Monday, October 7, 2024
More
    હોમપેજદુનિયારશિયામાં ભયાનક આતંકી હુમલા: ચર્ચમાં ફાયરિંગ, યહૂદીઓના ધર્મસ્થળને સળગાવ્યું, પાદરીનું વાઢી નાખ્યું...

    રશિયામાં ભયાનક આતંકી હુમલા: ચર્ચમાં ફાયરિંગ, યહૂદીઓના ધર્મસ્થળને સળગાવ્યું, પાદરીનું વાઢી નાખ્યું માથું; 15 પોલીસકર્મીઓના મોત, 6 આતંકવાદીઓ ઠાર

    જાણવા મળી રહ્યું છે કે, રશિયાના જે વિસ્તારમાં આતંકી હુમલા થયા, તે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે અને ખાસ વાત તો એ છે કે, હુમલા સ્થાનિક લઘુમતીઓ (યહૂદીઓ, ખ્રિસ્તીઓ)ના ધર્મસ્થાનો પર કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    રશિયામાં રવિવારે (23 જૂન 2024) દક્ષિણી પ્રાંત દાગેસ્તાનના બે શહેરો (માખચકાલા અને ડર્બેન્ટ)માં આતંકી હુમલા થયા છે. આ ઘટનામાં 15થી વધુ પોલીસકર્મીઓના મોત થઈ ગયા છે. આટલું જ નહીં, પરંતુ એક પાદરીનું માથું પણ વાઢી નાખવામાં આવ્યું છે. 25થી વધુ લોકો ઘાયલ થયાં હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જવાબી કાર્યવાહીમાં રશિયન સુરક્ષાદળોએ પણ 6 બંદૂકધારીઓને ઠાર માર્યા હોવાના સમાચાર છે. હાલ પણ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. રશિયન સેનાએ પણ મોરચો સંભાળી લીધો છે.

    મળતી માહિતી અનુસાર, રવિવારે (23 જૂન) હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ બે ઓર્થોડોક્સ ચર્ચ, એક યહૂદી પ્રાર્થના ગૃહ અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. હુમલામાં માર્યા ગયેલ લોકોમાં ઓર્થોડોક્સ ચર્ચના પાદરી પણ સામેલ હતા. આતંકવાદીઓએ તેમને અલગથી ગળું કાપીને માર્યા છે. તેમની ઉંમર 66 વર્ષની હતી. તેઓ 40 વર્ષથી ચર્ચમાં સેવા આપતા હતા. આ સિવાય ચર્ચની બહાર તૈનાત સિક્યોરિટી ગાર્ડનું પણ મોત થયું હતું.

    રશિયન યહૂદી કોંગ્રેસે આ સંબંધમાં કહ્યું છે કે, ડર્બેન્ટ અને માખચકાલામાં એક-એક સિનાગોગ (યહૂદીઓનું ધર્મસ્થળ) પર હુમલો કરવામાં આવ્યો હત. ડર્બેન્ટમાં સિનાગોગમાં જ્યારે હુમલો થયો હતો તેના 40 મિનિટ પહેલાં જ પ્રાર્થના પૂર્ણ થઈ હતી અને ત્યાં કોઈ હાજર ન હતું. હુમલાખોરોએ મોલોટોવ કોકટેલ બૉમ્બ વડે સિનાગોગ બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન હુમલામાં બહાર ઉભેલા પોલીસકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.

    - Advertisement -

    આ આતંકી હુમલાની જવાબદારી હમણાં સુધી કોઈ સંગઠને લીધી નથી. જ્યારે રશિયાએ આ હુમલા પાછળ યુક્રેન અને NATO દેશોને જવાબદાર ઠેરવ્યા છે. દાગેસ્તાનના નેતા અબ્દુલખાકિમ ગડજિયેવે ટેલીગ્રામ પર લખ્યું છે કે, “આમાં કોઈ શંકા નથી કે, આ આતંકી હુમલો કોઈને-કોઈ રીતે યુક્રેન અને NATO દેશોની ગુપ્તચર સેવા સાથે જોડાયેલો છે.” આ ઉપરાંત કહેવાય રહ્યું છે કે, જે વિસ્તારમાં આતંકી હુમલા થયા, તે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે અને ખાસ વાત તો એ છે કે, હુમલા સ્થાનિક લઘુમતીઓ (યહૂદીઓ, ખ્રિસ્તીઓ)ના ધર્મસ્થાનો પર કરવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે, આ પહેલાં માર્ચ મહિનામાં રશિયામાં આતંકી હુમલા થયા હતા. આ હુમલામાં 143 લોકો માર્યા ગયા હતા. ISIS-Kએ તે હુમલાની જવાબદારી લીધી છે. જોકે, રશિયાએ તેમાં યુક્રેનની મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. આ વખતે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ એ વાત સામે આવી છે કે, દાગેસ્તાન એ રશિયાનો એક પ્રાંત છે જ્યાં મુસ્લિમોની મોટી વસ્તી છે, જે ચેચન્યાના પડોશમાં છે. આ વિસ્તારમાં 24, 25, 26 જૂનના ત્રણ દિવસ સુધી શોક પાળવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં