Thursday, March 28, 2024
More
    હોમપેજક્રાઈમકાશ્મીર : સુરક્ષાબળો પર પથ્થરમારો કરીને ભાગી રહ્યો હતો શાબર અલી, નદીમાં...

    કાશ્મીર : સુરક્ષાબળો પર પથ્થરમારો કરીને ભાગી રહ્યો હતો શાબર અલી, નદીમાં પડી જતાં મોત

    કાશ્મીરના બડગામમાં એક યુવક સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને ભાગી રહ્યો હતો ત્યારે તેનું નદીમાં ડૂબી જઈને મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    કાશ્મીરમાં ફરીથી સુરક્ષાબળો પર પથ્થરમારાની છૂટક ઘટનાઓ સામે આવી રહી છે. દરમ્યાન, એક વિરોધ પ્રદર્શન વખતે સુરક્ષાબળો પર પથ્થરમારો કરીને ભાગવા જતાં એક યુવક નદીમાં પટકાઈ જતાં મોત નીપજ્યું હતું.

    આ ઘટના શુક્રવારની (22 એપ્રિલ,2022) છે. બડગામના માગમ વિસ્તારમાં બપોરના સમયે જુમ્માની નમાઝ બાદ એક વિરોધ પ્રદર્શન થયું હતું, જે દરમિયાન યુવકોની એક ભીડે ફરજ પર તહેનાત સુરક્ષાકર્મીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓએ આ પથ્થરમારો કરનારા યુવાનોને ત્યાંથી ભગાડી દીધા હતા. પથ્થરમારો કરીને ભાગતી વખતે એક યુવક નદીમાં કૂદી પડ્યો હતો. જે બાદ ડૂબી જતાં તેનું મોત થયું હતું.

    મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, પોલીસ જ્યારે આ યુવકોને ભગાડી રહી હતી તે દરમિયાન બડગામની સુખનાગ નદીમાં એક યુવક ડૂબી ગયો હતો. પોલીસે ‘ધ કાશ્મિરીયત’ને જણાવ્યા અનુસાર, તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે.

    - Advertisement -

    સ્થાનિક સમાચાર એજન્સી કાશ્મીર ન્યૂઝ ટ્રસ્ટ અનુસાર આ ઘટના બારામૂલામાં અથડામણમાં માર્યા ગયેલા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કમાન્ડર યુસુફ કંટ્રોના પૈતૃક ગામમાં બની હતી. ઘટના દરમિયાન ડૂબી જનાર યુવકની ઓળખ શ્રીનગરમાં ગુંડ હસ્સી ભટ વિસ્તારના નિવાસી અલી મોહમ્મદ મીરનો પુત્ર શાબર અલી તરીકે થઇ છે.

    વધુમાં, સ્થાનિક પત્રકારે ટ્વીટ કરીને આ અંગે જણાવ્યું છે કે, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે એક કિશોરનું ડૂબવાથી મોત થઇ ગયું હતું. સૂત્રોએ કહ્યું છે કે, યુવાનોનો એક સમૂહ સુરક્ષાબળો પર પથ્થરમારો કરી રહ્યો હતો અને જ્યારે તેમનો પીછો કરવામાં આવ્યો ત્યારે એક યુવક નદીમાં પડતાં ડૂબી ગયો હતો.

    એક અહેવાલ અનુસાર, આ કિશોરની ઉંમર 17 વર્ષની હતી અને નજરે જોનારાઓએ જણાવ્યું કે તે નદીમાં કૂદી તો ગયો હતો પરંતુ તરીને સુરક્ષિત બહાર નીકળી શક્યો ન હતો અને ડૂબી ગયો. જે બાદ સ્થાનિકોએ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને અંતિમવિધિ માટે તેના વતન લઇ ગયા હતા.

    બડગામ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે, “સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને અંતિમવિધિ માટે કિશોરના વતન લઇ જવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે,”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં