Sunday, November 3, 2024
More
    હોમપેજદેશશરદ પૂર્ણિમા ઉત્સવ પર RSS સ્વયંસેવકો વહેંચી રહ્યા હતા ખીર, નસીબ ટોળા...

    શરદ પૂર્ણિમા ઉત્સવ પર RSS સ્વયંસેવકો વહેંચી રહ્યા હતા ખીર, નસીબ ટોળા સાથે આવ્યો ને હુલાવી દીધા છરા: જયપુરની ઘટના, 10થી વધુ ઘાયલ

    જયપુરમાં શરદ પૂર્ણિમા ઉજવી રહેલા RSSના સ્વયંસેવક પર ચાકુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. કાર્યકર્તાઓ શરદ પૂર્ણિમાના તહેવારને લઈને સત્સંગ અને ખીર વિતરણ કરી રહ્યા હતા. તેવામાં બાપ-દીકરા સહિત કેટલાક વ્યક્તિઓએ આવીને તેમની સાથે પહેલા મગજમારી કરી અને બાદમાં છરી વડે હુમલો કરી દીધો.

    - Advertisement -

    જયપુરમાં (Jaipur) શરદ પૂર્ણિમા ઉજવી રહેલા RSSના સ્વયંસેવક પર ચાકુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. કાર્યકર્તાઓ શરદ પૂર્ણિમાના (Sharad Purnima) તહેવારને લઈને સત્સંગ અને ખીર વિતરણ કરી રહ્યા હતા. તેવામાં બાપ-દીકરા સહિત કેટલાક વ્યક્તિઓએ આવીને તેમની સાથે પહેલા મગજમારી કરી અને બાદમાં છરી વડે હુમલો કરી દીધો (Attack On RSS). ઘટનામાં 8થી 10 સ્વયંસેવકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ નસીબ અને તેના દીકરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના ગુરુવાર (17 ઓકટોબર 2024) મોડી રાત્રે ઘટી હતી. શરદ પૂર્ણિમાને લઈને કરણી વિહાર વિસ્તારમાં સંઘના સ્વયંસેવકોએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં પવિત્ર તહેવારને લઈને ભજન કીર્તન કરવામાં આવી રહ્યા હતા. સાથે-સાથે ખીર વિતરણ કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નસીબ તેના દીકરા સહિત કેટલાક લોકો સાથે છરી-ચાકા લઈને ધસી આવ્યો અને પહેલા સ્વયંસેવકો સાથે માથાકૂટ કરી. તેમણે પ્રસાદીના ખીરના પાત્રને પણ લાત મારીને ઢોળી નાખ્યું.

    જયારે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા આવ્યો. તો તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા અને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથીયારોથી હુમલો કરી દીધો. આ ઘટનામાં કેટલાક સ્વયંસેવકોને છાતી, પેટ અને શરીરના અન્ય કેટલાક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. આ માથાકૂટ થવા પાછળનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું. પરંતુ દૈનિક ભાસ્કરે આપેલા અહેવાલ મુજબ ઘટનામાં મુખ્ય સુત્રધાર એવા નસીબ અને તેના પુત્ર સહિત કેટલાક લોકોને ઝડપી લીધા છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

    - Advertisement -

    ઈજાગ્રસ્તો સારવાર હેઠળ, અક્રોષિત લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

    બીજી તરફ આ સમગ્ર ઘટનામાં ઘાયલ લોકોને જયપુરના સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજસ્થાન સરકારના કેબીનેટ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા સહિત અન્ય અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા છતાં. તો આ મામલે જયપુર પશ્ચિમના DCP અમિત કુમારે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

    જેવી લોકોને ઘટનાની જાણ થઈ, કે તરત જ લોકોના ટોળા એકઠા થઇ ગયા. ઘટનાથી આક્રોશિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને સુત્રોચ્ચાર પણ કર્યા. નોંધવું જોઈએ કે ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવી શક્યું. ઘટનાને લઈને પોલીસ નસીબ સહિત કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં