Sunday, February 2, 2025
More
    હોમપેજસ્પેશ્યલમોત, ગેરવહીવટ, કૌભાંડ… આવો હતો સપાનો કુંભ, CM યોગી ઉભું કરી રહ્યા...

    મોત, ગેરવહીવટ, કૌભાંડ… આવો હતો સપાનો કુંભ, CM યોગી ઉભું કરી રહ્યા છે વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ: અખિલેશે ભક્તો માટે તહેનાત કર્યા હતા 5 ડાઈવર્સ અને 1 આઝમ ખાન

    અખિલેશ યાદવે 2013ના કુંભને નિષ્ફળતાઓનું સ્મારક બનાવી દીધું હતું, ત્યારે યોગી સરકાર 2025ના કુંભને ડિજિટલ કુંભ તરીકે આયોજિત કરવાની તૈયારીઓ કરી છે. યોગી સરકારે આ મહાકુંભ માટે એક ખાસ એપ બનાવી છે. આ એપ 11 ભાષાઓમાં ચાલશે.

    - Advertisement -

    પ્રયાગરાજમાં (Prayagraj) મકરસંક્રાંતિથી (14 જાન્યુઆરી, 2025) મહાકુંભ (Mahakumbh 2025) શરૂ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકાર તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ભીડ વ્યવસ્થાપન સુધીનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. યોગી સરકારનું કહેવું છે કે, 2025નો મહાકુંભ સૌથી દિવ્ય હશે.

    આ આયોજનને લઈને ઉત્તર પ્રદેશના વિપક્ષને સમસ્યાઓ ઉભી થઇ રહી છે. ફૈઝાબાદના સપા સાંસદ અવધેશ કુમારે કહ્યું છે કે, મહાકુંભનું આયોજન કોઈ નવી વાત નથી અને તેમની સરકારમાં પણ આવું આયોજન થતું હતું. અવધેશ કુમારે દાવો કર્યો છે કે, આ વખતે મહાકુંભમાં લૂંટફાટ જેવું દેખાઈ રહ્યું છે.

    આ દરમિયાન તેમના નેતા અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ મહાકુંભની તૈયારીઓ પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. કોઈકવાર તે થાંભલાઓના ફોટા પોસ્ટ કરે છે અને કોઈકવાર અધૂરી પોલીસ ચોકીઓના ફોટા મૂકે છે. તેમનો દાવો છે કે, મહાકુંભનું કામ અધૂરું છે. જોકે, અખિલેશ યાદવ અને તેમની પાર્ટીના નેતાઓ ભૂલી જાય છે કે બરાબર 12 વર્ષ પહેલાં તેમની સરકાર દરમિયાન પ્રયાગરાજમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ગેરવહીવટની આખી દુનિયામાં ટીકા થઈ હતી.

    - Advertisement -

    અત્યારે ટીકા કરવાને બદલે અખિલેશ યાદવ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એક ઉદાહરણ સ્થાપિત કરી શક્યા હોત પરંતુ ત્યારે તેમણે કુંભમાં કોઈ રસ દાખવ્યો ન હતો. તેમની સરકારમાં મહાકુંભ દરમિયાન થયેલી નાસભાગથી માંડીને નાણાંનો ખર્ચ ન કરવા અને ભીડ વ્યવસ્થાપન સુધીની સેંકડો ગેરરીતિઓ થઈ હતી. આ અંગે CAGએ એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો, જેમાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું.

    આઝમ ખાનને મંત્રી બનાવ્યા, નાસભાગમાં 42ના મોત

    2013ના કુંભમાં અખિલેશ યાદવને આઝમ ખાન સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ મળ્યો નહોતો. આઝમ ખાનને આ મેળાની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આઝમ ખાનને કદાચ હિંદુઓના સૌથી મોટા મેળા કુંભમાં કોઈ રસ નહોતો અને તે દરમિયાન તેઓ રામપુરમાં પોતાની સમાનાંતર સરકાર ચલાવવામાં અને જૌહર યુનિવર્સિટી ઉભી કરવામાં લાગેલા હતા.

    જ્યારે આઝમ ખાન મંત્રી હતા ત્યારે આ કુંભ દરમિયાન પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર નાસભાગમાં 42 લોકોના મોત થયા હતા. આ અકસ્માત 10 ફેબ્રુઆરી 2013ના રોજ થયો હતો. આ દિવસે મૌની અમાવસ્યા હતી અને તે દિવસે લાખો ભક્તો ગંગાસ્નાન કરવા માટે પ્રયાગરાજ આવ્યા હતા.

    આ અકસ્માતનો અહેવાલ પણ પાછળથી બહાર આવ્યો હતો. આ અકસ્માતનું એક કારણ એ પણ હતું કે, રાજ્ય સરકારે પૂરતી બસોની વ્યવસ્થા નહોતી કરી. આ અકસ્માત બાદ આઝમ ખાને દેખાડો કરવા માટે તેમનું રાજીનામું આપ્યું હતું, પરંતુ અખિલેશ યાદવે રાજીનામું સ્વીકાર્યું નહોતું!

    આ દુર્ઘટનાના 2 દિવસ પછી અખિલેશ યાદવ પ્રયાગરાજ ગયા હતા અને કારમાં બેસી રહીને મેળામાં ઘૂમ્યા પછી પાછા ફર્યા હતા. તેમણે અહીં સ્નાન કરવું પણ જરૂરી માન્યું નહોતું. વર્તમાનમાં થાંભલાઓ  પર વાયર ન લગાવવા મામલે રાજ્યને ભીંસમાં મૂકી રહ્યા છે, પરંતુ આ જ અખિલેશ યાદવ તે દુર્ઘટના મામલે રાજનીતિ ન કરવાની અપીલો કરી રહ્યા હતા.

    કુંભ ચાલુ, 60% કામ અધૂરું

    આ ગેરરીતિઓ માત્ર આટલા પૂરતી સીમિત નહિતી. જ્યારે તે કુંભ અંગે CAG દ્વારા ઓડિટ કરવામાં આવ્યું ત્યારે વાસ્તવિક સત્ય બહાર આવ્યું હતું. CAGના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, 2013ના કુંભ માટે તમામ કામ પૂર્ણ કરવાની તારીખ શરૂઆતમાં 30 નવેમ્બર, 2012 નક્કી કરવામાં આવી હતી, પરંતુ આમાંથી ઘણા કામો મેળો શરૂ થયા પછી પણ પૂર્ણ થયા ન હતા. દરમિયાન મેળાની તારીખ ત્રણ વખત લંબાવવામાં આવી હતી.

    CAGના રિપોર્ટ અનુસાર, અખિલેશ યાદવની સરકાર મેળાની શરૂઆત એટલે કે 14 જાન્યુઆરી, 2013 સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત 59% કામ પૂર્ણ કરી શકી નહોતી. એટલે કે, હાલમાં થાંભલાઓ પર વાયર ન હોવાનો મુદ્દો ઉઠાવી રહેલા અખિલેશ યાદવ તેમની સરકારમાં મેળો શરૂ થયો ત્યાં સુધીમાં 60% કામ પણ પૂર્ણ કરી શક્યા ન હતા.

    અખિલેશની સરકારમાં રોડ નિર્માણના 111માંથી 65 કામો મેળો પૂર્ણ થયો ત્યાં સુધી બાકી હતા. એટલું જ નહીં, ₹26 કરોડના ચાર પ્રોજેક્ટ તો શરૂ પણ કરવામાં આવ્યા નહોતા. આ બધું હોવા છતાં અખિલેશ સરકારે જાન્યુઆરી 2013માં CAGને જાણ કરી હતી કે, તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. CAGએ આ અંગે સરકારને ભીંસમાં લીધી હતી.

    CAGને તેની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, કુંભ માટે જે દવાઓ, વાહનો અને અન્ય વસ્તુઓ સપ્લાય કરવાની હતી, તેમાંથી ₹2 કરોડથી વધુનો સામાન મેળો શરૂ થયા પછી પણ પહોંચ્યો નહોતો. કુંભના પૈસાથી એવા ઘણા કામો પૂરા કરાવી દેવામાં આવ્યા જેને કુંભ સાથે કંઈ લાગતું વળગતું નહોતું.

    કેન્દ્રએ આપેલ રૂપિયા ખાઈ ગયા, પોતાના પણ ના વાપર્યા

    2013ના મહાકુંભ માટે ₹1152 કરોડનું બજેટ બનાવવામાં આવ્યું હતું અને તેને બહાર પાડવામાં આવ્યું હતું. આ રકમમાંથી ₹341 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા. આ ખર્ચ કુંભ દરમિયાન બાંધવામાં આવનાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાકીની ખરીદી માટે કરવાનો હતો. પરંતુ આ નાણાં સંપૂર્ણ રીતે ખર્ચવામાં આવ્યા ન હતા. આ રકમમાંથી ₹1017 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે, ₹134 કરોડની રકમ પડી રહી હતી.

    આ સિવાય કેન્દ્ર સરકારે કુંભ માટે સમાજવાદી પાર્ટીને અલગથી ₹800 કરોડ આપ્યા હતા. આ રકમમાંથી એક પૈસો પણ અખિલેશ યાદવની સરકારે કુંભના કાર્ય માટે વાપર્યો નહોતો. આ બધી રકમ રાજ્ય સરકારે પોતાના કામોમાં વાપરી નાખી હતી.

    CAGના રિપોર્ટ અનુસાર, જો હિસાબ જોવામાં આવે તો, સપા સરકારે માત્ર ₹10 કરોડ એટલે કે બજેટનો 1% ભાગ જ કુંભ માટે ખર્ચ્યો હતો. કારણ કે ₹1141 કરોડ તો કેન્દ્ર સરકારે જ આપ્યા હતા. આ પછી પણ જે નાણા ખર્ચાયા તેમાં ઘણી ગેરરીતિઓ થઇ હતી. ગેરરીતિઓનું સ્તર એટલી હદે નીચું હતું કે, મેળામાં કામ કરતા ટ્રેક્ટરને બસ અને બાઈકના નંબર આપી દેવામાં આવ્યા હતા.

    CAGના રિપોર્ટ અનુસાર, 30 મજૂરોને એક જ સમયે બે જગ્યાએ કામ કરતા બતાવવામાં આવ્યા હતા. તેમને પૈસા પણ આપી દેવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ બ્રિજના રિપેરિંગના નામે કરોડો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો હતો, તો કેટલીક જગ્યાએ બેરિકેડિંગના નામે પૈસા ઉડાવવામાં આવ્યા હતા. એકંદરે મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થયો હતો.

    12 કરોડ લોકોની સુરક્ષા માટે માત્ર 5 ડાઇવર્સ!

    અખિલેશ સરકારે 2013ના કુંભ દરમિયાન માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા કે પૈસા ખર્ચવામાં જ બેદરકારી દાખવી હતી એટલું જ નહીં, પરંતુ અહીં શ્રદ્ધાળુઓના પ્રબંધનમાં પણ ખૂબ બેદરકારી દાખવવામાં આવી હતી. એક અંદાજ મુજબ, આ કુંભમાં દેશ-વિદેશમાંથી લગભગ 12 કરોડ લોકોએ ભાગ લીધો હતો. CAGનો રિપોર્ટ જ દર્શાવે છે કે, આ 12 કરોડ ભક્તોને સંભાળવા માટે માત્ર 5 ડાઇવર્સની નિમણૂક કરવામાં આવી હતી. આટલી મોટી ઘટનામાં લોકોની સુરક્ષાને ગંભીરતાથી ન લેવી એ કુંભ પ્રત્યે અખિલેશ સરકારની ઉદાસીનતા દર્શાવે છે.

    યોગી સરકાર આયોજિત કરવાની છે ડિજિટલ કુંભ

    જ્યારે અખિલેશ યાદવે 2013ના કુંભને નિષ્ફળતાઓનું સ્મારક બનાવી દીધું હતું, ત્યારે યોગી સરકાર 2025ના કુંભને ડિજિટલ કુંભ તરીકે આયોજિત કરવાની તૈયારીઓ કરી છે. યોગી સરકારે આ મહાકુંભ માટે એક ખાસ એપ બનાવી છે. આ એપ 11 ભાષાઓમાં ચાલશે. મહાકુંભમાં દરેક સેવા માટે QR કોડ લગાવવામાં આવ્યા છે.

    મહાકુંભની સુરક્ષા માટે સમગ્ર મેળા વિસ્તારમાં હજારો કેમેરા લગાવવામાં આવ્યા છે. આ બધા માટે એક સંકલિત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમમાં AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય અહીં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવશે. મહાકુંભ મેળાના વિસ્તારને 25 કમાન્ડ સેન્ટરમાં વહેંચવામાં આવ્યો છે.

    મહાકુંભ મેળાનો વિસ્તાર કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલો છે. જેના કારણે ભક્તોએ ઘણું ચાલવું પડતું હતું. હવે યોગી સરકાર આ સ્થિતિ બદલશે. યોગી સરકારે આ મહાકુંભમાં મેળાના વિસ્તારમાં શટલ બસ, ઈ-ઓટો અને ઈ-રિક્ષાની વ્યવસ્થા કરી છે. જે ભક્તોની સુવિધા માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે. હજારો પોલીસકર્મીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં