાં ગુલામ’: દિલ્હીની શાળાઓને ફરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, મળ્યો મેઇલ; પોલીસે શરૂ કરી તપાસ

    પોલીસે જણાવ્યું હતું કે આ ઈ-મેલ '[email protected]' પરથી મોકલવામાં આવ્યા હતા. ધમકીઓ મળ્યા બાદ શાળા પ્રશાસને તરત જ પોલીસને જાણ કરી હતી.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી રાજધાની દિલ્હીમાં અલગ-અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. તેવામાં શનિવારે (14 ડિસેમ્બર, 2024) ફરી એક વાર દિલ્હીની કેટલીક શાળાઓને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ઈ-મેલ મળ્યા બાદ તરત જ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક તપાસ આદરી હતી. આ ઈ-મેલ ‘ચિલ્ડ્રન ઓફ અલ્લાહ’ નામના યુઝર તરફથી મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

    દિલ્હી પોલીસે આપેલી માહિતી અનુસાર, આ મેઇલ સવારે 6:12 વાગ્યા આસપાસ મોકલવામાં આવ્યા હતા. આ ઈ-મેલ આરકે પૂરમ DPS, વસંત કુંજની રેયાન ઇન્ટરનેશનલ અને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી કેટલીક શાળાઓના સમૂહને એક સાથે મોકલવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ ઈ-મેલ ‘[email protected]’ પરથી મોકલવામાં આવ્યા હતા. ધમકીઓ મળ્યા બાદ શાળા પ્રશાસને તરત જ પોલીસને જાણ કરી હતી.

    ધમકીઓ મળ્યા બાદ તરત જ પોલીસ, બૉમ્બ સ્કવોડ અને ફાયર વિભાગના અધિકારીઓએ તપાસ આદરી હતી. જોકે તપાસના અંતે આ માત્ર પોકળ ધમકી હોવાનું સામે આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

    - Advertisement -

    શું લખવામાં આવ્યું છે આ ધમકીઓમાં?

    જે ધમકીભર્યા ઈમેલ કરવામાં આવ્યા છે, તેમાં લખવામાં આવ્યું કે, “અલ્લાહ તેની સજાનો વિરોધ કરવાના તમારા પ્રયાસને જોઈ રહ્યા છે. તમારા પ્રયાસ એકદમ વ્યર્થ છે, કારણ કે કોઈ પણ અલ્લાહના ઇન્સાફથી નહીં બચી શકે. મોહમ્મદ પૈગંબરે અલ્લાહ ખિલાફ જનારા તમામ લોકોને દુનિયાના દુશ્મન ઘોષિત કર્યા છે. અમને રોકવાના તમારા પ્રયાસ અમે જોઈ રહ્યા છો. તમારા કોઈ જ પ્રયાસ કામે નહીં લાગે, મહોમ્મદ પૈગબરે તેમનાં બાળકોને અલ્લાહની પાક આગમાં સળગવાની અનુમતિ આપી છે.”

    આ મેઇલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “શનિવારે જ્યારે શાળામાં બાળકો નહીં હોય, ત્યારે તેની ઈમારતને ઉડાવી દેવામાં આવશે. અમારા બૉમ્બ વેસ્ટને મહોમ્મદ પૈગંબરની દુઆ મળેલી છે. તે પોતાના લક્ષ્યને પામવામાં નિષ્ફળ નહીં જાય. અમારાં બાળકો અલ્લાહનાં બહાદુર ગુલામ છે, તેઓ પોતાનું કામ પૂર્ણ કરીને જ રહેશે.”

    નોંધવું જોઈએ કે અત્યાર સુધીમાં દિલ્હીની 30થી વધુ સ્કૂલને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. તમામ ધમકીઓ ઈમેલ દ્વારા જ આપવામાં આવી હતી. ધમકીઓ મળ્યા બાદ ચાલેલી તપાસમાં સામે આવ્યું છે કે આ ઈમેલ ભારત બહારથી કરવામાં આવ્યા છે. સદનસીબે અત્યાર સુધી આ ધમકીઓ પોકળ સાબિત થઈ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં