Saturday, September 14, 2024
More
    હોમપેજગુજરાતપવિત્ર યાત્રાધામ સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન: સઘન સુરક્ષા વચ્ચે દબાણો દૂર...

    પવિત્ર યાત્રાધામ સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન: સઘન સુરક્ષા વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી, હજારો ચોરસ મીટર જગ્યા ખાલી કરાશે

    સુરક્ષાને ધ્યાનએ લઈને ભારે માત્રામાં પોલીસના જવાનોને સોમનાથ તૈનાત કરાયા છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં 2 DYSP, 7 PI, 18 PSI, SOG, LCB, SRPની બે કંપની અને 300થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

    - Advertisement -

    ગીર સોમનાથમાં આવેલું યાત્રાધામ સોમનાથ પવિત્ર 12 જ્યોતિર્લિંગમાં સૌથી મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. જેના કારણે ત્યાં દેશભરમાંથી યાત્રાળુઓ આવતા રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મંદિરની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ વધી રહ્યું હતું. પરંતુ હવે સોમનાથ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલાં દ્વારકામાં પણ મેગા ડિમોલેશન હાથ ધરીને તમામ ગેરકાયદે બાંધકામ હટાવાયાં હતાં. ત્યારબાદ આ કાર્યવાહી સોમનાથમાં કરવામાં આવી રહી છે. સોમનાથમાં અત્યાર સુધીનું આ આ સૌથી મોટું ડિમોલિશન છે.

    સોમનાથ મંદિર આસપાસ અને વેરાવળ-સોમનાથ રોડ પર સરકારી જગ્યા પર થયેલાં દબાણોને દૂર કરવા માટે વહીવટીતંત્રએ કવાયત હાથ ધરી છે. રવિવારે (8 ઓક્ટોબર) વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી કે.વી બાટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. સુરક્ષાને ધ્યાનએ લઈને ભારે પ્રમાણમાં પોલીસના જવાનોને સોમનાથ તૈનાત કરાયા છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં 2 DYSP, 7 PI, 18 PSI, SOG, LCB, SRPની બે કંપની અને 300થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ દબાણ અંદાજે 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં છે. જેને હટાવવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

    સઘન સુરક્ષા વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ

    મળતી માહિતી અનુસાર 27થી વધુ વાણિજ્યહેતુના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ તંત્ર ખડકી દેવાયું છે. જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રોનની મદદ વડે પણ સોમનાથમાં સર્વેલન્સ શરૂ કરી દેવાયું છે.

    - Advertisement -

    નોંધવા જેવુ છે કે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં કોરિડોર બનવા જઈ રહ્યો છે ત્યારે એ પહેલાં તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ કોરિડોર અને મધ્ય પ્રદેશના ઉજ્જૈન કોરિડોર બાદ હવે સોમનાથમાં પણ ભવ્ય કોરિડોર બનવા જઈ રહ્યો છે. આ પહેલાં સોમનાથ યાત્રાધામમાં સરકારી જગ્યાઓ સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી રહી છે. એટલા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં