Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણપીએમ મોદીનો 2011નો અધૂરો વિડીયો પોસ્ટ કરીને કોંગ્રેસે GST પર ફેલાવ્યું જુઠ્ઠાણું:...

    પીએમ મોદીનો 2011નો અધૂરો વિડીયો પોસ્ટ કરીને કોંગ્રેસે GST પર ફેલાવ્યું જુઠ્ઠાણું: ગણતરીની મિનિટોમાં જનતાએ જ કરી નાખ્યું ફેક્ટચેક

    વાસ્તવમાં જે ક્લિપ મૂકીને કોંગ્રેસે દાવો કર્યો કે, PM મોદીએ કહ્યું હતું કે GST સફળ થઈ શકશે નહીં એ અધુરો વિડીયો છે. આ વિડીયો 2011નો છે. જેમાં PM મોદીએ આર્થિક રિફોર્મ્સ અંગે વાત કરી હતી.

    - Advertisement -

    PM મોદીના અને GSTના વિરોધમાં અંધ બનીને દેશની સૌથી જૂની અને સંસદમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી કોંગ્રેસ બઘવાઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે. 2 દિવસ પહેલાં જ કેરળ કોંગ્રેસના X હેન્ડલ પરથી GSTનો વિરોધ દર્શાવતી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં બિહારીઓ અને બીડીની તુલના કરવામાં આવી હતી. જેના કારણે કોંગ્રેસે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પછીથી એ પોસ્ટ ડીલીટ કરવામાં આવી હતી.

    હવે કોગ્રેસના રાષ્ટ્રીય X હેન્ડલ પરથી અન્ય એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયનો એક વિડીયો અને 5 સપ્ટેમ્બરનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જૂના વિડીયોમાં મોદી કહી રહ્યા છે કે, GST ક્યારેય સફળ થઈ શકશે નહીં. અને બીજો વિડીયો GST સુધારા જાહેર થયા બાદનો છે. આ પોસ્ટ થતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જનતાએ જ કોંગ્રેસને સણસણતો જવાબ આપી દીધો છે.

    વાસ્તવમાં જે ક્લિપ મૂકીને કોંગ્રેસે દાવો કર્યો કે, PM મોદીએ કહ્યું હતું કે GST સફળ થઈ શકશે નહીં એ અધુરો વિડીયો છે. આ વિડીયો 2011નો છે. જેમાં PM મોદીએ આર્થિક રિફોર્મ્સ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આજથી એક વર્ષ પહેલાં ભારતના નાણામંત્રી શ્રીમાન પ્રણવ મુખર્જી સાથે મારી મિટિંગ ગુજરાતમાં થઈ હતી અને ત્યારે મેં તેમને કહ્યું હતું કે, જ્યાં સુધી તમે IT નેટવર્ક ઉભું નહીં કરો ત્યાં સુદી GST સફળ થઈ શકશે નહીં અને મારી વાતનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો.”

    - Advertisement -

    મોદી આગળ કહી રહ્યા છે કે, “તેમણે મારી હાજરીમાં જ તેમના પ્રિન્સિપાલ સેક્રેટરીને સૂચના આપી હતી કે, એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે અને તત્કાલ IT બેકઅપની વ્યવસ્થાનો પ્રબંધ કરવામાં આવે, ત્યારે જ GST સફળ થઈ શકે છે. તેમણે પણ આ વાત સ્વીકારી હતી.” મોદીએ એમ પણ કહ્યું હતું કે આ વાતચીત પછી પણ ભારત સરકારે એ દિશામાં કોઈ કામ કર્યું નહોતું.

    જોકે, કોંગ્રેસે માત્ર ‘GST સફળ નહીં થઈ શકે’નો ભાગ જ પકડ્યો અને આગળ-પાછળનો સંદર્ભ હટાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ ભ્રામક વિડીયોનો હેતુ પણ લોકોને ગુમરાહ કરવાનો જ હતો. જોકે, લોકોએ જ આખો વિડીયો શોધીને કોંગ્રેસને જવાબ આપી દીધો છે.

    આ વાત થઈ 2011ની. અહીં મહત્વપૂર્ણ એ છે કે 2011માં જ PM મોદીને ખબર હતી કે GST સફળ કરવા માટે IT નેટવર્ક ઉભું કરવું પડશે. 2014માં ભાજપે સત્તામાં આવ્યા બાદથી જ કદાચ IT નેટવર્ક ઉભું કરવાની શરૂઆત કરી દીધી હતી, એટલે જ 2017માં GST લાગુ કરવામાં આવ્યો. જોકે, GST લાગુ થયા પછી પણ તેમાં સુધારા કરવાની તૈયારી તો મોદી સરકારની હતી જ.

    જે કામ કોંગ્રેસ વર્ષ 65-70 વર્ષમાં નહોતી કરી શકી એની અપેક્ષા 10 વર્ષમાં રાખવી એ મૂર્ખાઈ છે. પણ 11 વર્ષનું મોદી સરકારનું સરવૈયું જોવામાં આવે તો GST સિવાય પણ કલમ 370થી લઈને CAA સુધી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને વચ્ચે વચ્ચે આતંકવાદી હુમલાઓનો જવાબ આપવા સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને ઑપરેશન સિંદૂર સુધીની સૈન્ય કાર્યવાહીઓ પણ ખરી જ.  

    જોકે કોંગ્રેસને આ બધું દેખાવાનું નથી. તેઓ મોદી વિરોધમાં એટલા અંધ બની ગયા છે કે 13-14 વર્ષ જૂના વિડીયોની અધૂરી ક્લિપ પોસ્ટ કરીને ગાંડા કાઢી રહ્યા છે. હવે આ પોસ્ટ પણ B ફોર બિહારવાળી પોસ્ટની જેમ કેટલી જલ્દી ડિલીટ થઈ જશે એની ગણતરી કરવી રહી.

    આ જોઈને મહાભારતના ધૃતરાષ્ટ્રની યાદ આવે છે. પાંડવો સાચા છે અને સ્વયં ધર્મ તેમની પક્ષે છે એ જાણવા છતાં ધૃતરાષ્ટ્રએ પુત્ર મોહમાં અંધ બની કુરુકુળનો વિનાશ વેર્યો હતો. (નોંધ: આ બાબતને કોંગ્રેસ, રાહુલ ગાંધી, કે ગાંધી પરિવાર સાથે લાગતું વળગતું નથી.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં