Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતપાકિસ્તાનના ડ્રગ્સ માફિયા મૂર્તજા સાથે મળીને માદક પદાર્થોની કરતા હતા હેરાફેરી, ગુજરાતથી...

    પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા મૂર્તજા સાથે મળીને માદક પદાર્થોની કરતા હતા હેરાફેરી, ગુજરાતથી દિલ્હી સુધી કરતા સપ્લાય: ગુજરાત ATSએ વેરાવળથી 3ને દબોચ્યા

    ત્રણેય શખ્સો પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા મૂર્તજા સાથે મળેલા હતા અને ગુજરાતમાં માદક પદાર્થો લાવીને તેને દિલ્હી સુધી સપ્લાય કરતા હતા. તેઓએ હમણાં સુધીમાં 8 કિલો હેરોઇન વેચ્યું હોવાનું પણ કહેવાય રહ્યું છે.

    - Advertisement -

    ગુજરાત ATS અને ગુજરાત પોલીસ સતત ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. રાજ્યના દરિયા કિનારા પરથી અત્યાર સુધીમાં ઘણા પેડલરોને દબોચી લેવામાં આવ્યા છે. તાજેતરના દિવસોમાં જ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે 5 પેડલરોની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. ત્યારે એ જ દિશામાં ફરી એકવાર ગુજરાત ATSએ પરાક્રમ નોંધાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત ATSએ વેરાવળના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જે ગુજરાતમાંથી દિલ્હીમાં ડ્રગ્સની હેરાફેરી કરતાં હતા.

    ગુજરાત ATSએ બુધવારે (6 માર્ચ, 2024) વેરાવળના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમના પર ડ્રગ્સની હેરાફેરી કરવાનો આરોપ છે. આરોપ છે કે, તે ત્રણેય શખ્સો પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા મૂર્તજા સાથે મળેલા હતા અને ગુજરાતમાં માદક પદાર્થો લાવીને તેને દિલ્હી સુધી સપ્લાય કરતા હતા. તેઓએ હમણાં સુધીમાં 8 કિલો હેરોઇન વેચ્યું હોવાનું પણ કહેવાય રહ્યું છે. આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના મૂર્તજા પાસેથી માદક પદાર્થો મંગાવતા હતા. તે માદક પદાર્થો સમુદ્રમાં ઓમાન દરિયાઈ માર્ગેથી વેરાવળ સુધી લાવતા હતા અને ત્યાંથી પછી તેઓ તેને દિલ્હી સપ્લાય કરતા હતા.

    ગુજરાત ATSને આ મામલે જાણકારી મળતા ત્રણેયને દબોચી લેવામાં આવ્યા છે. સાથે પોલીસે આ મામલે ગુનો પણ નોંધી લીધો છે. ગુજરાત ATS હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે. ATS તે દિશામાં તપાસ કરી રહી છે કે, આ લોકો સાથે અન્ય કેટલા શખ્સો સામેલ હતા અને દિલ્હીમાં કઈ જગ્યા પર ડ્રગ્સ સપ્લાય થતું હતું. હાલ ગુજરાત પોલીસ અને ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    પોરબંદરના સમુદ્રમાંથી ઝડપાયો હતો દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો

    નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરી, 2024ના રોજ રાત્રે ગુજરાત ATS, ઇન્ડિયન નેવી અને NCBએ સંયુકત ઓપરેશન પાર પાડીને પોરબંદરના સમુદ્રમાંથી 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ માદક પદાર્થને મોડી રાત્રે પોરબંદર લાવીને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની અંદાજિત કિંમત ₹2000 કરોડ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત ATSની આ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. દિલ્હી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB), ગુજરાત ATS અને ઇન્ડિયન નેવીનું આ ઓપરેશન પાર પડ્યાની સાથે જ ચર્ચાનો વિષય બન્યું હતું.

    પોરબંદરના સમુદ્રમાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો હતો. ઝડપાયેલા ડ્રગ્સમાં ત્રણ પ્રકારના અલગ-અલગ માદક દ્રવ્યો હોવાનું સામે આવ્યું હતું. ડ્રગ્સની સાથે એજન્સીઓએ 5 શખ્સોની ધરપકડ પણ કરી હતી. જે બાદ ગુજરાત ATSએ ડ્રગ્સનો જથ્થો અને પેડલરોને ગુપ્ત સ્થળે ખસેડયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં