Monday, November 4, 2024
More
    હોમપેજદેશમુસ્લિમ ટોળાએ ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવી ગણેશ પંડાલ પર કર્યો પથ્થરમારો:...

    મુસ્લિમ ટોળાએ ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવી ગણેશ પંડાલ પર કર્યો પથ્થરમારો: હિંદુ પરિવારને પૂજા કરવા પર જાનથી મારી નાખવાની આપી ધમકી

    ઘટના બાદ પીડિતાએ પોલીસ સ્ટેશન જઈને ધાર્મિક ભાવનાઓ આહટ થવાની ફરિયાદ નોંધાવી હતી. OpIndia પાસે ફરિયાદની નકલ છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

    - Advertisement -

    દેશમાં ગણેશોત્સવની (Ganesh Utsav) ઉજવણી ચાલી રહી છે. ત્યારે વારંવાર હિંદુ સમુદાયના લોકોની લાગણીઓ આહટ થાય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતના સુરત, વડોદરા, ભરૂચ બાદ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) પણ ગણેશ પંડાલ (Ganesh Pandal) પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. 10 સપ્ટેમ્બર 2024ના રોજ મુસ્લિમોના ટોળાએ (Attack By Muslim) ગણેશ પંડાલ પર પથ્થરમારો (Stone Pelting) કર્યો અને ભગવાનની મૂર્તિ પાસે રાખેલ કળશ તોડી નાખ્યો હતો. હુમલા દરમિયાન ‘અલ્લાહ હુ અકબર’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કરી કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે ગુનો નોંધીને શંકાના આધારે 2 સગીરોની ધરપકડ કરી હતી.

    સમગ્ર ઘટના લખનૌના ચિનહટ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું. 10 સપ્ટેમ્બર મંગળવારના રોજ ગંગા વિહાર કોલોનીની નાની મસ્જિદ પાસે રહેતી કિરણ ચૌરસિયા નામક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કિરણે જણાવ્યું કે દર વખતની જેમ આ વર્ષે પણ તેમણે 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી નિમિત્તે વિધિ મુજબ પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી.

    બીજા જ દિવસથી 20-25 લોકોના મુસ્લિમ ટોળાએ તેમને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. કિરણના કહેવા પ્રમાણે, તે દરરોજ સાંજે 7 થી 7:30 વચ્ચે આરતી કરે છે. આરતીની વચ્ચે, મુસ્લિમોનું ટોળું ‘અલ્લાહ હુ અકબર’ અને અન્ય ઘણા ઉશ્કેરણીજનક નારાઓ સાથે ગણેશ પંડાલની સામેથી પસાર થવા લાગ્યું. આ ભીડમાં સગીરો અને યુવાનો પણ સામેલ હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    પથ્થરમારો કરી પ્રતિમા ખંડિત કરવાનો પ્રયાસ

    અહેવાલ અનુસાર ટોળામાં રહેલા લોકોએ આરતી કરી રહેલા હિંદુઓને ધમકી પણ આપી હતી. દરરોજ ભીડ દ્વારા પૂજામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. મહિલાએ આપેલી ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે મંગળવારે (10 સપ્ટેમ્બર) સાંજે 7:30 વાગ્યે તે કેટલીક યુવતીઓ સાથે પંડાલમાં આરતી કરી રહી હતી. દરમિયાન દરરોજની જેમ મુસ્લિમ યુવાનોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું.

    મુસ્લિમોના ટોળાએ આક્રમક થઈને ગણેશ પંડાલમાં રાખવામાં આવેલી ગણેશજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ પૂજા પંડાલ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં ભગવાન ગણેશની મૂર્તિ સાથે સ્થાપિત કળશ તૂટી ગયો હતો. હુમલાના પગલે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ગણેશજીની સ્થાપનાને ખંડિત કરીને મુસ્લિમ ટોળાએ હિંદુ પરિવારને ફરી પૂજા અર્ચના કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    ઘટના બાદ પીડિતાએ પોલીસ સ્ટેશન જઈને ધાર્મિક ભાવનાઓ આહટ થવાની ફરિયાદ નોંધાવી હતી. OpIndia પાસે ફરિયાદની નકલ છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ભક્તો અને હિંદુ સંગઠનોના સભ્યો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

    ઘટનાની માહિતી મળતા જ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચિનહાટ પોલીસે 20-25 અજાણ્યા ઇસ્લામવાદીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો અને એક શંકાસ્પદની ધરપકડ કરી, જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પંડાલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી શશાંક સિંહના જણાવ્યા અનુસાર કેસની તપાસ અને અન્ય જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ ગુજરાતના સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં મુસ્લિમોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. આ સિવાય ભરૂચમાં પણ હિંદુઓના ઘરો પર મઝહબી ઝંડા અને તોરણો લગાવીને વિવાદ ઉભો કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં