Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતસોમનાથમાં તંત્રનું મેગા ડિમોલિશન, સઘન સુરક્ષા વચ્ચે ગેરકાયદેસર દબાણો પર ફેરવી દેવાયું...

    સોમનાથમાં તંત્રનું મેગા ડિમોલિશન, સઘન સુરક્ષા વચ્ચે ગેરકાયદેસર દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર: 17 વીઘાં જમીન ખાલી કરાવાશે

    27 જાન્યુઆરીએ સવારથી જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારે માત્રામાં પોલીસ દળ પણ આ સાથે જોડાયું છે. જ્યારે રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો દબાણો હટાવવા પહોંચ્યો તો લોકોએ ઘરોની બહાર નીકળીને વિરોધ પણ દર્શાવ્યો હતો.

    - Advertisement -

    ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલાં ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યાં છે. આ માટે ભારે સુરક્ષા દળ સાથે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની ફરિયાદો આવતી હતી. જે બાદ આખરે તંત્રએ સોમનાથમાં કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે, હમણાં સુધીમાં 17 વીઘાં જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

    શનિવારે (27 જાન્યુઆરી) યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીએ સવારથી જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારે માત્રામાં પોલીસ દળ પણ આ સાથે જોડાયું છે. જ્યારે રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો દબાણો હટાવવા પહોંચ્યો તો લોકોએ ઘરોની બહાર નીકળીને વિરોધ પણ દર્શાવ્યો હતો. જોકે, તંત્રએ આ મામલે પીછેહઠ ન કરતાં તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 100 જેટલાં ઝૂંપડાં અને 21 જેટલા પાક્કા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ ઉપરાંત 17 વીઘાં જમીનને પણ દબાણોથી મુક્ત કરી દેવામાં આવી છે.

    ભારે સુરક્ષા વચ્ચે થઈ રહી છે કાર્યવાહી

    બુલડોઝર એક્શન દરમિયાન ત્યાં ઘણા અધિકારીઓ પણ હાજર છે. મામલતદાર, કલેકટર, પોલીસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર છે. આ ઉપરાંત બંદોબસ્તમાં 2 DySP અને 7 PI સહિતના અધિકારીઓ જોડાયા છે. જેની સાથે ડે. કલેકટર કેવી બાટીના માર્ગદર્શન હેઠળ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. SOG, LCB તેમજ પોલીસ GRD મળીને કુલ 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત છે.

    - Advertisement -

    લાંબા સમયથી સરકારી જમીન પર 100થી વધુ ઝૂંપડાં અને 21 પાક્કા મકાનો ઊભા કરી દેવામાં આવ્યાં હતાં. જેની સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. નોંધનીય છે કે, આ પહેલાં પણ યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ મંદિર આસપાસની ગેરકાયદેસર દુકાનો અને મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ અંગે પણ દર્શનાર્થીઓએ જ તંત્રને ફરિયાદ કરી હતી. દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં હતાં તે સમયે સોમનાથમાં પણ બુલડોઝર એક્શનની માંગ ઉઠી હતી. જે બાદ તત્રએતંત્રેસોમનાથ મંદિર અને તેની નજીકના હાઇવે પર ભારે સુરક્ષા દળ સાથે ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં