અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં (Columbia University) હમાસ સમર્થક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી ભારતીય વિદ્યાર્થિની (Indian student) રંજની શ્રીનિવાસને (Ranjani Srinivasan)14 માર્ચના રોજ સેલ્ફ ડિપોર્ટનો વિકલ્પ પસંદ કરીને અમેરિકા છોડી દીધું છે. તેણે અમેરિકા છોડીને કેનેડા જવા માટેનો વિકલ્પ પસંદ કર્યો છે. હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ બાબતની પુષ્ટિ પણ કરી છે. રંજનીએ કોલમ્બિયા યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રો-હમાસ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેની આ ભાગીદારીથી ઉત્પન્ન થયેલી સુરક્ષા ચિંતાઓના કારણે ટ્રમ્પ પ્રશાસને તેના વિઝા રદ કરી દીધા હતા.
તેણે અમેરિકાથી સેલ્ફ ડિપોર્ટ થવા માટે CBP હોમ એપનો ઉપયોગ કર્યો હતો. આ એપ બાયડન પ્રશાસન દ્વારા લૉન્ચ કરવામાં આવી હતી. તેનો ઉપયોગ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર નાગરિકો સેલ્ફ ડિપોર્ટ થવા માટે કરતા હતા. આ એપ દ્વારા અમેરિકી સરકારને સેલ્ફ ડિપોર્ટ થવા માટેની સૂચના મોકલવામાં આવે છે અને ત્યારબાદ પોતાની રીતે અમેરિકા છોડી દેવાનું રહે છે. 5 માર્ચના રોજ રંજની શ્રીનિવાસના વિઝા રદ થયા બાદ તેણે આ જ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અમેરિકા છોડી દીધું છે.
કોણ છે રંજની શ્રીનિવાસન?
રંજની શ્રીનિવાસન કોલમ્બિયા યુનિવર્સિટીમાં અર્બન પ્લાનિંગમાં ડૉક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરનારી ભારતીય વિદ્યાર્થિની છે. તે F-1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતી હતી. હમાસ સમર્થક ગતિવિધિઓમાં સામેલ થયા બાદ તેના આ વિઝા રદ કરવામાં આવ્યા હતા. હોમલેન્ડ સિક્યુરિટી ડીપાર્ટમેન્ટે આધિકારિક રીતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે.
PhD કોર્સમાં દાખલ થયા પહેલાં રંજનીએ કોલમ્બિયા યુનિવર્સિટીમાં જ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, પ્લાનિંગ એન્ડ પ્રિઝર્વેશનમાં (GSAPP)અર્બન પ્લાનિંગમાં Mphilની ડિગ્રી મેળવી હતી. તે સિવાય તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ડિઝાઇનમાં માસ્ટર ઑફ ડિઝાઇન પણ કર્યું હતું અને CEPT યુનિવર્સિટી અમદાવાદથી ડિઝાઇનમાં ગ્રેજ્યુએટની ડિગ્રી પણ મેળવી હતી
NYU વેગનર પર તેના બાયો અનુસાર, તેનું સંશોધન ભારતના પેરી-અર્બન શહેરોમાં લેન્ડ-લેબર સંબંધોની વિકસતી પ્રકૃતિ પર કેન્દ્રિત હતું. તેના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય “શ્રમના રાજકીય અર્થતંત્રમાં પરિવર્તનોની તપાસ કરવાનો હતો, જે હવે બેરોજગારી વૃદ્ધિના વર્તમાન સંકટમાં પરિણમ્યો છે.” કોલંબિયા યુનિવર્સિટીના બાયોમાં જણાવાયું છે કે, “તેનું વર્તમાન સંશોધન 1880થી અત્યાર સુધી ભારતના કર્ણાટકના સેન્ટ્રલ શિસ્ટ બેલ્ટમાં મજૂર ચળવળો, રાજ્ય-નિર્માણ, વસાહતી શાસન અને વૈશ્વિક મૂડીવાદી પુનર્ગઠનના સંબંધમાં સોનાના ખનન સરહદોના પરિવર્તન પર કેન્દ્રિત છે.”
તે સિવાય તેણે વોશિંગ્ટનમાં ‘ક્લાઇમેટ ચેન્જથી જોખમમાં રહેલા સરહદી સમુદાયો’ વિષય પર પર્યાવરણીય હિમાયતી NGO માટે અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ખાતે વેસ્ટ ફિલાડેલ્ફિયા લેન્ડસ્કેપ પ્રોજેક્ટ (WPLP) માટે એક સંશોધક તરીકે કામ કર્યું હતું.
ભારતને વિભાજિત કરતુ લખાણ લખતી હોવાનો પણ દાવો
આ બધી બાબતો સિવાય તે પણ સામે આવ્યું છે કે, રંજની શ્રીનિવાસન એક કટ્ટર વામપંથી છે, જે અમેરિકામાં રહીને ભારતને તોડવાના મુદ્દા પર લખતી હતી. તેણે લખેલા કેટલાક નિબંધો પણ સામે આવ્યા છે, જેમાં તે કથિત ‘બ્રાહ્મણવાદી’ માનસિકતાની ટીકા કરી રહી છે અને પ્રહારો કરી રહી છે.
🇮🇳Ranjani Srinivasan, fleeing to 🇨🇦Canada after being put on notice by 🇺🇸DHS for supporting Hamas, a terrorist organization.
— Hero For Fun (@XClassHero) March 14, 2025
Srinivasan was in 🇺🇸US on a F-1 student visa at Columbia.
👇Excerpt from an essay written by her pushing the fake Western Caste narrative on 🕉️Hindus. pic.twitter.com/xOhzVE1Ojv
નોંધવા જેવું છે કે, CEPT યુનિવર્સિટીમાં ડિઝાઇનમાં સ્નાતક પૂરું કરીને રંજની અમેરિકા જતી રહી હતી. તે અમેરિકામાં ભણવાની જગ્યાએ હમાસ અને ઇસ્લામી આતંકવાદનું સમર્થન કરવા લાગી હતી. હાલમાં જ કોલમ્બિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઘણા દિવસો સુધી ઓફિસો પર કબજો કરી લીધો હતો અને પોલીસ સાથે અથડામણ પણ ઊભી કરી હતી. હજુ તે સ્પષ્ટ નથી થયું કે, રંજની આ હોબાળામાં સામેલ હતી કે નહીં. પરંતુ હમાસના સમર્થનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં તેની ભાગીદારી સ્પષ્ટ છે.