Monday, March 10, 2025
More
    હોમપેજક્રાઈમરમખાણોનો દોષ હિંદુ ક્રિકેટ ફેન્સ પર ઢોળવાનો ઝુબૈર સહિતના કટ્ટરપંથીઓનો પ્રયાસ, જામા...

    રમખાણોનો દોષ હિંદુ ક્રિકેટ ફેન્સ પર ઢોળવાનો ઝુબૈર સહિતના કટ્ટરપંથીઓનો પ્રયાસ, જામા મસ્જિદના ઇમામે જ ઉજાગર કરી દીધું સત્ય: કહ્યું- મુસ્લિમોએ શરૂ કરી હિંસા, હિંદુઓએ ફટાકડા ફોડ્યા એટલે ઇસ્લામીઓ ભડક્યા

    આ પહેલી વાર નથી જ્યારે મુસ્લિમોએ હિંસા કર્યા પછી તેને વાજબી ઠેરવી હોય. થોડા દિવસો પહેલાં જ, બહરાઇચમાં મુસ્લિમોએ રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રામ ગોપાલ મિશ્રાનો ગુનો એ હતો કે તેણે એક મુસ્લિમ ઘર પર ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઇન્દોરના મહૂ (Mhow) વિસ્તારમાં જામા મસ્જિદની સામે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મસ્જિદમાંથી બહાર આવી રહેલા ટોળાએ ક્રિકેટ ફેન્સના સરઘસને રોકીને તેમની પર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત મહૂમાં વિવિધ સ્થળોએ આગચંપીની ઘટનાઓ બની અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. મુસ્લિમોએ કરેલી આ હિંસા (Violence) પછી તરત જ, તેમનો બચાવ કરતી એક ગેંગ ઇન્ટરનેટ પર સક્રિય થઈ ગઈ. હિંસા પછી તરત જ, હિંસા માટે હિંદુઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા, તથા હિંદુઓના માથે દોષ ઢોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ એ જ આપવામાં આવ્યું કે હિંદુઓ મુસ્લિમ વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં ફટાકડા ફોડ્યા, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ.

    મસ્જિદ પાસે થયો પથ્થરમારો

    9 માર્ચ, 2025ના રોજ મહૂના જામા મસ્જિદ રોડ વિસ્તાર પાસે ભારતીય ક્રિકેટ ફેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની ઉજવણી કરવા પહોંચ્યા કે તરત જ અરાજકતા ફેલાઈ ગઈ. ઘટનાના સામે આવેલા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે પથ્થરમારા દરમિયાન ‘અલ્લાહ-હુ-અકબર’ અને ‘નારા-એ-તકબીર’ જેવા નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા.

    ત્યારપછી, પથ્થરમારો અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગયો અને ઘણા લોકો તેનાથી પ્રભાવિત થયા. આ ઘટનાના ઘણા વિડીયો પણ વાયરલ થયા છે. આમાંથી એક વિડીયોમાં ભીડ મસ્જિદમાંથી બહાર આવતી જોવા મળે છે. આ દરમિયાન ઘણી જગ્યાએ આગ ચાંપી દેવામાં આવી હતી અને વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. એક મંદિર પાસે પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે.

    - Advertisement -

    હિંસામાં ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું છે કે તેઓ વિડીયો અને અન્ય સ્ત્રોતો દ્વારા આરોપીઓની ઓળખ કરી રહ્યા છે. હિંસા બાદ પોલીસે 13 લોકોની અટકાયત કરી છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. વહીવટીતંત્રે કહ્યું છે કે હવે વિસ્તારમાં પ્રવર્તે છે. મહૂમાં સેના પણ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાના વિરોધમાં હિંદુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે.

    હિંસા શરૂ થતાં જ ઇસ્લામિક કટ્ટરપંથીઓ થયા સક્રિય

    હુમલા પછી તરત જ, મુસ્લિમોને પીડિતો તરીકે દર્શાવવાના પ્રયાસો શરૂ થયા. આ હુમલાને વાજબી ઠેરવવાના પણ પ્રયાસ શરૂ થઈ ગયા. મહૂ હિંસા અંગેનો દોષ હિંદુઓના માથે ઢોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કૃત્ય કરનારા ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તરત જ એક પેટર્ન શોધી કાઢી. દિલ્હી રમખાણો દરમિયાન હિંદુઓ વિરુદ્ધ હુમલાઓનું આયોજન કરનાર શરઝીલ ઇમામના સહયોગી આસિફ મુજતબાએ પણ આ જ દાવો કર્યો.

    મુજતબાએ દાવો કર્યો હતો કે ભારતની જીતની ઉજવણી દરમિયાન મસ્જિદની બહાર ‘ધાર્મિક સૂત્રોચ્ચાર’ કરવામાં આવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે હવે ઉજવણી કરનારા લોકો પણ મુસ્લિમોને ઉશ્કેરે છે.

    બીજા એક હેન્ડલ ‘હેટ ડિટેક્ટર’ એ દાવો કર્યો હતો કે હિંદુઓએ મુસ્લિમોની નમાજમાં વિક્ષેપ પાડ્યો, ફટાકડા ફોડ્યા અને અપમાનજનક સૂત્રોચ્ચાર પણ કર્યા. આ હેન્ડલે દાવો કર્યો હતો કે આ કારણે જ હુમલો થયો હતો.

    આ ઉપરાંત, બીજા એક મુસ્લિમ હેન્ડલે પણ આ જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે હિંદુઓએ મુસ્લિમોની નમાજમાં ખલેલ પહોંચાડી, મુસ્લિમોએ તેનો જવાબ આપ્યો હતો.

    આ જ હેન્ડલે એવો પણ દાવો કર્યો હતો કે હુમલો ત્યારે શરૂ થયો જ્યારે હિંદુઓએ ઉજવણી દરમિયાન જય શ્રી રામના નારા લગાવ્યા અને ભગવો ધ્વજ લહેરાવ્યો.

    મુસ્લિમ ટોળાને હિંસા માટે ઉશ્કેરવાનો આરોપી મોહમ્મદ ઝુબૈરે પણ આ જ સૂરમાં સૂર મેળવ્યા.

    કુલ મળીને બધાનું એવું જ કહેવું હતું કે હિંદુઓએ ફટાકડા ફોડ્યા અને કથિત નારા લગાવ્યા જેના કારણે મુસ્લિમો ભડક્યા. પરંતુ આ બધાએ એ વાસ્તવિકતા તો સ્વીકારી જ લીધી કે હુમલો મુસ્લિમોએ શરૂ કર્યો હતો.

    ત્યારબાદ મોહમ્મદ ઝુબૈરે દાવો કર્યો હતો કે હિંદુઓએ મસ્જિદમાં ફટાકડા ફેંક્યા, પરંતુ બાદમાં આ જુઠ્ઠાણું પણ ઉઘાડું પડી ગયું.

    આ જામા મસ્જિદના ઇમામે પોતે સ્વીકાર કર્યો છે કે મુસ્લિમોએ જ હિંદુઓને માર મારીને હિંસા શરૂ કરી હતી. ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યુમાં, ઇમામે સ્વીકાર્યું કે હિંસા મુસ્લિમો દ્વારા શરૂ કરવામાં આવી હતી અને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

    હંમેશા વિક્ટિમ કાર્ડનો આશરો

    આ પહેલી વાર નથી જ્યારે મુસ્લિમોએ હિંસા કર્યા પછી તેને વાજબી ઠેરવી હોય. થોડા દિવસો પહેલાં જ, બહરાઇચમાં મુસ્લિમોએ રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રામ ગોપાલ મિશ્રાનો ગુનો એ હતો કે તેણે એક મુસ્લિમ ઘર પર ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો. આ પછી, રામ ગોપાલને હિંસક અને મુસ્લિમોને પીડિત તરીકે દર્શાવવામાં આવ્યા. મહૂના કેસમાંથી એ પણ સ્પષ્ટ છે કે હુમલો મસ્જિદથી શરૂ થયો હતો પરંતુ મુસ્લિમો પોતાનો બચાવ કરવામાં વ્યસ્ત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં