Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશજે મૌલાનાના સમર્થનમાં ઉતરી હતી 'ભીમ આર્મી', તેણે દલિત મહિલા સાથે કર્યો...

    જે મૌલાનાના સમર્થનમાં ઉતરી હતી ‘ભીમ આર્મી’, તેણે દલિત મહિલા સાથે કર્યો બળાત્કાર: પહેલા ફિરદૌસે ‘હૃદેશ’ બનવાનો કર્યો ઢોંગ, મહિનાઓ સુધી પરિણીતા સાથે કર્યું જઘન્ય કૃત્ય

    મૌલાનાએ ગત અઠવાડિયે જ પુરનપુર પોલીસ સ્ટેશનમાં ભીડ ભેગી કરીને હોબાળો મચાવ્યો હતો. આ હોબાળો ચંગેઝ ખાન નામના યુવકના સમર્થનમાં કરવામાં આવ્યો હતો, જનો હિંદુ સંગઠનના સભ્યો સાથે ઝગડો કરતો વિડીયો પણ વાયરલ થયો હતો. આ જ ચંગેઝ ખાન પર હિંદુ OBC મહિલાના ઘરમાં ઘુસી તેનું યૌન શોષણ કરવાનો આરોપ પણ લાગેલો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પીલીભીત જિલ્લામાં 2 મુસ્લિમ યુવકોએ પરિણીત દલિત મહિલા સાથે સામુહિક બળાત્કાર (Rape) કર્યાની ઘટના સામે આવી હતી. આ આરોપીઓમાં નૂર અહમદ અઝહરી નામના મૌલાનાનો (Maulana) પણ સમાવેશ થાય છે. જયારે બીજા આરોપીનું નામ ફિરદૌસ છે, જે ‘હૃદેશ’ નામે પીડિતાને મળ્યો હતો. આરોપી પીડિતાનો અશ્લીલ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરતા હતા, અને પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. શનિવારે (7 સપ્ટેમ્બર, 2024) પોલીસે કેસ નોંધ્યો અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. મહત્વની બાબત એ છે કે મૌલાના નૂર અહમદ અઝહરી મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો (Muslim Personal Law Board) અધિકારી છે.

    સમગ્ર મામલો પીલીભીત જિલ્લાના પુરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 7 સપ્ટેમ્બરે જાટવ સમુદાયની એક મહિલાએ હિંદુ હોવાનો દાવો કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે તેનો પતિ દિલ્હીમાં રહે છે અને મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પીડિતા ખુબ ગરીબ પરિવારની છે. ફરિયાદ અનુસાર 8 મહિના પહેલા એક યુવક તેના જેઠ સાથે પીડિતાના ઘરે આવ્યો હતો, અને યુવકે ફિરદૌસ તરીકે પોતાની ઓળખ છુપાવીને તેનું નામ ‘હૃદેશ’ હોવાનું કહ્યું હતું. તે પોતાની ઓળખ છુપાવીને પીડિતા સાથે ફોન પર વાત કરવા લાગ્યો હતો.

    ફરિયાદ અનુસાર થોડા જ સમયમાં તેણે પીડિતાને તેની પ્રેમજાળમાં (Love Jihad) ફસાવી લીધી હતી. ફિરદૌસે ‘હૃદેશ’ બનીને પીડિતાને વિશ્વાસમાં લીધી અને વારંવાર તેના પર બળાત્કાર ગુજારતો રહ્યો. વારંવાર બળાત્કારના કારણે પીડિતાની તબિયત લગભગ 4 મહિના પહેલા બગડી હતી. આ બાદ ‘હૃદેશ’ (ફિરદૌસે) પીડિતાને બીમારી ઠીક કરાવવાના બહાને કથિત રીતે વળગાડ દુર કરતા એક મૌલાના પાસે લઇ ગયો. આ મૌલાના નૂર અહમદ અહઝહરી હતો. નોંધનીય છે કે મૌલાના ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો પદાધિકારી છે.

    - Advertisement -

    ફિરદૌસ પીડિતાને પોતાની સાથે પુરનપુર વિસ્તારના ખાનકા ખાતે લઇ આવ્યો હતો. અહીં પણ પીડિતાને ભૂત વળગ્યું છે એમ કહીને મૌલાના નૂર અહમદ અઝહરીએ પીડિતા સાથે આખી રાત બળાત્કાર કરતો રહ્યો. મૌલાના દ્વારા બળાત્કાર દરમિયાન ફિરદૌસે પીડિતાનો અશ્લીલ વિડીયો બનાવી લીધો, અને આ વિડીયો વાઈરલ કરી નાખવાની બીક બતાવી વારંવાર પીડિતા સાથે બળાત્કાર કરતો રહ્યો. 7 સપ્ટેમ્બરે ફિરદૌસ ફરી પીડિતાને પુરનપુર લાવ્યો. તેણે પીડિતા પર હોટલમાં જવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.

    જ્યારે પીડિતાએ હોટેલમાં જવાની ના પાડી તો ફિરદૌસે તેને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ દરમિયાન જ તેણે પોતે હિંદુ નહિ પરંતુ મુસ્લિમ હોવાનો ખુલાસો કર્યો હતો. પીડિતા કોઈક રીતે ફિરદૌસના ચુંગાલમાંથી છટકીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પીડિતાએ નૂર મોહમ્મદ અઝહરી અને ફિરદૌસ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આ બે આરોપીઓ વિરુદ્ધ SC/ST એક્ટ સહિત ભારતીય ન્યાય સંહિતાની (BNS) વિવિધ કલમો હેઠળ FIR નોંધી હતી.

    OpIndia પાસે FIRની નકલ પણ છે. પોલીસે આ અંગે તપાસ કરી અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાષ્ટ્રીય બજરંગ દળે પણ રવિવારે મૌલાના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

    આ અઠવાડિયે પોલીસ સ્ટેશનને ઘેરીને કર્યો હતો હોબાળો

    નોંધનીય છે કે મૌલાનાએ ગત અઠવાડિયે જ પુરનપુર પોલીસ સ્ટેશનમાં ભીડ ભેગી કરીને હોબાળો મચાવ્યો હતો. આ હોબાળો ચંગેઝ ખાન નામના યુવકના સમર્થનમાં કરવામાં આવ્યો હતો, જનો હિંદુ સંગઠનના સભ્યો સાથે ઝગડો કરતો વિડીયો પણ વાયરલ થયો હતો. આ જ ચંગેઝ ખાન પર હિંદુ OBC મહિલાના ઘરમાં ઘુસી તેનું યૌન શોષણ કરવાનો આરોપ પણ લાગેલો છે.

    આ ચંગેઝ ખાનના સમર્થનમાં ટોળું ભેગું કરીને મૌલાના નૂર મોહમ્મદ અઝહરીએ હિંદુ સંગઠનો વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ હોબાળામાં મૌલાના અઝહરી સાથે ‘ભીમ આર્મી’ના સભ્યો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે મૌલાનાએ આ દરમિયાન હજી મોટો હોબાળો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં