Friday, December 27, 2024
More
    હોમપેજરાજકારણરાહુલ ગાંધીની નાગરિકતા મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા...

    રાહુલ ગાંધીની નાગરિકતા મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા આપ્યો નિર્દેશ: કહ્યું- સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરો, જાન્યુઆરીમાં થશે આગામી સુનાવણી

    આ જ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટમાં આ જ મામલે અરજી દાખલ કરનાર અરજદાર વિગ્નેશ શિશિર હાજર થયા હતા જેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલ કાર્યવાહીનો પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યો હતો.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટમાં (Delhi High Court) ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) એક અરજી દાખલ કરી હતી. જેમાં કેન્દ્ર સરકારને (Central Government) લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ પર નિર્ણય લેવા ગૃહ મંત્રાલયને આદેશ આપવાની માંગ સામેલ હતી. હાઇકોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકારને તેમના વલણ અંગે સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 13 જાન્યુઆરીએ થશે.

    આ મામલે કાર્યકારી ચીફ જસ્ટિસ વિભુ બખરુની અધ્યક્ષતાવાળી બેન્ચે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ્દ કરવાની માંગ કરતા કેસની સુનાવણી કરી હતી. દિલ્હી હાઇકોર્ટે કરેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફના વકીલને સિનીયર વકીલનો દરજ્જો મળવાના પગલે તેઓ ગેરહાજર હતા. તેથી કેન્દ્ર સરકાર તરફથી પ્રોક્સી વકીલ હાજર રહ્યા હતા. આ દરમિયાન કોર્ટ શરૂઆતમાં અરજી પર નોટિસ ઇશ્યૂ કરવા ઈચ્છતી હતી.

    જોકે કોર્ટે કહ્યું હતું કે અમે કોઈપણ આદેશ પસાર કરતા પહેલા સરકારી વકીલની મદદ લેવા માંગીએ છીએ. બીજી તરફ સરકાર તરફના વકીલ ગેરહાજર હોવાના કારણે પ્રોક્સી વકીલે કહ્યું હતું કે સરકાર હવે આ મામલે બીજા વકીલની નિયુક્તિ કરશે. આ માટે તેમણે કોર્ટ પાસે સમય પણ માંગ્યો હતો. ત્યારે કોર્ટે આગામી સુનાવણી 13 જાન્યુઆરી 2025ની રાખી છે.

    - Advertisement -

    ત્યારે આ મામલાના અરજીકર્તા અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે પહેલાં વકીલને કેન્દ્ર સરકારનો નિર્દેશ મેળવી લેવા દો. આ જ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટમાં આ જ મામલે અરજી દાખલ કરનાર અરજદાર વિગ્નેશ શિશિર હાજર થયા હતા જેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલ કાર્યવાહીનો પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યો હતો.

    અગાઉ થઇ ચૂકેલ સુનાવણીઓ

    ઉલ્લેખનીય છે કે આની પહેલાંની સુનાવણી 6 નવેમ્બરના રોજ થઇ હતી. સુનાવણી દરમિયાન અરજદાર અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીનો રેકોર્ડ રજૂ કર્યો હતો. 20 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરતાં હાઇકોર્ટની સિંગલ બેન્ચે અરજીને જાહેર હિતની અરજીની સુનાવણી કરતી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

    એડવોકેટ સત્ય સભરવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે 6 ઓગસ્ટ, 2019ના રોજ સુબ્રમણ્યમ સ્વામીએ મંત્રાલયને એક પત્ર લખ્યો હતો અને બ્રિટિશ સરકાર સમક્ષ રાહુલના સ્વૈચ્છિક ખુલાસાનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં રાહુલે કહ્યું હતું કે તે બ્રિટીશ નાગરિક છે અને તેથી બ્રિટીશ પાસપોર્ટ રાખવાના હકદાર છે. સ્વામીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ ભારતીય નાગરિક હોવા છતાં બંધારણની કલમ 9 અને ભારતીય નાગરિકતા અધિનિયમનું ઉલ્લંઘન કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં