Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતમહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ...

    મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત: 7 દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન

    આ મંદિરની રચનામાં 1 લાખ 45 હજારથી પણ વધુ ઘન કૂટ પથ્થરો વપરાયા છે. 10 વર્ષની અથાગ મહેનત બાદ આ મંદિર આકાર લઈ રહ્યું છે. ત્યારે તેના માટે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 16 થી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં દેશના અનેક સાધુ-સંતો અને મહંતો ભાગ લેશે. અયોધ્યાથી પણ વિશેષ મહેમાનો ભાગ લેવા માટે મહેસાણા આવશે. ત્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, મહેસાણાના વાળીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારી પણ તેજ કરી દેવામાં આવી છે.

    વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને મહંત જયરામગીરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ દેશના PM નરેન્દ્ર મોદી મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિર પર ઉપસ્થિત રહેવાના છે. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. દેશના અનેક સંતોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

    10 વર્ષની મહેનત બાદ બન્યું છે ભવ્ય મંદિર

    મહેસાણાના વિસનગર ખાતે આકાર લઈ રહેલું ભવ્ય વાળીનાથ મંદિર સોમનાથ મંદિર પછીનું સૌથી મોટું શિવાલય હશે. મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર તરભ, આખા ગુજરાતનું આસ્થા અને અધ્યાત્મનું કેન્દ્ર છે. બળદેવગીરી મહારાજનું આ મંદિર બનાવવા માટેનું સ્વપ્ન હતું. આ મંદિરની રચનામાં 1 લાખ 45 હજારથી પણ વધુ ઘન કૂટ પથ્થરો વપરાયા છે. 10 વર્ષની અથાગ મહેનત બાદ આ મંદિર આકાર લઈ રહ્યું છે. ત્યારે તેના માટે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ભવ્ય વાળીનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર શિવલિંગની દેશના અનેક ધર્મસ્થાનોમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. સૌપ્રથમ દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગ ખાતે તેમની વિશેષ પૂજા કરવામાં આવી હતી. જે બાદ દેશના અનેક ધર્મસ્થાનોમાં લઈ જઈને વિશેષ પૂજા કરીને પવિત્ર કરવામાં આવ્યા બાદ તેમની સ્થાપના કરવામાં આવી રહી છે. VTVના અહેવાલ અનુસાર, એવું પણ કહેવાય રહ્યું છે કે, 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જોકે, આ વિશેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં