Thursday, November 14, 2024
More
    Home Blog Page 1171

    હવે પાક.(પાકિસ્તાન)નું શિક્ષણ ભારતમાં નાપાક: પાકિસ્તાનથી અભ્યાસ કર્યો તો ભારતમાં નહીં મળે નોકરી યુજીસી દ્વારા બહાર પડાઈ એડ્વાઇઝરી

    ભારતની બે મોટી શિક્ષણ સંસ્થાનો યુજીસી ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ) અને એઆઇસીટીઇ ( ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજુકેશન ) એ એક એડ્વાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકો અને પ્રવાસી ભારતીયોને કહ્યું છે કે તમે અભ્યાસર્થે પાકિસ્તાન જશો નહીં. પાકિસ્તાનથી મેળવેલી કોઈ પણ ઉચ્ચ અભ્યાસની ડિગ્રીને ભારતમાં માન્યતા મળશે નહીં. જો કોઈ અભ્યાસ કરવા જશે તો તેને તે ડિગ્રી પર આગળ અભ્યાસ માટે પ્રવેશ નહીં મળે ઉપરાંત તે પાકિસ્તાની ડિગ્રી પર નોકરી પણ મળશે નહીં. 

    યુજીસી દ્વારા બહાર પડેલ પરિપત્ર

    યુજીસીના ચેર પર્સનએ કહ્યું છે છે કે “આ પ્રકારની એડ્વાઇઝરી વિદ્યાથીઓના હિતમાટે જ છે, વર્તમાનમાં યુક્રેનથી આવેલા વિદ્યાથીઓ અને તેના વાલીઓ ભોગ બની રહ્યા જ છે. માટે જ આવું ભવિષ્યમાં ન થાય અને વિદ્યાથીઑ વિદેશ અભ્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરે.” 

    યુજીસીએ એક વાતની ખાસ ચોખવટ કરી છે કે “જે પણ પરિવારએ  પાકિસ્તાનથી આવી ને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી છે તેઓને આ નિયમ લાગુ પડશે નહીં, તેમના બાળકો ભારતમાં નોકરી  અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવી શકશે. તેઓ ગૃહ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.”  થોડા દિવસ પહેલા જ ચીનમાં મેળવતા શિક્ષણ બાબતે પણ એડ્વાઇઝરી જાહેર કરી હતી. 

    એઆઇસીટીઇના ચેરપર્સનએ પણ કહ્યું કે “ભારતીય વિદ્યાથીઓ માટે કયો દેશ શિક્ષા માટે સુરક્ષિત છે અને કઈ યુનિવર્સિટી પ્રમાણિત છે તે બાબતે એડ્વાઇઝરી જરૂરી છે, કારણ કે વાલીની મહેનતન પૈસા અને વિદ્યાર્થીઑ નો સમય બગડે નહીં તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.” 

    દર વર્ષે જમ્મુ અને કશ્મીરના અસંખ્ય વિદ્યાથીઑ પાકિસ્તાન અભ્યાસ કરવા માટે જાય છે તેમાં પણ ખાસ કરીને એન્જીનીયરીંગ અને મેડિકલ વિભાગમાં, આ બધા વિદ્યાથીઓ ત્યાંની માન્યતા વગરની કોલેજો માથી અભ્યાસ કરી આવ્યા બાદ ભારતમાં તકલીફમાં મુકાય છે. ઉપરાંત આવી સંસ્થાઑ વિદ્યાથીઓ પાસે વધુ પૈસા પણ પડાવતા હોય છે. 

    કોરોના કાળમાં ભારતના લખો વિદ્યાથીઑ જેઓ વિદેશમાં અભ્યાસ કરતાં હતા તેઓ સંકટમાં મુકાયા છે, આ ઉપરાંત રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન પણ ઘણા વિદ્યાથીઓનું ભાવિ સંકટમાં મુકાયું છે. આ બાબતો પરથી બોધપાઠ લઈને જ એડવઇઝરી જાહેર કરાઇ છે. 

    NCERTના અભ્યાસક્રમમાં હવેથી ફૈઝની કવિતાઓ નહીં ભણાવાય, બોર્ડે ‘સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ’ નામનું પ્રકરણ પણ હટાવ્યું

    લગભગ એક દાયકાથી વધુ સમય બાદ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) NCERTના અભ્યાસક્રમમાં કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. ગુરુવારે (21 એપ્રિલ 2022) બોર્ડે શૈક્ષણિક વર્ષ 2022-23 માટેનો અભ્યાસક્રમ જારી કર્યો હતો. જે મુજબ અભ્યાસક્રમમાંથી પાકિસ્તાની કવિ ફૈઝ અહમદ ફૈઝની કવિતાઓ હટાવવામાં આવી છે.

    નવા અભ્યાસક્રમ અનુસાર, ધોરણ દસના NCERT પાઠ્યપુસ્તકના ‘ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજનીતિ- સાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષ રાજ્ય’ વિભાગમાંથી ફૈઝ અહમદ ફૈઝ રચિત પંક્તિઓ હટાવી દેવામાં આવી છે. છેલ્લા એક દાયકાથી આ પંક્તિઓ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી હતી, જોકે હવે નવા અભ્યાસક્રમમાં ફૈઝની કવિતાઓ હટાવવામાં આવી છે.

    ધોરણ દસના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ જારી કરતા પરિપત્રમાં બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે, પાનાં નંબર 46, 48 અને 49 બાદ કરતાં ‘ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજકારણ’ વિભાગ અભ્યાસક્રમમાં યથાવત રહેશે. નોંધનીય છે કે દૂર કરવામાં આવેલ પાનાંમાં ફૈઝની કવિતાઓ અને એક રાજકીય કાર્ટૂનનો સમાવેશ થતો હતો.

    ફૈઝ અહમદની કવિતાઓ બે પોસ્ટરો પર લખવામાં આવી હતી. જેમાંથી એક પોસ્ટર ANHAD નામના NGO દ્વારા જારી કરવામાં આવ્યું છે. અહીં નોંધવું જરૂરી છે કે દિલ્હી તોફાનોના આરોપી હર્ષ મંદાર અને ફેક ન્યૂઝ પેડલર શબનમ હાશમી તેના સ્થાપકો છે. જ્યારે અન્ય પોસ્ટર પોતાને વિશ્વના સૌથી મોટા આરોગ્ય અને વિકાસ નેટવર્ક પૈકીનું એક ગણાવતા ‘વોલેન્ટરી હેલ્થ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

    ફૈઝની આ પંક્તિઓ દૂર કરવામાં આવી

    -હમ તો ઠહરે અજનબી,

    કિતની મુલાકાતો કે બાદ

    ખૂન કે ધબ્બે ધુલેંગે

    કિતની બરસાતોં કે બાદ

    -ચસ્મ-એ-નમ જાન-એ-શોરીદા કાફી નહીં

    તોહમત-એ-ઈશ્ક-એ-પોશીદા કાફી નહીં

    આજ બાજાર મેં પા બજૌલાં ચલો.

    આ ઉપરાંત હટાવવામાં આવેલ રાજકીય કાર્ટૂન અજીત નિનાન દ્વારા બનાવવામાં આવ્યું હતું જે અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયું હતું. આ કાર્ટૂનમાં ધાર્મિક પ્રતીકોથી શણગારેલી એક ખુરશી દર્શાવવામાં આવી છે અને ધર્મ અને રાજનીતિ વિષય પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમને લગતા માળખામાં સંશોધન બાદ કલકત્તા યુનિવર્સીટીના ઈતિહાસ વિભાગના પ્રોફેસર હરિ વાસુદેવનની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા આ પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું.

    CAA આંદોલન દરમિયાન ફૈઝની કવિતાઓએ વિવાદ જગાવ્યો હતો

    વર્ષ 2019 ના અંતમાં દેશમાં નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ થયેલાં પ્રદર્શનો દરમિયાન ફૈઝની ‘હમ દેખેંગે’ કવિતાનો ઉપયોગ થતાં ભારે વિવાદ થયો હતો. કવિતામાં આવતી એક મૂર્તિપૂજા વિરોધી પંક્તિ ‘સબ બૂત ઉઠવાએ જાયેંગે’નો (તમામ મૂર્તિઓ હટાવવામાં આવશે) ભારે વિરોધ થયો હતો.

    અન્ય પણ ફેરફારો કરવામાં આવ્યા

    ફૈઝની કવિતાઓ અને કાર્ટૂન સિવાય CBSEએ ‘લોકતંત્ર અને વિવિધતા’, તેમજ નેપાળ અને બોલિવિયા પર કેન્દ્રિત ‘લોકપ્રિય સંઘર્ષો અને આંદોલનો’ તેમજ ‘લોકતંત્ર સામે પડકારો’ વગેરે પ્રકરણો પણ હટાવી દીધાં છે. તદુપરાંત, ધોરણ 11 ના ઈતિહાસના અભ્યાસક્રમમાંથી આફ્રિકન અને એશિયન વિસ્તારોમાં ઇસ્લામિક સામ્રાજ્યોના ઉદયને વર્ણવતું ‘કેન્દ્રીય ઇસ્લામિક ભૂમિ’ નામનું પ્રકરણ પણ હટાવી દેવામાં આવ્યું છે.

    કાશ્મીર : સુરક્ષાબળો પર પથ્થરમારો કરીને ભાગી રહ્યો હતો શાબર અલી, નદીમાં પડી જતાં મોત

    કાશ્મીરમાં ફરીથી સુરક્ષાબળો પર પથ્થરમારાની છૂટક ઘટનાઓ સામે આવી રહી છે. દરમ્યાન, એક વિરોધ પ્રદર્શન વખતે સુરક્ષાબળો પર પથ્થરમારો કરીને ભાગવા જતાં એક યુવક નદીમાં પટકાઈ જતાં મોત નીપજ્યું હતું.

    આ ઘટના શુક્રવારની (22 એપ્રિલ,2022) છે. બડગામના માગમ વિસ્તારમાં બપોરના સમયે જુમ્માની નમાઝ બાદ એક વિરોધ પ્રદર્શન થયું હતું, જે દરમિયાન યુવકોની એક ભીડે ફરજ પર તહેનાત સુરક્ષાકર્મીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓએ આ પથ્થરમારો કરનારા યુવાનોને ત્યાંથી ભગાડી દીધા હતા. પથ્થરમારો કરીને ભાગતી વખતે એક યુવક નદીમાં કૂદી પડ્યો હતો. જે બાદ ડૂબી જતાં તેનું મોત થયું હતું.

    મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, પોલીસ જ્યારે આ યુવકોને ભગાડી રહી હતી તે દરમિયાન બડગામની સુખનાગ નદીમાં એક યુવક ડૂબી ગયો હતો. પોલીસે ‘ધ કાશ્મિરીયત’ને જણાવ્યા અનુસાર, તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે.

    સ્થાનિક સમાચાર એજન્સી કાશ્મીર ન્યૂઝ ટ્રસ્ટ અનુસાર આ ઘટના બારામૂલામાં અથડામણમાં માર્યા ગયેલા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કમાન્ડર યુસુફ કંટ્રોના પૈતૃક ગામમાં બની હતી. ઘટના દરમિયાન ડૂબી જનાર યુવકની ઓળખ શ્રીનગરમાં ગુંડ હસ્સી ભટ વિસ્તારના નિવાસી અલી મોહમ્મદ મીરનો પુત્ર શાબર અલી તરીકે થઇ છે.

    વધુમાં, સ્થાનિક પત્રકારે ટ્વીટ કરીને આ અંગે જણાવ્યું છે કે, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે એક કિશોરનું ડૂબવાથી મોત થઇ ગયું હતું. સૂત્રોએ કહ્યું છે કે, યુવાનોનો એક સમૂહ સુરક્ષાબળો પર પથ્થરમારો કરી રહ્યો હતો અને જ્યારે તેમનો પીછો કરવામાં આવ્યો ત્યારે એક યુવક નદીમાં પડતાં ડૂબી ગયો હતો.

    એક અહેવાલ અનુસાર, આ કિશોરની ઉંમર 17 વર્ષની હતી અને નજરે જોનારાઓએ જણાવ્યું કે તે નદીમાં કૂદી તો ગયો હતો પરંતુ તરીને સુરક્ષિત બહાર નીકળી શક્યો ન હતો અને ડૂબી ગયો. જે બાદ સ્થાનિકોએ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને અંતિમવિધિ માટે તેના વતન લઇ ગયા હતા.

    બડગામ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે, “સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને અંતિમવિધિ માટે કિશોરના વતન લઇ જવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે,”

    મસ્જિદની મરામતમાં નિકળ્યું મંદિર: કર્ણાટકના મેગલોર નજીક આવેલી મસ્જિદનો મામલો

    ગત ગુરુવારે કર્ણાટકના મેગલોર નજીક આવેલા મલાલી વિસ્તારમાં એક જૂની જુમા મસ્જિદ આવેલી છે. હાલમાં મસ્જિદ વ્યવસ્થાપકો દ્વારા મસ્જિદનું સમારકામ ચાલુ છે સમારકામ દરમિયાન મંદિરના સ્થાપત્ય આકારનો એક ઢાચો જોવા મળતા ત્યાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા તેના કારણે પ્રશાસન દોડતું થઈ ગયું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે તે વાતની પૂરી સંભાવના છે અહી પહેલા મંદિર હતું. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ એ મસ્જિદના સમારકામનું કામ રોકવા માટે અને આની તપાસની ભલામણ કરી છે.

    મસ્જિદમાં મળેલ ઢાંચો. ( ફોટો સાભાર – ટ્વિટર )

    પ્રશાસનએ ત્વરિત કાર્યવાહી કરી તપાસના આદેશ આપી દીધા છે દક્ષિણ કર્ણાટકના કમિશનરેટએ નવો આદેશ ના આવે ત્યાં સુધી મૂળ સ્થિતિ બનાવી રાખવા માટે કહ્યું છે ઉપરાંત તેને લગતા વિભાગો તપાસ કરી રહ્યા છે. તેમણે લોકોને શાંતિની અપીલ પણ કરી હતી.

    દક્ષિણ કર્ણાટકના ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર કેવી એ કહ્યું કે “મને સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ તરફથી આ બાબતની જાણકારી મળી છે, સ્થાનિક જિલ્લા પ્રશાસન આ આલેખોનું સરક્ષણ કરીને તપાસ કરી રહ્યું છે. અમે સરકારી રેકોર્ડ અને મુસ્લિમ વફ્ક બોર્ડ બંને પાસેથી માહિતી મેળવીશું’

    આ બાબત ગુરુવારે બપોરે ધ્યાને આવી કર્ણાટકના મેગલોર નજીક જ્યારે મસ્જિદના વ્યવસ્થાપકો દ્વારા મસ્જિદના એક તૂટેલા હિસ્સામાં સમારકામનું કામ ચાટલું હતું પરંતુ એક હિસ્સો તૂટી પડતાં ત્યાં મંદિર જેવું સ્થાપત્ય બહાર આવ્યું હતું, આ વાત સ્થાનિક લોકોમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા, જેમાં હિન્દુ વાદી સંગઠનો પણ પહોચી ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદના નેતા એ પ્રશાસનને તાત્કાલિક બાંધકામ રોકવા માટે કહ્યું હતું અને કહ્યું હતું કે અમને લાગે છે કે અહિયાં મંદિર જ હતું.

    બાબરી મસ્જિદ અને રામ મંદિરના કેસ બાદ દેશમાં એક એવી માંગ ઉઠી જ છે કે જ્યાં જ્યાં પણ મંદિરો તોડીને બીજા ધાર્મિક સ્થાનો બનાવાયા છે તેની તપાસ થવી જ જોઈએ. આવો જ મામલો જ્ઞાનવાપી મસ્જિદનો પણ છે તેના માટે પણ કોર્ટમાં અરજી કરાઇ જ છે. ને દાવો કરાયો છે કે ત્યાં ભગવાન ક્રુષ્ણનું મંદિર હતું. કોર્ટે અરજી ગ્રાહ્ય રાખીને સુનાવણી કરવાની સ્વીકાર્યું છે.

    ભારતના ભાગલા કરવાની ધમકી આપનાર તૌકીર રઝાના ઉશ્કેરણીજનક નિવેદન બાદ ચારે તરફથી ટીકાઓનો ધોધ ચાલુ

    કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ તથા મંત્રી મુખ્તાર નક્વીએ તૌકીર રઝા દ્વારા અપાયેલ નિવેદનને કડક શબ્દોમાં વખોડયું હતું.

    રાજકીય પક્ષ ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના સ્થાપક અને ઇસ્લામિક ધર્મગુરુ તૌકીર રઝા ખાનના વિવાદાસ્પદ નિવેદનો પર દુઃખ વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રિપબ્લિક ટીવીને જણાવ્યું હતું કે તૌકીર રઝાએ ભારતીય સંસ્કૃતિની યોગ્ય જાણકારી વિના કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં.

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “હું તેમના જેવા આતંકવાદીઓના કોઈપણ સવાલનો જવાબ આપતો નથી, ભારત રામની સાથે સાથે રાવણની પણ ભૂમિ છે. જ્યારે મહાભારતની વાત કરીએ તો ભારતમાં કૃષ્ણની સાથે અર્જુન પણ હતા. તેમણે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા ભારતીય સંસ્કૃતિને સમજવાની જરૂર છે.”

    જહાંગીરપુરીમાં સાંપ્રદાયિક હિંસા વિશે બોલતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “શું ક્યારેય એવું બન્યું છે કે હિંદુઓએ તાજિયાના સરઘસ પર હુમલો કર્યો હોય. ઇસ્લામિક સમુદાયોમાં વધારો એ સમાજ માટે ખતરો નથી પરંતુ તેમની આતંકવાદી વિચારધારાઓ દેશના યુવાનો માટે હાનિકારક છે.”

    ગિરિરાજ સિંહે કહ્યું“આ એ લોકો છે જે ગઝવા-એ-હિંદની વાતો કરે છે, ભારતીયો આવી વિચારધારાને ક્યારેય સ્વીકારશે નહીં. અમે ‘વસુધૈવ કુટુંબકમ- વિશ્વ એક પરિવાર છે’ માં માનીએ છીએ. આંદોલન માટે રસ્તા પર આવવાની તેમની ધમકી ભારતને ફરીથી વિભાજિત કરી શકશે નહીં.”

    અતિક્રમણ હટાવવાના અભિયાન પર તૌકીર રઝાની ટિપ્પણી વિશે બોલતા, ગિરિરાજ સિંહે કહ્યું, “જે કોઈ કાયદો તોડશે, તેના પર અતિક્રમણ અભિયાન જેવા પગલાં લેવામાં આવશે અને જો કોઈ કાયદાને આંખ બતાવશે તો તેને તેના ગુસ્સાનો સામનો કરવો પડશે.”

    “જો કોઈ હુમલો ગોરખપુરને બદલે મસ્જિદમાં થયો હોત. રાજકીય પ્રવાસ શરૂ થયો હોત,” કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વધુમાં ઉમેર્યું હતું.

    ભારતીય જનતા પાર્ટીની બીજી પ્રતિક્રિયામાં, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ યુપીના મૌલવી મૌલાના તૌકીર રઝા અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આવા લોકો “રાજકીય દંભ” અને “ગભરાટ” ના ઉપયોગથી માત્ર શાંતિ અને સમૃદ્ધિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    આ વિષય પર રિપબ્લિક સાથે વાત કરતા, કેન્દ્રીય પ્રધાન નકવીએ જહાંગીરપુરી હિંસા સહિત તાજેતરની હિંસક અથડામણોને ધ્યાનમાં રાખીને કહ્યું કે ભાજપ “શાંતિ અને સમૃદ્ધિ” ને પ્રાથમિકતા આપી રહી છે જ્યારે કેટલાક લોકો ફક્ત શાંતિના પ્રયાસોને હાઇજેક કરવાની વ્યૂહરચના બનાવી રહ્યા છે. “આવા લોકો હારી જાય છે અને રમખાણોમાં સામેલ થવાનું શરૂ કરે છે, પરંતુ ભારતના લોકો ભાગલા પાડવાની તેમની રાજનીતિને નકારી દેશે.”

    ઉપરાંત, ઇસ્લામિક મૌલવી તૌકીર રઝા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે આ લોકો જેઓ મુસ્લિમ સમુદાયના પ્રવક્તા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેમને વિકાસના મુખ્ય પ્રવાહમાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આમ, સમુદાયે તેમનાથી વાકેફ રહેવું જોઈએ.”

    આ પહેલા, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા અને સાંસદ પ્રધાન વિશ્વાસ સારંગ વિવાદાસ્પદ મૌલવી પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના વ્યક્તિગત હુમલાઓ અને સરકારને ‘મહાભારત’ શરૂ કરવાની ધમકી આપવા બદલ આકરા પ્રહારો કરી ચૂક્યા છે.

    મૌલવી તૌકીર રઝા ખાનની વિવાદાસ્પદ ટિપ્પણી

    રાજકીય પક્ષ ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના સ્થાપક અને ઇસ્લામિક ધર્મગુરુ તૌકીર રઝા ખાને ‘જેલ ભરો આંદોલન’ ની ચેતવણી આપી હતી. તેણે PM મોદીની તુલના મહાભારતના અંધ રાજા ધૃતરાષ્ટ્ર સાથે કરી અને જહાંગીરપુરીમાં સાંપ્રદાયિક હિંસા અંગે PM મોદીની પ્રતિક્રિયા માંગી હતી.

    મૌલવીએ વધુમાં ધમકી આપી હતી કે જો વહીવટીતંત્ર દ્વારા અતિક્રમણ વિરોધી અભિયાનને રોકવામાં નહીં આવે તો મહાભારત શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો આગામી 10 દિવસમાં વહીવટીતંત્ર પોતાનો માર્ગ નહીં બદલે તો મુસ્લિમો દિલ્હીમાં તોફાન કરશે અને ‘જેલ ભરો આંદોલન’ શરૂ કરશે.

    તેણે કહ્યું, “જો મુસ્લિમો આંદોલન માટે રસ્તા પર આવશે તો હિંદુઓને છુપાઈ જવાની જગ્યા નહીં મળે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે.” તેણે વધુમાં વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે જો આગામી 10 દિવસમાં આયોજન કરવામાં આવેલ દરેક ડિમોલિશન ઝુંબેશ પાછી ખેંચી લેવામાં નહીં આવે તો મુસ્લિમો જેલ ભરો આંદોલન માટે રસ્તા પર આવશે.

    બુલંદશહેરના ઝાકિર અલી પર તેની 9 દીકરીઓમાંથી ત્રણે યૌન શોષણનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ધરપકડ

    ઉત્તર પ્રદેશના બુલંદશ્રરમાં, ઝાકિર અલી નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પર તેની જ પુત્રીઓ દ્વારા છેડતી અને ત્રાસ આપવાનો આરોપ છે. તેની એક પુત્રીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ટ્વિટર પર અપીલ કરી, વિનંતી કરી કે તેના પિતા અને તેના મિત્રોને તેનું યૌન શોષણ કરવા અને તેમને મારી નાખવાની ધમકી આપવા બદલ સજા કરવામાં આવે. તેણીએ એક વિડિયો પણ ટ્વીટ કર્યો છે જે દર્શાવે છે કે તેના પિતા તેમને ધમકી આપવા માટે ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરે છે.

    પત્રકાર સચિન ગુપ્તાએ ટ્વીટ કર્યું, “યુપીના બુલંદશહેર જિલ્લાના 45 વર્ષીય ઝાકિર અલીને 9 પુત્રીઓ છે. આજે 3 દીકરીઓએ એસએસપીને ફરિયાદ કરી છે. આરોપ છે કે પિતા તમામ દીકરીઓની છેડતી કરે છે, તેમના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરે છે અને તેમની સાથે સૂવા માટે દબાણ કરે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.”

    ટ્વીટના જવાબમાં બુલંદશહેર પોલીસે જણાવ્યું કે, ‘પિતા પર આરોપ લગાવતી પુત્રીઓની યૌન શોષણ ની ફરિયાદના આધારે, પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તાત્કાલિક કાનૂની કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.’

    ગુરુવારે, બુલંદશહેરના સિયાના વિસ્તારની એક યુવતીએ ટ્વિટ કર્યું કે તેના પિતાએ તેની અને તેની બહેનો પર હુમલો કર્યો હતો. તેણે કહ્યું કે તેના પિતા દારૂ પીધા પછી તેને અને તેના ભાઈ-બહેનો સાથે દુર્વ્યવહાર કરે છે અને જ્યારે બહેનો વિરોધ કરે છે, ત્યારે તે તેમને માર મારે છે અને તેમને વેચવાની, બળાત્કાર કરવાની અને હત્યા કરવાની ધમકી આપે છે.

    પીડિતા દ્વારા કરવામાં આવેલા ટ્વિટ બાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. એસએસપી સંતોષ કુમાર સિંહ પીડિત છોકરીને મળ્યા હતા, તેણીની દુર્દશા સાંભળી હતી અને પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. આરોપીને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લાવવામાં આવ્યો છે. એસએસપી સંતોષ કુમાર સિંહે કહ્યું કે કેસની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાની ફરિયાદનો પત્ર ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

    ટ્વિટર બાદ વિકિપીડિયાના પૂર્વગ્રહ અને તેના સંપાદકોના દ્વારા થતી તથ્યો સાથે છેડછાડ પર ઇલોન મસ્કનું નિવેદન

    અમેરિકન ખરબપતિ ઇલોન મસ્કએ વિકિપીડિયાના પૂર્વગ્રહ અને તેના સંપાદકો દ્વારા તથ્યો સાથે થતી છેડછાડ પર ટ્વિટ કરી હતી. તેણે ટેસ્લાને કેવી રીતે હસ્તગત કરી અને સામ્રાજ્યનું નિર્માણ કર્યું તે અંગે ટ્વિટર વપરાશકર્તાને જવાબ આપતાં, ઇલોન મસ્ક તરફથી કહેવાયું હતું કે, “લોકો કહે છે કે ઇતિહાસ વિજેતાઓ દ્વારા લખવામાં આવે છે, પરંતુ વિકિપીડિયા પર નહીં, જો હારેલી પાર્ટી હજુ પણ જીવંત હોય અને તેમના હાથમાં ઘણો સમય હોય!”

    પોતે ટેસ્લાને હસ્તક લીધા પછી કઈ રીતે એની કાયાકલ્પ કરી એ વાત વિકિપીડિયા પર ન હોવાને કારણે ઇલોન મસ્કે આ નિવેદન આપ્યું હતું. જે પહેલા માત્ર એક શેલ કંપની હતી અને પછી એલોને એને ખરબો ડોલરનું સાહસ બનાવી દીધી હતી.

    ઇલોન મસ્કનું આ નિવેદન એક ચર્ચાના જવાબ તરીકે આવ્યું હતું જ્યાં ગ્રોથ સ્કૂલના વૈભવ સિન્ટીએ કહ્યું હતું કે મસ્ક ટેસ્લાના સ્થાપક નથી, પરંતુ તેણે તેને હસ્તગત કર્યું હતું. એક ટ્વિટર વપરાશકર્તા વિલી વૂએ જવાબ આપ્યો કે કેવી રીતે મસ્કએ મૃત્યુ પામેલી કંપનીના બિઝનેસ મોડલને બદલી નાખ્યું અને તે ડૂબી જાય તે પહેલાં નુકશાન કરતાં સ્થાપકોને કાઢી મૂક્યા હતા.

    નોંધનીય રીતે, સિસિન્ટીની ટ્વીટ સકારાત્મક અર્થમાં હતી કારણ કે તેણે ફોલો-અપ ટ્વીટમાં કહ્યું હતું કે તેને લાગે છે કે મસ્ક ટ્વિટરની સંભવિતતાને મોટા પાયે ખોલી શકે છે.

    એક પછી એક ટ્વિટમાં, ઇલોન મસ્કએ કહ્યું કે આ નિવેદનો ખોટા છે. તેણે કહ્યું, “આ નિવેદનો સત્યની નજીક પણ નથી. તે એક શેલ કોર્પોરેશન હતી જેમાં કોઈ કર્મચારીઓ, કોઈ IP, કોઈ ડિઝાઇન, કોઈ પ્રોટોટાઇપ નહોતા. શાબ્દિક રીતે એસી પ્રોપલ્શનની ઝેરો કારનું વેપારીકરણ કરવાની એક વ્યાપારી યોજના સિવાય બીજું કંઈ જ નહોતું, જે મને એબરહાર્ડે નહીં પણ જેબી સ્ટ્રોબેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.”

    તેણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ટેસ્લા મોટર્સ’ નામની માલિકી કંપનીની નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિની છે. નોંધનીય છે કે, 2021 માં મસ્કએ ખુલાસો કર્યો હતો કે આ નામ સેક્રામેન્ટો, કેલિફોર્નિયાના કોઈની માલિકીનું હતું.

    મસ્કને આ નામ કોઈ પણ રીતે જોઈતું જ હતું, પરંતુ જે વ્યક્તિ પાસે નામ હતું તેને એ વેચવામાં રસ નહોતો. એક ઇન્ટરવ્યુમાં, તેણે કહ્યું, “મેં સૌથી સારા વ્યક્તિને તેના ઘરે મોકલ્યો કે જેને ગુસ્સો કરવો મુશ્કેલ હતો અને તેને કહ્યું કે જ્યાં સુધી તે નામ વેચવા માટે સંમત ન થાય ત્યાં સુધી છોડશો નહીં.” તેઓએ ટેસ્લા નામ માટે $75,000 ચૂકવ્યા હતા.

    તેણે વધુમાં જણાવ્યું કે કંપની અગાઉ માત્ર એક શેલ કંપની હતી. તેણે કહ્યું, “જો શેલ કોર્પ ફાઇલ કરવાથી “કંપનીની સ્થાપના” થતી હોય, તો હું PayPalનો એકમાત્ર સ્થાપક હોઈશ કારણ કે મેં http://X.com (પછીથી તેનું નામ PayPal) માટે મૂળ સંસ્થાપન દસ્તાવેજો ફાઇલ કર્યા છે, પરંતુ સ્થાપનાનો મૂળ અર્થ આ નથી.”

    મસ્કે ઉમેર્યું હતું કે માર્ટિન એબરહાર્ડને બોર્ડ દ્વારા જુલાઇ 2007માં સર્વસંમતિથી ખરાબ કારણોસર બરતરફ કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે આ હકીકત ઘણી મહત્વની છે કે કોઈએ માર્ટિન થે કંપની છોડી નહોતી. તેણે એબરહાર્ડને ’15 વર્ષથી ટેસ્લા વિશે ખોટી વાર્તાને સતત દબાણ કરવા’ માટે દોષી ઠેરવ્યો. મસ્કે કહ્યું, “તે [એબરહાર્ડ] એક નિહાયતી જૂઠો છે. એણે લગભગ ત્રણ વર્ષ સુધી મને મૂર્ખ બનાવ્યો.”

    એબરહાર્ડની નેતૃત્વ કૌશલ્ય પર પ્રશ્ન ઉઠાવતા, તેણે કહ્યું, “પરંતુ જો તે ટેસ્લા જેવી કંપની બનાવવા માટે ખરેખર સક્ષમ હોત, તો તેણે 2007ના મધ્યમાં રોડસ્ટરની કિંમત અને પ્રગતિ વિશે અપમાનજનક રીતે જૂઠું બોલવા બદલ બરતરફ કર્યા પછી તેમ કર્યું હોત. જો તે વાસ્તવિક યોજના હોત તો અમે ઓછામાં ઓછા કેટલાક પ્રતિભાશાળી લોકોને ગુમાવ્યા હોત, પરંતુ અમે કોઈને ગુમાવ્યું નથી.”

    મસ્ક પહેલા પણ વિકિપીડિયા પર પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે.

    આ પહેલીવાર નથી જ્યારે મસ્કએ વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતી વિશે પ્રશ્નો ઉઠાવ્યા હોય. 2021માં તેણે કહ્યું હતું કે, “મારી વિકી એક ડમ્પસ્ટર ફાયર છે. આ રીતે તમે જાણો છો કે તે (વિકિપીડિયા) ક્યુરેટેડ નથી.”

    ઇલોન મસ્ક અને ટ્વિટર

    તાજેતરમાં, ઇલોન મસ્કે ટ્વિટર ખરીદવા અને તેને ખાનગી બનાવવાની ઓફર કરી હતી. તેણે કહ્યું હતું કે કંપની પાસે ઘણી સંભાવનાઓ છે અને તે તેને અનલોક કરી શકે છે. જોકે, ટ્વિટર બોર્ડે ઓફરને નકારી કાઢી હતી અને તેને કંપનીમાં કંટ્રોલિંગ શેર્સ હસ્તગત કરવાથી રોકવા માટે પોઈઝન પિલ સક્રિય કરી હતી. મસ્ક અને ટ્વિટર વચ્ચે ઝઘડો ચાલુ રહેવાનો છે કારણ કે હકીકત એ છે કે ટ્વિટરએ પોઈઝન પિલ સક્રિય કરી હોવા છતાં, તે તેને કંપની પર કબજો કરવા માટે જરૂરી શેર પ્રાપ્ત કરવાથી રોકી શકશે નહીં.

    રાજસ્થાનમાં ગેહલોત સરકારે હિન્દુઑની આસ્થા પર ચલાવ્યું બુલડોઝર; 300 વર્ષ જૂના શિવલિંગને ડ્રિલ મશીનથી તોડ્યું

    ભારતમાં હમણાં બુલડોઝર ની બોલબાલા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ અરાજક તત્વોની મિલકતો પર બુલડોઝર ફેરવવાનું ચાલુ કર્યું ત્યાર બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ પણ શોભાયાત્રા પર પત્થર મારો કરનાર અરાજક તત્વોની મિલકતો પર બુલડોઝર ફેરવ્યું હતું. સાથે જ ગુજરાતમાં પણ આ આવી જ રીતે બુલડોઝર ફેરવ્યું હતું. થોડા દિવસ પૂર્વે દિલ્હીમાં પણ હનુમાન જયંતિની શોભાયાત્રા પર પત્થર મારો થતાં જહાંગિરપુરી વિસ્તારમાં બુલડોઝર ફેરવ્યું હતું. પરંતુ આ બધાથી વિપરીત કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે.

    રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું 300 વર્ષ જૂનું એક શિવ મંદિર તોડવામાં આવ્યું છે. શિવમંદિરમાં આવેલું શિવલિંગ ના તૂટતાં ડ્રિલ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રશાસન ખૂબ જ ક્રૂરતા પૂર્વક આ કામગીરી કરી છે. હિન્દુઓની આસ્થા પર બુલડોઝર ફેરવ્યું છે. આ મંદિર તોડવા બાબતે પ્રશાસન કહે છે કે “વિકાસના કામો માટે આ ડેમોલેશન કરાયું છે.”

    રાજસ્થાન સરકારે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પડ્યું. ( ફોટો સાભાર – ટ્વિટર )

    પ્રશાસનની આ વાત એટલે શંકાના ઘેરામાં આવે છે કે કોંગ્રેસ ધારાસભ્ય જોહારી લાલ મીણા એક વિડીયોમાં એવું કહે છે કે “સ્થાનિક સ્વરાજના ઇલેકશનમાં અહિયાં ભાજપ જીતી હતી, તો આ તો થવાનું જ હતું. હજુ પણ કહું છું કે ભાજપના 34 પાર્ષદોને આવી જાવ મારા ઘરે હમણાં આ બુલડોઝર રોકવી દઉં છું.” તેમનું આ નિવેદન સાબિત કરે છે કે હિન્દુઓની આસ્થા સાથે રમત થઈ રહી છે. ઘણા લોકો આ કાર્યવાહીને દિલ્લી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની કાર્યવાહીની પ્રતિક્રિયા પણ માની રહ્યા છે. અહીંના સ્થાનિક હિન્દુઓ આ વિડીયોને મંદિર તોડવાની કાર્યવાહીની સાથે જોડીને જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ કામ ગેહલોત સરકારે ઈરાદાપૂર્વક કરાવ્યુ છે.

    ભાજપા ITCELLના રાષ્ટ્રીય હેડ અમિત માલવીય એ પણ ટ્વિટ કરી આ મામલે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે ટ્વિટમાં કહ્યું કે “રાજસ્થાનમાં 300 વર્ષ જૂનું શિવ મંદિર વિકાસના નામ પર તોડી પાડ્યું. કરૌલી અને જહાંગિરપૂરીના આંસુ પાડવાના અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચાડવાની આજ છે કોંગ્રેસની અસલી સેકુલરિઝમ.”

    ભાજપા આઇટી સેલ હેડની ટ્વિટ.

    થોડા દિવસ પહેલા રાજસ્થાનના કરૌલીમાં હિન્દુ નવવર્ષની શોભા યાત્રા પર પત્થર મારો થયો હતો ત્યાર બાદ ત્યાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં રાજસ્થાનની પોલીસે જ FIRમાં કહ્યું હતું કે આ રમખાણો અગાઉથી જ નક્કી કરેલી યોજના અનુસાર કરાયા હતા.

    સુરત સિવિલ હોસ્પિટલમાં ગેરકાયદેસર મઝારનું બાંધકામ: સિવિલ ઓથોરીટીએ મઝાર હટાવવા માટે સુરત કમિશનરને કરી અરજી

    સુરત: સુરત સિવિલ ઓથોરીટી એ સુરત કમિશનર ને અરજી લખીને ગેરકાયદાકીય રીતે બાંધેલી મઝાર ને હટાવવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પર સુરત સિવિલમાં નવી બનાવેલી મઝાર નો વિડીયો પર વાયરલ થઈ રહ્યો છે.

    સુરત સિવિલમાં બિનઅધિકૃત રીતે બનેલી મઝારનો વિડીયો.

    વિડીયોમાં એક નવું બાંધકામ દેખાય છે. જે મઝારની આજુબાજુ બનાવ્યું છે આ વાતનું ધ્યાન સ્થાનિક લોકોને આવતા તે વાતની જાણ સુરત સિવિલ ઓથોરીટીને કરી હતી. સુરત સિવિલ ઓથોરિટીને ધ્યાને આવતા તેમણે તત્કાળ પગલાં લઈને સુરત પોલીસ કમિશનરને અરજી લખીને આ ગેરકાયદેસર મઝારનું બાંધકામ હટાવવા માટે કહ્યું છે.

    સુરત સિવિલ ઓથોરીટીએ કમિશનરને લખેલી અરજી.

    opindia ને પત્ર મળ્યો છે જેની પ્રથમ તો સિવિલ ઓથોરીટીને ફોન કરીને ખરાઈ કરી હતી. જેમાં સિવિલ પ્રશાસને પોલીસ કમિશનરને લખ્યું છે કે “સિવિલ ખાતે રેડિયોલોજી વિભાગની પાછળ અને કિડની વિભાગના બિલ્ડીંગની બાજુમાં ઑક્સીજન પ્લાન્ટ પાસે એક મઝાર આવેલ છે. જે મઝારનું ઘણા અસમાજિક તત્વો દ્વારા બિનઅધિકૃત બાંધકામ કર્યું છે. આ બિનઅધિકૃત મઝાર 17.50 ફૂટ બાય 17.50 ફૂટ એરિયામાં આવેલું છે. આ દબાણ આસમાજિક તત્વો દ્વારા કરાયું હોઈ જેની આપ સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીને સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરવા માટે વિનંતી છે.”

    બિનઅધિકૃત બાંધેલી મઝાર. ફોટો સાભાર:સોસિયલ મીડિયા

    લોકો દ્વારા જ્યારે સિવિલ ઓથોરિટીને જાણ કરાઇ ત્યારે તેમણે જણાવ્યુ હતું કે અગાઉ હતી કે નહીં તેનો અમને ધ્યાન નથી પરંતુ અમને ધ્યાને આવતા જ જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપી દીધો છે. આ મુદ્દો પૂરા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સોસિયલ મીડિયામાં પર આ મુદ્દો બધુ વાયરલ થયો હતો. સુરતમાં આવો જ એક બીજો વિવાદ પર સામે આવ્યો હતો. જેમાં સુરત ચોક બજાર ખાતે આવેલ હેરિટેજ સાઇટની પ્રિમાઈસીઝમાં જ એક જ રાતમાં મઝાર બાંધી મૂકવામાં આવી હતી. જેનો વિરોધ પણ થયો હતો. હિન્દુ ITCELL ના કરી કર્તાઓ એ ફરિયાદ પણ નોધાવી છે.

    આવી ઘટનાઑ પર બુદ્ધિજીવી વર્ગનું કહેવું છે કે ચોક્કસ વર્ગ દ્વારા આ શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પ્રશાસન આવા અસામાજિક તત્વો પર જરૂરી કાર્યવાહી કરે.

    નિરવા મહેતાના ઇનપુટ્સ સાથે.

    ગુજરાતનાં તાપી જિલ્લાના ખ્રિસ્તીઓ દ્વારા થતાં ધર્મ પરીવર્તનનો ચોંકાવનારો કિસ્સો, એક જ પરિવારના 5 સભ્યોની ધરપકડ

    વ્યારાના અંબિકાનગરમાં રહેતા એક જ પરિવારના બે ખ્રિસ્તી ભાઈઓ દ્વારા બે હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને પોતાના ઘરે લઈ જઇ એક રાત ગોંધી રાખીને ધર્મ પરીવર્તન વિધિ કરવામાં આવી હતી. યુવતીના પરિવાર દ્વારા આ બંને યુવકો અને તેમના પરિવારના અન્ય 3 સભ્યો સહિત 5 સામે વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે રાતે જ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

    યુવતીના પરિવાર દ્વારા કરાયેલ ફરિયાદમાં જે પાંચ આરોપીઓના નામ અપાયા છે એ આ મુજબ છે.

      • યોહાન રાકેશભાઈ વસાવા
      • રાકેશભાઈ કાથુડિયાભાઈ વસાવા
      • રેખાબેન રાકેશભાઈ વસાવા
      • રસીન રાકેશભાઈ વસાવા
      • યાકુબ રાકેશભાઈ વસાવા

    વ્યારા પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓની આઇપીસી કલમ 342, 417, 120 (બી) તથા ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ 4 હેઠળ ધરપકડ કરાઇ હતી.

    ફરિયાદી યુવતીએ FIR માં ઘણા સ્ફોટક ખુલાસાઓ કર્યા હતા.

    પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યુ હતું કે 20 તારીખે સવારે યોહાને ફોન કરીને પોતાના ઘરે બોલાવતા કહ્યું કે એના પપ્પા (રાકેશ વસાવા) તેણીને મળવા માંગે છે. યુવતી પોતાના ઘરેથી મિત્રના ઘરે જવાનું કારણ બતાવીને યોહાનના ઘરે પહોચી હતી. યુવતી યોહાનના ઘરે ગયેલી ત્યારે ત્યાં યોહાન તથા યોહાનના પપ્પા રાકેશભાઇ કાથુડીયાભાઇ ગામીત તથા યોહાનની મમ્મી રેખાબેન રાકેશ ભાઈ ગામીત તથા યોહાનના બે ભાઇઓ રસીન રાકેશભાઇ ગામીત તથા યાકુબ રાકેશભાઇ ગામીત હાજર હતા.

    યુવતીએ નોંધાવેલ FIR માં મોટા ખુલાસાઓ

    યુવતી ઘરના દરવાજા પાસે પહોંચી એટલે યોહાનના પપ્પાએ તેણીના હાથમાં બાંધેલ હિન્દુ ધર્મના દોરા કાપી નાખ્યા હતા, અને તેના માથામાં તથા કપાળ ઉપર તથા પગમાં તેલ લગાવી અને ઓઢણીથી તેના વાળ બંધાવી દીધેલ હતા. ત્યારબાદ તેને ઘરમાં લઇ જઇ યોહાનના પપ્પાએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેવા કહેતા યોહાને તેનો મોબાઇલ લઇ લીધો હતો અને સ્વિચ ઓફ કરી દીધો હતો. આ દરમિયાન યોહાનના ભાઈ રસિનની પ્રેમિકા પણ ત્યાં આવી પહોચી જેની સાથે પણ આ જ પ્રમાણેની વિધિ કરાઇ હતી.

    બાદમાં યોહાનના પપ્પાએ બંને હિન્દુ યુવતીઓને કહ્યું કે ‘તમે અશુધ્ધ છો તમને શુધ્ધ કરવા માટે અહીં બોલાવ્યા છે.’ તેવુ કહેતા તે રડવા લાગેલી અને પોતાના ઘરે જવા માટે વિનંતી કરવા લાગી હતી. પરંતુ યોહાનના પપ્પાએ મને કહેલ કે “હવે તમારાથી ઘરની બહાર નહીં જવાય, તમારે ચાર દિવસ અહી રહેવાનું છે. ઇસુએ મારા ખાતામાં એક લાખ તથા યોહાનની મમ્મીના ખાતામાં એક લાખ રૂપિયા નાખેલા છે, જેથી હવે બધાના મોબાઇલ તથા જુની ફોરવ્હીલ ગાડી કાઢી નવી ફોરવ્હીલ તથા મોબાઇલ લઈ લેવાના છે.” પછી મીણબત્તી સળગાવીને એની સામે વિધિ કરતાં કરતાં એ જે બોલતા જતાં એ અમારી પાસે પણ બોલાવતા હતા.

    આખી રાત આવી અનેક વિધિ ચાલ્યા બાદ જ્યારે બીજા દિવસે સવારે 8 વાગ્યા આસપાસ યુવતીએ છુપાઈને પોતાનો મોબાઈલ મેળવ્યો તો તેણીએ કોલ કરીને પોતાના ઘરે વાત કરી. યોહાનની મમ્મી આ જોઈ જતાં એને યુવતીની મમ્મીને ફોસલાવવાનો પ્રયાસ પણ કર્યો. છેવટે યુવતીના પરિવારવાળા યોહાનના ઘરે આવીને યુવતીને છોડાવીને લઈ ગયા અને વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની જાણ જિલ્લા એસપી અને ડીવાયએસપીને થતાં બંને ઘટના સ્થળે પહોચી ગયા હતા અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.

    હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ છે કે એમણે આ પ્રકારની ઘટનાઓ સાથે ક્યારના જોડાયા છે તથા આ પહેલા પણ શું આ રીતના કોઈ કાંડ કર્યા છે કે નહીં. અહી એ પણ ખાસ નોંધવું જોઈએ કે ગુજરાતનાં તાપી અને આસપાસના વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ તથા લોકો દ્વારા આવા ગરીબ ભોળા હિન્દુઓને યેનકેન પ્રકારે ફસાવીને, લોભ લાલચ આપીને એમનું ધર્મ પરીવર્તન કરાવવાના કિસ્સા વારંવાર બહાર આવતા હોય છે.