Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશફેક્ટચેક: શું બ્રિક્સ 2026નો લૉગો એક હૉસ્પિટલના લૉગોમાંથી ચોરી કરાયો? ઇકોસિસ્ટમના અપપ્રચાર...

    ફેક્ટચેક: શું બ્રિક્સ 2026નો લૉગો એક હૉસ્પિટલના લૉગોમાંથી ચોરી કરાયો? ઇકોસિસ્ટમના અપપ્રચાર વચ્ચે હકીકત જાણો

    ચકાસણી પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર પર લગાવવામાં આવેલા ચોરીના આરોપો સંપૂર્ણપણે ખોટા છે. વિપક્ષી સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પ્રોપગેન્ડા વેબસાઈટ્સે તથ્યોની ચકાસણી કર્યા વિના સરકારની છબી ખરડવા માટે આ વિવાદ ઊભો કર્યો હતો.

    - Advertisement -

    13 જાન્યુઆરી 2026ના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી ‘બ્રિક્સ ઇન્ડિયા 2026’ (BRICS India 2026) સમિટ માટે સત્તાવાર લૉગો અને વેબસાઇટનું અનાવરણ કર્યું. પરંતુ લૉન્ચિંગની ગણતરીની મિનિટોમાં જ આ લૉગો સોશિયલ મીડિયા પર વિવાદનું કેન્દ્ર બની ગયો. અથવા વિવાદનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વિપક્ષી સમર્થકો અને કેટલાક પત્રકારો દ્વારા. આ ટોળકીએ દાવો એવો કર્યો કે આ લૉગો તેલંગાણાની એક હોસ્પિટલના લૉગોમાંથી ચોરી કરવામાં આવ્યો છે.

    પરંતુ શું ખરેખર ભારત સરકારે કોઈ ખાનગી સંસ્થાની ડિઝાઈન ચોરી છે? વિગતો તપાસતાં સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે.

    ભારત સરકારે જાહેર કરેલો બ્રિક્સ 2026નો લૉગો ભારતની સાંસ્કૃતિક ઓળખ સમાન ‘કમળ’થી પ્રેરિત છે. લોગોની મધ્યમાં બે પાંખડીઓ ‘નમસ્તે’ની મુદ્રામાં જોડાયેલી છે, જે ભારતીય આતિથ્ય સત્કાર દર્શાવે છે. કમળની પાંચ મુખ્ય પાંખડીઓ બ્રિક્સના પાંચ સ્થાપક દેશોની એકતાનું પ્રતીક છે.

    - Advertisement -

    લૉગો જાહેર થતાં જ ઇકોસિસ્ટમ લાગી ગઈ ધંધે

    જેવા જ આ લૉગોના ફોટા જાહેર થયા કે તરત જ સોશિયલ મીડિયા પર તેલંગાણામાં આવેલી ‘લોટસ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ’ના લૉગો સાથે તેની તુલના શરૂ થઈ ગઈ. કોંગ્રેસ ટ્રોલ્સે સોશિયલ મીડિયા પર લખવા માંડ્યું કે આ તો બહુ શરમજનક બાબત કહેવાયા અને ભારતીય અધિકારીઓએ સીધો એક હોસ્પિટલનો લૉગો ઉઠાવીને છાપી માર્યો. એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સમિટ માટે, જેની અધ્યક્ષતા આ વર્ષે ભારત પાસે છે.

    એવો પણ દાવો કરાયો કે હોસ્પિટલનો આ લૉગો બિહારના લલિત કમલ કુમારે માત્ર ₹200માં બનાવ્યો હતો, જેને સરકારે પોતાનો ગણાવી દીધો.

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના મીડિયા સલાહકાર પંકજ પચૌરીએ દાવો કર્યો કે BRICS 2026નો લૉગો 12 વર્ષ જૂની એક હોસ્પિટલમાંથી કૉપી કરવામાં આવ્યો છે. સાથે સરકારની મજાક ઉડાવવાના પણ પ્રયાસ કર્યા.

    આ દરમિયાન લેફ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ પણ વહેતી ગંગામાં હાથ ધોવા કૂદી પડ્યું અને ‘હૈદરાબાદ હોસ્પિટલના પ્રતીક સાથે સમાનતા ધરાવતા BRICS 2026 લૉગોએ વિવાદ જગાવ્યો’ શીર્ષક હેઠળ એક અહેવાલ પ્રકાશિત કર્યો.

    શું છે હકીકત?

    આ વિવાદનું સત્ય જાણવા માટે બે મુખ્ય મુદ્દાઓ સમજવા જરૂરી છે.

    આ લૉગો કોઈ નવો નથી. વાસ્તવમાં ભારત સરકારે 2016માં જ્યારે બ્રિક્સ સમિટની યજમાની કરી હતી ત્યારે જ આ લૉગો બનાવવામાં આવ્યો હતો. 2016માં વિદેશ મંત્રાલયે ‘MyGov’ પોર્ટલ પર એક ઓપન સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધામાં સુદીપ સુભાષ ગાંધી નામના કલાકારની ડિઝાઈન વિજેતા બની હતી.

    ડિસેમ્બર 2016માં તત્કાલીન વિદેશ રાજ્ય મંત્રી વી.કે. સિંઘે રાજ્યસભામાં સત્તાવાર રીતે આ લૉગોની પસંદગી પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. એટલે કે આ ડિઝાઈન સત્તાવાર રીતે ભારત સરકાર પાસે 2016થી એટલે કે છેલ્લાં 10 વર્ષથી છે.

    હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ક્યારે થયું? 2018માં

    જે હોસ્પિટલના લૉગોમાંથી ચોરીનો આરોપ છે તે ‘લોટસ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ’ (સિકંદરાબાદ)ના સત્તાવાર સરકારી રેકોર્ડ્સ તપાસતાં જાણવા મળ્યું કે આ હોસ્પિટલની નોંધણી (Registration) તારીખ 12 સપ્ટેમ્બર 2018 છે. જ્યારે બ્રિક્સનો લૉગો 2016માં જાહેર થયો હતો. જે 2016થી સાર્વજનિક છે તેની ચોરી 2018માં બનેલી કોઈ સંસ્થામાંથી કેવી રીતે થઈ શકે? ઉલટું, એવું કહી શકાય કે હોસ્પિટલે સરકારી લૉગોથી પ્રેરિત થઈને પોતાની ડિઝાઈન બનાવી હશે.

    ચકાસણી પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર પર લગાવવામાં આવેલા ચોરીના આરોપો સંપૂર્ણપણે ખોટા છે. વિપક્ષી સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પ્રોપગેન્ડા વેબસાઈટ્સે તથ્યોની ચકાસણી કર્યા વિના સરકારની છબી ખરડવા માટે આ વિવાદ ઊભો કર્યો હતો. 2026માં ભારત ફરીથી અધ્યક્ષતા કરી રહ્યું હોવાથી સરકારે 2016ના આ જ સફળ લૉગોનો પુનઃઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં