Monday, September 9, 2024
More
    હોમપેજક્રાઈમપશ્ચિમ બંગાળ: માલદામાં 2 આદિવાસી મહિલાઓને નગ્ન કરી વાળ પકડીને ઢસડવામાં આવી,...

    પશ્ચિમ બંગાળ: માલદામાં 2 આદિવાસી મહિલાઓને નગ્ન કરી વાળ પકડીને ઢસડવામાં આવી, મમતા સરકારનાં મંત્રીએ કહ્યું- ચોરીનો મામલો હતો; ભાજપ આક્રમક

    આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મહિલાઓને નગ્ન કરીને વાળ પકડીને ખેંચી રહ્યા છે અને મહિલાઓ પોતાના વસ્ત્રો બચાવવાનો પ્રયત્ન કરી

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના માલદામાં 2 આદિવાસી મહિલાઓને નગ્ન કરી વાળ પકડીને ઢસડવામાં આવી હોવાનો ભયાનક વિડીયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આદિવાસી મહિલાઓ સ્થાનિક બજારમાં ખરીદી કરવા ગઈ હતી, જ્યાં અનિયંત્રિત ટોળાએ બંને મહિલાઓની સાડી ફાડીને બંનેને નગ્ન કરી જાહેરમાં માર માર્યો હતો. ઘટનાને લઈને ભાજપે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર આક્રોશ ઠાલવ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

    માલદામાં 2 આદિવાસી મહિલાઓને નગ્ન કરી વાળ પકડીને ઢસડવામાં આવી હોવાની આ ઘટના બામનગોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાકુઆહાટ ખાતેની છે. આ બંને મહિલાઓ એક દુકાનમાં ખરીદી કરવા ગઈ હતી, જ્યાં ચોરીના આરોપમાં ટોળાએ બંને સાથે મારપીટ કરી. અહેવાલોમાં જણાવ્યા અનુસાર આક્રોશિત લોકોએ બંને મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યાં અને નગ્ન અવસ્થામાં તેમના વાળ પકડીને રીતસર ઢસડી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મહિલાઓને નગ્ન કરીને વાળથી ખેંચી રહ્યા છે અને મહિલાઓ પોતાના વસ્ત્રો બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.

    ઘટનાથી ભાજપ આકરા પાણીએ

    નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં આદિવાસીઓ સાથે કરવામાં આવેલા દુરાચાર પર ભારતીય જનતા આકરા પાણીએ જોવા મળી રહી છે. ભાજપ IT સેલ હેડ અમિત માલવિયાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીની TMCને ઘેરી હતી. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, “બંગાળમાં ડરનો માહોલ યથાવત છે, માલદાના બામનગોલા પોલીસ સ્ટેશનના પાકુઆ હાટ વિસ્તારમાં 2 આદિવાસી મહિલાઓને નગ્ન કરવામાં આવી અને ક્રૂરતાથી માર મારવામાં આવ્યો. પોલીસ મૂકદર્શક બનીને જોતી રહી, આ ઘટના 19 જુલાઈની સવારની છે.”

    - Advertisement -

    બંગાળના મુખ્યમંત્રી પર નિશાન સાધતા માલવિયાએ આગળ જણાવ્યું હતું કે “મહિલાઓ સામાજિક રીપે હાંસિયામાં રહેવાવાળા સમુદાયની હતી અને ટોળું તેમના લોહીનું તરસ્યું હતું. આ એક એવી ઘટના છે જેના બાદ મમતા બેનર્જીએ આક્રોશ વ્યક્ત કરવાની જગ્યાએ કાર્યવાહી કરી શકતા હતા, તેઓ બંગાળના ગૃહમંત્રી પણ છે.”

    મમતાની મંત્રીએ સરકારને છાવરી

    એક તરફ મહિલાઓ પર કરવામાં આવેલા અત્યાચારો બદલ પશ્ચિમ બંગાળ સરકાર પર સવાલો ઉભા થઇ રહ્યા છે તો બીજી તરફ TMCના નેતા સરકારનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. ઘટના મામલે મમતા બેનર્જીની સરકારના મહિલા મંત્રી શશી પાંજાએ નિવેદન આપ્યું હતું કે, “ત્યાં એક હાટ છે. ત્યાં ચોરી થઇ. ચોર હતી બે મહિલાઓ તેમને પકડી લેવામાં આવી, જેમણે પકડી તેઓ પણ મહિલાઓ જ છે. ઝપાઝપી થઇ. બિચારા બધા જ ગરીબ છે. કપડાં નીકળી ગયાં, જેટલાં પણ નીકળ્યાં છે, તેને રાજનીતિક ચશ્માથી કેમ જોવું જોઈએ? ત્યાં રોકવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા. પોલીસે કેસ પણ દાખલ કર્યો છે અને તપાસ પણ ચાલી રહી છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં