Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટNCERTના અભ્યાસક્રમમાં હવેથી ફૈઝની કવિતાઓ નહીં ભણાવાય, બોર્ડે ‘સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ’ નામનું...

    NCERTના અભ્યાસક્રમમાં હવેથી ફૈઝની કવિતાઓ નહીં ભણાવાય, બોર્ડે ‘સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ’ નામનું પ્રકરણ પણ હટાવ્યું

    NCERTના નવા અભ્યાસક્રમમાં ફૈઝ અહમદ ફૈઝની એક કવિતાને હટાવવામાં આવી છે. આ ઉપરાંત અજીત નીનાનનું એક કાર્ટુન પણ દૂર કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    લગભગ એક દાયકાથી વધુ સમય બાદ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) NCERTના અભ્યાસક્રમમાં કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. ગુરુવારે (21 એપ્રિલ 2022) બોર્ડે શૈક્ષણિક વર્ષ 2022-23 માટેનો અભ્યાસક્રમ જારી કર્યો હતો. જે મુજબ અભ્યાસક્રમમાંથી પાકિસ્તાની કવિ ફૈઝ અહમદ ફૈઝની કવિતાઓ હટાવવામાં આવી છે.

    નવા અભ્યાસક્રમ અનુસાર, ધોરણ દસના NCERT પાઠ્યપુસ્તકના ‘ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજનીતિ- સાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષ રાજ્ય’ વિભાગમાંથી ફૈઝ અહમદ ફૈઝ રચિત પંક્તિઓ હટાવી દેવામાં આવી છે. છેલ્લા એક દાયકાથી આ પંક્તિઓ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી હતી, જોકે હવે નવા અભ્યાસક્રમમાં ફૈઝની કવિતાઓ હટાવવામાં આવી છે.

    ધોરણ દસના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ જારી કરતા પરિપત્રમાં બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે, પાનાં નંબર 46, 48 અને 49 બાદ કરતાં ‘ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજકારણ’ વિભાગ અભ્યાસક્રમમાં યથાવત રહેશે. નોંધનીય છે કે દૂર કરવામાં આવેલ પાનાંમાં ફૈઝની કવિતાઓ અને એક રાજકીય કાર્ટૂનનો સમાવેશ થતો હતો.

    - Advertisement -

    ફૈઝ અહમદની કવિતાઓ બે પોસ્ટરો પર લખવામાં આવી હતી. જેમાંથી એક પોસ્ટર ANHAD નામના NGO દ્વારા જારી કરવામાં આવ્યું છે. અહીં નોંધવું જરૂરી છે કે દિલ્હી તોફાનોના આરોપી હર્ષ મંદાર અને ફેક ન્યૂઝ પેડલર શબનમ હાશમી તેના સ્થાપકો છે. જ્યારે અન્ય પોસ્ટર પોતાને વિશ્વના સૌથી મોટા આરોગ્ય અને વિકાસ નેટવર્ક પૈકીનું એક ગણાવતા ‘વોલેન્ટરી હેલ્થ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

    ફૈઝની આ પંક્તિઓ દૂર કરવામાં આવી

    -હમ તો ઠહરે અજનબી,

    કિતની મુલાકાતો કે બાદ

    ખૂન કે ધબ્બે ધુલેંગે

    કિતની બરસાતોં કે બાદ

    -ચસ્મ-એ-નમ જાન-એ-શોરીદા કાફી નહીં

    તોહમત-એ-ઈશ્ક-એ-પોશીદા કાફી નહીં

    આજ બાજાર મેં પા બજૌલાં ચલો.

    આ ઉપરાંત હટાવવામાં આવેલ રાજકીય કાર્ટૂન અજીત નિનાન દ્વારા બનાવવામાં આવ્યું હતું જે અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયું હતું. આ કાર્ટૂનમાં ધાર્મિક પ્રતીકોથી શણગારેલી એક ખુરશી દર્શાવવામાં આવી છે અને ધર્મ અને રાજનીતિ વિષય પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમને લગતા માળખામાં સંશોધન બાદ કલકત્તા યુનિવર્સીટીના ઈતિહાસ વિભાગના પ્રોફેસર હરિ વાસુદેવનની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા આ પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું.

    CAA આંદોલન દરમિયાન ફૈઝની કવિતાઓએ વિવાદ જગાવ્યો હતો

    વર્ષ 2019 ના અંતમાં દેશમાં નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ થયેલાં પ્રદર્શનો દરમિયાન ફૈઝની ‘હમ દેખેંગે’ કવિતાનો ઉપયોગ થતાં ભારે વિવાદ થયો હતો. કવિતામાં આવતી એક મૂર્તિપૂજા વિરોધી પંક્તિ ‘સબ બૂત ઉઠવાએ જાયેંગે’નો (તમામ મૂર્તિઓ હટાવવામાં આવશે) ભારે વિરોધ થયો હતો.

    અન્ય પણ ફેરફારો કરવામાં આવ્યા

    ફૈઝની કવિતાઓ અને કાર્ટૂન સિવાય CBSEએ ‘લોકતંત્ર અને વિવિધતા’, તેમજ નેપાળ અને બોલિવિયા પર કેન્દ્રિત ‘લોકપ્રિય સંઘર્ષો અને આંદોલનો’ તેમજ ‘લોકતંત્ર સામે પડકારો’ વગેરે પ્રકરણો પણ હટાવી દીધાં છે. તદુપરાંત, ધોરણ 11 ના ઈતિહાસના અભ્યાસક્રમમાંથી આફ્રિકન અને એશિયન વિસ્તારોમાં ઇસ્લામિક સામ્રાજ્યોના ઉદયને વર્ણવતું ‘કેન્દ્રીય ઇસ્લામિક ભૂમિ’ નામનું પ્રકરણ પણ હટાવી દેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં