Wednesday, April 24, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકગુજરાતનાં તાપી જિલ્લાના ખ્રિસ્તીઓ દ્વારા થતાં ધર્મ પરીવર્તનનો ચોંકાવનારો કિસ્સો, એક જ...

  ગુજરાતનાં તાપી જિલ્લાના ખ્રિસ્તીઓ દ્વારા થતાં ધર્મ પરીવર્તનનો ચોંકાવનારો કિસ્સો, એક જ પરિવારના 5 સભ્યોની ધરપકડ

  ગુજરાતના વ્યારામાં હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને છોકરાના સમગ્ર પરિવાર દ્વારા તેને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનો ચોંકાવી દેનારો કિસ્સો બહાર આવ્યો છે.

  - Advertisement -

  વ્યારાના અંબિકાનગરમાં રહેતા એક જ પરિવારના બે ખ્રિસ્તી ભાઈઓ દ્વારા બે હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને પોતાના ઘરે લઈ જઇ એક રાત ગોંધી રાખીને ધર્મ પરીવર્તન વિધિ કરવામાં આવી હતી. યુવતીના પરિવાર દ્વારા આ બંને યુવકો અને તેમના પરિવારના અન્ય 3 સભ્યો સહિત 5 સામે વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે રાતે જ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

  યુવતીના પરિવાર દ્વારા કરાયેલ ફરિયાદમાં જે પાંચ આરોપીઓના નામ અપાયા છે એ આ મુજબ છે.

   • યોહાન રાકેશભાઈ વસાવા
   • રાકેશભાઈ કાથુડિયાભાઈ વસાવા
   • રેખાબેન રાકેશભાઈ વસાવા
   • રસીન રાકેશભાઈ વસાવા
   • યાકુબ રાકેશભાઈ વસાવા

  વ્યારા પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓની આઇપીસી કલમ 342, 417, 120 (બી) તથા ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ 4 હેઠળ ધરપકડ કરાઇ હતી.

  - Advertisement -

  ફરિયાદી યુવતીએ FIR માં ઘણા સ્ફોટક ખુલાસાઓ કર્યા હતા.

  પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યુ હતું કે 20 તારીખે સવારે યોહાને ફોન કરીને પોતાના ઘરે બોલાવતા કહ્યું કે એના પપ્પા (રાકેશ વસાવા) તેણીને મળવા માંગે છે. યુવતી પોતાના ઘરેથી મિત્રના ઘરે જવાનું કારણ બતાવીને યોહાનના ઘરે પહોચી હતી. યુવતી યોહાનના ઘરે ગયેલી ત્યારે ત્યાં યોહાન તથા યોહાનના પપ્પા રાકેશભાઇ કાથુડીયાભાઇ ગામીત તથા યોહાનની મમ્મી રેખાબેન રાકેશ ભાઈ ગામીત તથા યોહાનના બે ભાઇઓ રસીન રાકેશભાઇ ગામીત તથા યાકુબ રાકેશભાઇ ગામીત હાજર હતા.

  યુવતીએ નોંધાવેલ FIR માં મોટા ખુલાસાઓ

  યુવતી ઘરના દરવાજા પાસે પહોંચી એટલે યોહાનના પપ્પાએ તેણીના હાથમાં બાંધેલ હિન્દુ ધર્મના દોરા કાપી નાખ્યા હતા, અને તેના માથામાં તથા કપાળ ઉપર તથા પગમાં તેલ લગાવી અને ઓઢણીથી તેના વાળ બંધાવી દીધેલ હતા. ત્યારબાદ તેને ઘરમાં લઇ જઇ યોહાનના પપ્પાએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેવા કહેતા યોહાને તેનો મોબાઇલ લઇ લીધો હતો અને સ્વિચ ઓફ કરી દીધો હતો. આ દરમિયાન યોહાનના ભાઈ રસિનની પ્રેમિકા પણ ત્યાં આવી પહોચી જેની સાથે પણ આ જ પ્રમાણેની વિધિ કરાઇ હતી.

  બાદમાં યોહાનના પપ્પાએ બંને હિન્દુ યુવતીઓને કહ્યું કે ‘તમે અશુધ્ધ છો તમને શુધ્ધ કરવા માટે અહીં બોલાવ્યા છે.’ તેવુ કહેતા તે રડવા લાગેલી અને પોતાના ઘરે જવા માટે વિનંતી કરવા લાગી હતી. પરંતુ યોહાનના પપ્પાએ મને કહેલ કે “હવે તમારાથી ઘરની બહાર નહીં જવાય, તમારે ચાર દિવસ અહી રહેવાનું છે. ઇસુએ મારા ખાતામાં એક લાખ તથા યોહાનની મમ્મીના ખાતામાં એક લાખ રૂપિયા નાખેલા છે, જેથી હવે બધાના મોબાઇલ તથા જુની ફોરવ્હીલ ગાડી કાઢી નવી ફોરવ્હીલ તથા મોબાઇલ લઈ લેવાના છે.” પછી મીણબત્તી સળગાવીને એની સામે વિધિ કરતાં કરતાં એ જે બોલતા જતાં એ અમારી પાસે પણ બોલાવતા હતા.

  આખી રાત આવી અનેક વિધિ ચાલ્યા બાદ જ્યારે બીજા દિવસે સવારે 8 વાગ્યા આસપાસ યુવતીએ છુપાઈને પોતાનો મોબાઈલ મેળવ્યો તો તેણીએ કોલ કરીને પોતાના ઘરે વાત કરી. યોહાનની મમ્મી આ જોઈ જતાં એને યુવતીની મમ્મીને ફોસલાવવાનો પ્રયાસ પણ કર્યો. છેવટે યુવતીના પરિવારવાળા યોહાનના ઘરે આવીને યુવતીને છોડાવીને લઈ ગયા અને વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની જાણ જિલ્લા એસપી અને ડીવાયએસપીને થતાં બંને ઘટના સ્થળે પહોચી ગયા હતા અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.

  હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ છે કે એમણે આ પ્રકારની ઘટનાઓ સાથે ક્યારના જોડાયા છે તથા આ પહેલા પણ શું આ રીતના કોઈ કાંડ કર્યા છે કે નહીં. અહી એ પણ ખાસ નોંધવું જોઈએ કે ગુજરાતનાં તાપી અને આસપાસના વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ તથા લોકો દ્વારા આવા ગરીબ ભોળા હિન્દુઓને યેનકેન પ્રકારે ફસાવીને, લોભ લાલચ આપીને એમનું ધર્મ પરીવર્તન કરાવવાના કિસ્સા વારંવાર બહાર આવતા હોય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં