સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ટેલીપ્રોમ્પ્ટર અટકી જવાના કારણે પીએમ મોદી (PM Narendra Modi) બોલતા અટકી ગયા હતા. પહેલાં આમ આદમી પાર્ટીના સમર્થકો અને નેતાઓએ આ વિડીયો ફેરવીને દાવા કર્યા બાદ હવે કોંગ્રેસીઓ પણ કૂદી પડ્યા છે.
રવિવારે (5 જાન્યુઆરી) આમ આદમી પાર્ટીએ પીએમ મોદીનો એક 19 સેકન્ડનો વિડીયો પોસ્ટ કરીને લખ્યું, ‘દિલ્હીમાં ભાજપની જેમ જ મોદીજીનું ટેલીપ્રોમ્પ્ટર પણ ફેલ થઈ ગયું.’
दिल्ली में BJP की तरह मोदी जी का Teleprompter भी Fail हो गया…. pic.twitter.com/iqSsx0GZ4K
— AAP (@AamAadmiParty) January 5, 2025
વિડીયોમાં પીએમ મોદી કહેતા સંભળાય છે કે, “…લોકાર્પણ કરીને હું અહીં આવ્યો છું.” ત્યારબાદ તેઓ થંભી જાય છે અને કેમેરા જનતા પર ફરતા રહે છે.
ટૂંકમાં, AAPનો દાવો એવો છે કે ‘અહીં આવ્યો છું’ પછી પીએમ મોદીનું ટેલિપ્રોમ્પ્ટર અટકી ગયું હતું, જેથી તેઓ આગળ ન બોલી શક્યા. ટેલીપ્રોમ્પ્ટર એક ડિવાઇસ હોય છે, જેનો નેતાઓ સંબોધન દરમિયાન ઉપયોગ કરતા હોય છે.
આમ આદમી પાર્ટીના સમર્થકો પણ આ વિડીયો ફેરવીને આ જ પ્રકારના દાવા આગળ વધારવામાં લાગ્યા છે.
The teleprompter stopped working in the middle of the speech 🤣🤣🤣 pic.twitter.com/f2P7ZO1Dx0
— Roshan Rai (@RoshanKrRaii) January 5, 2025
ત્યારબાદ કોંગ્રેસીઓ પણ આ પ્રોપગેન્ડા આગળ વધારવામાં લાગી પડ્યા. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘ટેલીપ્રોમ્પ્ટર ફેલ, સાહેબ કે સંગ હો ગયા ખેલ.’
टेलीप्रॉम्प्टर फेल
— Supriya Shrinate (@SupriyaShrinate) January 5, 2025
साहेब के संग हो गया खेल pic.twitter.com/OcmJ220chX
વાસ્તવિકતા શું છે?
અહીં હકીકત કંઇક જુદી છે. વાસ્તવમાં પીએમ મોદીએ જે સમય લીધો હતો તેનું કારણ એ ન હતું કે તેમનું ટેલીપ્રોમ્પ્ટર બંધ પડી ગયું હતું કે તેઓ ભાષણની લાઇનો ભૂલી ગયા હતા, જેવો દાવો કરવામાં આવી રહ્યો છે. કારણ એ હતું કે લોકો સતત તેમના નામના નારા લગાવી રહ્યા હતા.
પીએમ મોદીની આધિકારિક યુટ્યુબ ચેનલ પર તેમના આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ વિડીયોમાં 1:24થી આ હિસ્સો જોઈ શકાય છે. જેમાં લોકો સતત મોદી..મોદીના નારા લગાવતા સાંભળવા મળે છે. હવે કોઈ પણ નારાબાજી થતી હોય કે તાળીઓનો ગડગડાટ થતો હોય ત્યારે વક્તા થંભી જાય એ દેખીતી અને સમજવા જેવી વાત છે.
વધુમાં, પીએમ મોદી જ્યારે ફરી બોલવાનું શરૂ કરે ત્યારે પણ સ્પષ્ટ રીતે નારા તરફ જ સંકેત કરતા જોવા મળે છે. તેઓ કહે છે, “દિલ્હીનો આ ઉત્સાહ, આ ઉમંગ, આ હોંસલો ખરેખર અદ્ભુત છે. તમને સૌને અનેકાનેક અભિનદન.”
એટલે અહીં કોંગ્રેસીઓ કે આમ આદમી પાર્ટીવાળાઓ જે દાવો કરી રહ્યા છે તેવું કશું જ બન્યું નથી. આ બીજું કાંઈ નહીં પણ પીએમ મોદી સામે કોઈ મુદ્દો ન મળતાં ઉપજાવી કાઢેલી વાત છે.