Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટભારતના ભાગલા કરવાની ધમકી આપનાર તૌકીર રઝાના ઉશ્કેરણીજનક નિવેદન બાદ ચારે તરફથી...

  ભારતના ભાગલા કરવાની ધમકી આપનાર તૌકીર રઝાના ઉશ્કેરણીજનક નિવેદન બાદ ચારે તરફથી ટીકાઓનો ધોધ ચાલુ

  મુસ્લિમ ધર્મગુરુ તૌકીર રઝાએ રમઝાન મહિના બાદ હિંદુઓને જોઈ લેવાની ધમકી આપી હતી અને દેશભરમાં તોફાનો કરવાનું કહ્યું હતું જેની ભાજપ નેતાઓએ ટીકા કરી છે.

  - Advertisement -

  કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ તથા મંત્રી મુખ્તાર નક્વીએ તૌકીર રઝા દ્વારા અપાયેલ નિવેદનને કડક શબ્દોમાં વખોડયું હતું.

  રાજકીય પક્ષ ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના સ્થાપક અને ઇસ્લામિક ધર્મગુરુ તૌકીર રઝા ખાનના વિવાદાસ્પદ નિવેદનો પર દુઃખ વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રિપબ્લિક ટીવીને જણાવ્યું હતું કે તૌકીર રઝાએ ભારતીય સંસ્કૃતિની યોગ્ય જાણકારી વિના કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં.

  કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “હું તેમના જેવા આતંકવાદીઓના કોઈપણ સવાલનો જવાબ આપતો નથી, ભારત રામની સાથે સાથે રાવણની પણ ભૂમિ છે. જ્યારે મહાભારતની વાત કરીએ તો ભારતમાં કૃષ્ણની સાથે અર્જુન પણ હતા. તેમણે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા ભારતીય સંસ્કૃતિને સમજવાની જરૂર છે.”

  - Advertisement -

  જહાંગીરપુરીમાં સાંપ્રદાયિક હિંસા વિશે બોલતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “શું ક્યારેય એવું બન્યું છે કે હિંદુઓએ તાજિયાના સરઘસ પર હુમલો કર્યો હોય. ઇસ્લામિક સમુદાયોમાં વધારો એ સમાજ માટે ખતરો નથી પરંતુ તેમની આતંકવાદી વિચારધારાઓ દેશના યુવાનો માટે હાનિકારક છે.”

  ગિરિરાજ સિંહે કહ્યું“આ એ લોકો છે જે ગઝવા-એ-હિંદની વાતો કરે છે, ભારતીયો આવી વિચારધારાને ક્યારેય સ્વીકારશે નહીં. અમે ‘વસુધૈવ કુટુંબકમ- વિશ્વ એક પરિવાર છે’ માં માનીએ છીએ. આંદોલન માટે રસ્તા પર આવવાની તેમની ધમકી ભારતને ફરીથી વિભાજિત કરી શકશે નહીં.”

  અતિક્રમણ હટાવવાના અભિયાન પર તૌકીર રઝાની ટિપ્પણી વિશે બોલતા, ગિરિરાજ સિંહે કહ્યું, “જે કોઈ કાયદો તોડશે, તેના પર અતિક્રમણ અભિયાન જેવા પગલાં લેવામાં આવશે અને જો કોઈ કાયદાને આંખ બતાવશે તો તેને તેના ગુસ્સાનો સામનો કરવો પડશે.”

  “જો કોઈ હુમલો ગોરખપુરને બદલે મસ્જિદમાં થયો હોત. રાજકીય પ્રવાસ શરૂ થયો હોત,” કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વધુમાં ઉમેર્યું હતું.

  ભારતીય જનતા પાર્ટીની બીજી પ્રતિક્રિયામાં, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ યુપીના મૌલવી મૌલાના તૌકીર રઝા અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આવા લોકો “રાજકીય દંભ” અને “ગભરાટ” ના ઉપયોગથી માત્ર શાંતિ અને સમૃદ્ધિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  આ વિષય પર રિપબ્લિક સાથે વાત કરતા, કેન્દ્રીય પ્રધાન નકવીએ જહાંગીરપુરી હિંસા સહિત તાજેતરની હિંસક અથડામણોને ધ્યાનમાં રાખીને કહ્યું કે ભાજપ “શાંતિ અને સમૃદ્ધિ” ને પ્રાથમિકતા આપી રહી છે જ્યારે કેટલાક લોકો ફક્ત શાંતિના પ્રયાસોને હાઇજેક કરવાની વ્યૂહરચના બનાવી રહ્યા છે. “આવા લોકો હારી જાય છે અને રમખાણોમાં સામેલ થવાનું શરૂ કરે છે, પરંતુ ભારતના લોકો ભાગલા પાડવાની તેમની રાજનીતિને નકારી દેશે.”

  ઉપરાંત, ઇસ્લામિક મૌલવી તૌકીર રઝા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે આ લોકો જેઓ મુસ્લિમ સમુદાયના પ્રવક્તા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેમને વિકાસના મુખ્ય પ્રવાહમાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આમ, સમુદાયે તેમનાથી વાકેફ રહેવું જોઈએ.”

  આ પહેલા, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા અને સાંસદ પ્રધાન વિશ્વાસ સારંગ વિવાદાસ્પદ મૌલવી પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના વ્યક્તિગત હુમલાઓ અને સરકારને ‘મહાભારત’ શરૂ કરવાની ધમકી આપવા બદલ આકરા પ્રહારો કરી ચૂક્યા છે.

  મૌલવી તૌકીર રઝા ખાનની વિવાદાસ્પદ ટિપ્પણી

  રાજકીય પક્ષ ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના સ્થાપક અને ઇસ્લામિક ધર્મગુરુ તૌકીર રઝા ખાને ‘જેલ ભરો આંદોલન’ ની ચેતવણી આપી હતી. તેણે PM મોદીની તુલના મહાભારતના અંધ રાજા ધૃતરાષ્ટ્ર સાથે કરી અને જહાંગીરપુરીમાં સાંપ્રદાયિક હિંસા અંગે PM મોદીની પ્રતિક્રિયા માંગી હતી.

  મૌલવીએ વધુમાં ધમકી આપી હતી કે જો વહીવટીતંત્ર દ્વારા અતિક્રમણ વિરોધી અભિયાનને રોકવામાં નહીં આવે તો મહાભારત શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો આગામી 10 દિવસમાં વહીવટીતંત્ર પોતાનો માર્ગ નહીં બદલે તો મુસ્લિમો દિલ્હીમાં તોફાન કરશે અને ‘જેલ ભરો આંદોલન’ શરૂ કરશે.

  તેણે કહ્યું, “જો મુસ્લિમો આંદોલન માટે રસ્તા પર આવશે તો હિંદુઓને છુપાઈ જવાની જગ્યા નહીં મળે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે.” તેણે વધુમાં વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે જો આગામી 10 દિવસમાં આયોજન કરવામાં આવેલ દરેક ડિમોલિશન ઝુંબેશ પાછી ખેંચી લેવામાં નહીં આવે તો મુસ્લિમો જેલ ભરો આંદોલન માટે રસ્તા પર આવશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં