Wednesday, September 18, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકફેક્ટચેક: નાણામંત્રી પર કટાક્ષ કરતી ખોટી ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ, આખરે...

    ફેક્ટચેક: નાણામંત્રી પર કટાક્ષ કરતી ખોટી ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ, આખરે સ્પષ્ટતા થઇ 

    નિર્મલા સીતારામન વિષે વાયરલ થયેલી ખોટી માહિતીને PIB દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું અને વાયરલ માહિતી ખોટી હોવાનું સાબિત થયું હતું.

    - Advertisement -

    સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર ઉપર નાણામંત્રી નિર્મલા સીતારમનને લઈને એક ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે. જેને કેટલાક ટ્વિટર યુઝરો સત્ય માનીને ટિપ્પણી પર કરવા માંડ્યા હતા. આખરે આ ભ્રામક ટ્વિટ અંગે PIB ફેક્ટચેક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. 

    ગુરુવારે (12 મૅ 2022) ‘Rofl Gandhi 2.0’ નામના એક ટ્વિટર અકાઉન્ટ પરથી નાણામંત્રી નિર્મલા સીતારમણની એક તસ્વીર પોસ્ટ કરીને ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં નાણામંત્રીને અમેરિકી ડૉલરની સરખામણીએ ઘટતા રૂપિયાના મૂલ્યને યોગ્ય ઠેરવતાં દર્શાવવામાં આવ્યાં હતાં. 

    પેરોડી ટ્વિટર હેન્ડલે નાણામંત્રીની તસ્વીર શેર કરીને લખ્યું, “અમે કરિયાણા અને અન્ય ચીજવસ્તુઓની ખીરીદી ભારતીય રૂપિયામાં કરીએ છીએ. અમે યુએસ ડૉલર વાપરતા નથી. તો પછી અમારે ડૉલરના મૂલ્યની ચિંતા શા માટે કરવી જોઈએ? #RupeeVsDollar”

    - Advertisement -

    નાણામંત્રીને લઈને કરવામાં આવેલ આ વ્યંગ્યપૂર્ણ ટ્વિટને કેટલાક ઇન્ટરનેટ યુઝરોએ સત્ય માની લીધું હતું. એક દિવ્યેન્દુ હલદર નામના યુઝરે લખ્યું, ‘હવે મને  સમજાય છે કે શા માટે આપણી અર્થવ્યવસ્થા આગળ વધી રહી નથી. કારણ કે આપણા નાણામંત્રી નૉન મેટ્રિક ગ્રેજ્યુએટ છે.” 

    અન્ય એક યુઝર શૌકત આઝમીએ આ ટ્વિટને ક્વૉટ કરીને નાણામંત્રીને મૂર્ખ ગણાવ્યા હતા. અહમદ રઝા નામના યુઝરે લખ્યું, “વાહ, તેમને કશું સમજ પડતી નથી, હંમેશા કંઈ પણ બોલતા રહે છે.” 

    ટ્વિટનો સ્ક્રીનશોટ

    અન્ય એક યુઝરે પેરોડી હેન્ડલના ટ્વિટને ક્વૉટ કરીને પૂછ્યું કે શું નાણામંત્રીએ ખરેખર આવું કહ્યું છે.

    શું છે સત્ય?

    નાણામંત્રી અંગે ભ્રામક ટ્વિટ વાયરલ થયા બાદ આ મામલે PIBએ ફેક્ટચેક કરી સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી. PIB દ્વારા નાણામંત્રીને લઈને કરવામાં આવેલ ખોટા દાવા અંગે ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું. 

    PIB ફેક્ટ ચેકના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું કે, “નાણામંત્રી રૂપિયા અને ડૉલરના મૂલ્ય અંગે નિવેદન આપતા હોય તેવી એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ આ દાવો ખોટો છે. નાણામંત્રીએ આવું કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી.”

    2019 ના એક પ્રસંગને લઈને નાણામંત્રી પર કટાક્ષ કરવામાં આવ્યો હતો 

    ડિસેમ્બર 2019માં, વિપક્ષી પાર્ટીઓ અને તેમના સમર્થકો દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક ક્રૉપ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રી ડુંગળીના વધતા ભાવોને લઈને નિવેદન આપી રહ્યાં હતાં . નાણામંત્રીનો આ અડધો વિડીયો શેર કરીને તેમની ખૂબ ટીકા કરવામાં આવી હતી.

    લોકસભામાં ચર્ચા દરમિયાન NCP સાંસદ સુપ્રિયા સુલેએ નાણામંત્રીને મુદ્રા લૉન અને ડુંગળીના વધતા ભાવોને લઈને પ્રશ્ન પૂછ્યો હતો અને અછતને પહોંચી વળવા માટે સરકારે લીધેલા પગલાં અંગે પણ જવાબ માંગ્યો હતો.

    સાંસદના પ્રશ્નનો જવાબ આપવા માટે નાણામંત્રી ઊભાં થયાં ત્યારે સુપ્રિયા સુલેએ વચ્ચેથી તેમને અટકાવીને પૂછ્યું હતું કે શું તેઓ ડુંગળીનો ઉપયોગ કરે છે? જેના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, તેઓ બહુ ડુંગળી-લસણ ખાતા નથી અને પોતે એવા પરિવારમાંથી આવે છે જ્યાં તેમને  ડુંગળીના ભાવ બહુ પરેશાન કરતા નથી.”

    આ નિવેદનને લઈને ક્રૉપ કરવામાં આવેલ વિડીયો કોઈ પણ ચર્ચા કે સંદર્ભ વગર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. બહુ ઝડપથી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને દાવો કરવામાં આવ્યો કે નાણામંત્રી પોતે વધતા ભાવોથી ચિંતિત થતા નથી તેમ કહીને અસંવેદનશીલ થઇ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં