Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણગેરકાયદે 32 કર્મચારીઓની ભરતી, વક્ફની સંપત્તિ પણ આપી દીધી હતી ભાડે: જે...

    ગેરકાયદે 32 કર્મચારીઓની ભરતી, વક્ફની સંપત્તિ પણ આપી દીધી હતી ભાડે: જે કૌભાંડને લઈને AAP નેતા અમાનતુલ્લાહની થઈ છે ધરપકડ, જાણો તે કેસ વિશે

    SDMએ ફરિયાદ દાખલ કરીને કહ્યું હતું કે, અમાનતુલ્લાહે ગેરકાયદેસર પોતાના નજીકના લોકોની કર્મચારી તરીકે નિયુક્તિ કરી હતી, જેના કારણે યોગ્ય લોકોને તક મળી શકી નહોતી અને સરકારી તિજોરીને પણ ઘણું નુકશાન થયું હતું.

    - Advertisement -

    EDએ 2 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય અમાનતુલ્લાહની દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસ મામલે ધરપકડ કરી હતી. તેમના પર આરોપ છે કે, તેમણે દિલ્હી વક્ફ બોર્ડ અધ્યક્ષ તરીકે તેમની સત્તાનો દુરુપયોગ કરી 32 લોકોની ગેરકાયદેસર ભરતી કરાવી અને વક્ફની સંપત્તિઓ ભાડે આપી હતી. EDએ આ અગાઉ 2 વખત તેમની પૂછપરછ કરી હતી, અને સોમવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સોમવારે વહેલી સવારે જ એજન્સીના અધિકારીઓ તેમના ઘર પર પહોંચી ગયા હતા. શરૂઆતમાં AAP નેતા અને અધિકારી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને ત્યારબાદ એજન્સીના અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 6 કલાકના સર્ચ બાદ આખરે અમાનતુલ્લાહની ધરપકડ કરી લેવામાં આવી હતી. દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આખા કેસ વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે.

    અમાનતુલ્લાહ પર ક્યાં-ક્યાં આરોપો છે?

    • આરોપ છે કે, અમાનુતલ્લાહે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ પદ પર રહીને ઘણું કાળું નાણું એકઠું કર્યું છે. આ ગેરકાયદેસર કમાણીનો ઉપયોગ તેમના નજીકના લોકો દ્વારા રિયલ એસ્ટેટમાં થતો હતો.
    • બીજો આરોપ એ છે કે, અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, અમાનતુલ્લાએ ₹100 કરોડની વકફ પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે લીઝ પર આપી હતી અને વક્ફ બોર્ડમાં 32 કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક પણ કરી હતી.
    • અન્ય એક આરોપ એ છે કે, અમાનતુલ્લાહ ખાને મહેબૂબ આલમ સાથે મળીને તેમના પદનો દુરુપયોગ કર્યો, નિયમો અને ભરતી પ્રક્રિયાની જાણી જોઈને અવગણના કરી.

    શું છે સમગ્ર કેસ?

    વર્ષ 2016માં 12 માર્ચે અમાનતુલ્લાહની દિલ્હી વક્ફ બોર્ડ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ બાદ દિલ્હી સરકારના મહેસૂલ વિભાગના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે (SDM) અમાનતુલ્લાહ પર આરોપ મૂક્યો હતો કે, તેમણે સક્ષમ અધિકારી લેફ્ટનન્ટ-ગવર્નરની (LG) અવગણના કરી દિલ્હી વક્ફ બોર્ડના કેટલાક મુખ્ય અધિકારીઓની નિમણૂક કરી હતી. SDMએ ફરિયાદ દાખલ કરીને કહ્યું હતું કે, અમાનતુલ્લાહે ગેરકાયદેસર પોતાના નજીકના લોકોની કર્મચારી તરીકે નિયુક્તિ કરી હતી, જેના કારણે યોગ્ય લોકોને તક મળી શકી નહોતી અને સરકારી તિજોરીને પણ ઘણું નુકશાન થયું હતું.

    ઉલ્લેખનીય છે કે, અમાનતુલ્લાહની નિમણૂક પહેલાં જ 4 માર્ચના રોજ બોર્ડના સેવા વિભાગના નવા CEOની નિમણૂક કરવામાં આવી હતી. આ મામલે SDMએ આરોપ મૂક્યો હતો કે, અમાનતુલ્લાહે વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયાના બે દિવસ પછી, બોર્ડના નવા CEOની નિમણૂક કરવા એક ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવના આધારે, ખાને CEOની નિમણૂક અંગે મહેસૂલ વિભાગના વિભાગીય કમિશનર-કમ-સચિવને દરખાસ્ત મોકલી હતી. આ મામલે સચિવે નિમણૂકના નિયમો મામલે ચર્ચા કરવા કહ્યું હતું.

    - Advertisement -

    અધિકારીઓની અવગણના કરી સીધી દરખાસ્ત મુખ્યમંત્રીને મોકલી

    વિભાગીય કમિશનરની વાતને અવગણી તમામ નિયમો અને ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને અમાનતુલ્લાહે તેમણે નક્કી કરેલા CEOની નિમણૂકની દરખાસ્ત સીધી મુખ્યમંત્રીને જ મોકલી દીધી હતી. આ સિવાય તેમણે LGની સલાહ લીધા વિના 33 એડ-હોક કર્મચારીઓનો કરાર આધારિત સ્ટાફ, કોન્સોડીલેટેડ સ્ટાફ, નેશનલ વક્ફ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની બાબતો સાથે કામ કરતા સ્ટાફ, દૈનિક વેતન, સ્ટેન્ડિંગ કાઉન્સિલ અને વધારાના સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે 89 દિવસના સમયગાળા માટે નિયુક્તિ કરી હતી.

    આ ઉપરાંત SDMએ આરોપ મૂક્યો હતો કે, આ અમાનતુલ્લાહે કરેલી નિમણૂકોના કારણે સરકારી તિજોરીને દર મહિને ₹8 લાખનું નુકસાન થતું હતું. આ સિવાય એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે વક્ફ પ્રોપર્ટીમાં સ્થાપિત નિયમનું ઉલ્લંઘન કરીને, બિડ લીધા વિના અને અનામત કિંમતના ઓછા દરે લોકોને વક્ફની સંપતિ ભાડે આપવામાં આવી હતી.

    તકેદારી સમિતિના સભ્યોને ગેરકાયદે માસિક ₹1 લાખ ચુકવ્યા

    ઉલ્લેખનીય છે કે, અમાનતુલ્લાહ પર એવા આરોપ પણ છે કે, તેમની અધ્યક્ષતામાં બોર્ડે વક્ફ બોર્ડના બંધારણની બહાર જઈને એક તકેદારી સમિતિની રચના કરી હતી. આ તકેદારી સમિતિના સભ્યને બોર્ડના સભ્યોના ઠરાવ વિના દર મહિને ₹1 લાખથી વધુ ચૂકવવામાં આવતા હતા.

    વર્ષ 2022માં, CBIએ આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી સરકારની LG હેઠળની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ સપ્ટેમ્બર 2022માં ખાનની ગેરકાયદેસર નિમણૂંકો, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થાય હતું અને વકફ મિલકતોના ભાડે આપવા બાબતના આરોપો અંતર્ગત ધરપકડ કરી હતી. આ બાદ દિલ્હી કોર્ટે ACBના આરોપોને ફગાવી દીધા હતા.

    આ બાદ EDએ CBI FIRના આધારે એન્ફોર્સમેન્ટ કમ્પ્લેન ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કર્યો હતો. સપ્ટેમ્બર 2022માં આ કૌભાંડની તપાસ દરમિયાન ACBને કૌશર ઈમામ સિદ્દીકી ઉર્ફે લદ્દાનના ઘરેથી એક ડાયરી પણ મળી આવી હતી. કૌશર અમાનતુલ્લાહનો નજીકનો માણસ માનવામાં આવે છે. આ મામલે ACBએ એમ પણ જણાવ્યું હતું કે, તેણે 16 સપ્ટેમ્બર, 2016ના રોજ ખાન સાથે જોડાયેલા પરિસરમાં દરોડા દરમિયાન ₹24 લાખ રોકડા રિકવર કર્યા હતા.

    આ પછી EDએ અમાનતુલ્લાહને હાજર થવા માટે પાંચ વખત સમન્સ આપ્યા હતા, પરંતુ તેઓ હજાર થયા નહોતા. આ દરમિયાન તેમની આગોતરા જામીનની અરજી પણ ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી હતી અને ED સમક્ષ હજાર થવાના આદેશ આપ્યા હતા. એજન્સીએ 10 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીમાં 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં EDએ અમાનતુલ્લાની 13 કલાક પૂછપરછ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં