Friday, April 26, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકસુરત સિવિલ હોસ્પિટલમાં ગેરકાયદેસર મઝારનું બાંધકામ: સિવિલ ઓથોરીટીએ મઝાર હટાવવા માટે સુરત...

    સુરત સિવિલ હોસ્પિટલમાં ગેરકાયદેસર મઝારનું બાંધકામ: સિવિલ ઓથોરીટીએ મઝાર હટાવવા માટે સુરત કમિશનરને કરી અરજી

    સુરતની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રાતોરાત એક મઝાર ઉભી કરી દેવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવતા તેણે પોલીસ ફરિયાદ કરીને આ મઝાર દુર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    સુરત: સુરત સિવિલ ઓથોરીટી એ સુરત કમિશનર ને અરજી લખીને ગેરકાયદાકીય રીતે બાંધેલી મઝાર ને હટાવવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પર સુરત સિવિલમાં નવી બનાવેલી મઝાર નો વિડીયો પર વાયરલ થઈ રહ્યો છે.

    સુરત સિવિલમાં બિનઅધિકૃત રીતે બનેલી મઝારનો વિડીયો.

    વિડીયોમાં એક નવું બાંધકામ દેખાય છે. જે મઝારની આજુબાજુ બનાવ્યું છે આ વાતનું ધ્યાન સ્થાનિક લોકોને આવતા તે વાતની જાણ સુરત સિવિલ ઓથોરીટીને કરી હતી. સુરત સિવિલ ઓથોરિટીને ધ્યાને આવતા તેમણે તત્કાળ પગલાં લઈને સુરત પોલીસ કમિશનરને અરજી લખીને આ ગેરકાયદેસર મઝારનું બાંધકામ હટાવવા માટે કહ્યું છે.

    સુરત સિવિલ ઓથોરીટીએ કમિશનરને લખેલી અરજી.

    opindia ને પત્ર મળ્યો છે જેની પ્રથમ તો સિવિલ ઓથોરીટીને ફોન કરીને ખરાઈ કરી હતી. જેમાં સિવિલ પ્રશાસને પોલીસ કમિશનરને લખ્યું છે કે “સિવિલ ખાતે રેડિયોલોજી વિભાગની પાછળ અને કિડની વિભાગના બિલ્ડીંગની બાજુમાં ઑક્સીજન પ્લાન્ટ પાસે એક મઝાર આવેલ છે. જે મઝારનું ઘણા અસમાજિક તત્વો દ્વારા બિનઅધિકૃત બાંધકામ કર્યું છે. આ બિનઅધિકૃત મઝાર 17.50 ફૂટ બાય 17.50 ફૂટ એરિયામાં આવેલું છે. આ દબાણ આસમાજિક તત્વો દ્વારા કરાયું હોઈ જેની આપ સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીને સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરવા માટે વિનંતી છે.”

    - Advertisement -
    બિનઅધિકૃત બાંધેલી મઝાર. ફોટો સાભાર:સોસિયલ મીડિયા

    લોકો દ્વારા જ્યારે સિવિલ ઓથોરિટીને જાણ કરાઇ ત્યારે તેમણે જણાવ્યુ હતું કે અગાઉ હતી કે નહીં તેનો અમને ધ્યાન નથી પરંતુ અમને ધ્યાને આવતા જ જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપી દીધો છે. આ મુદ્દો પૂરા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સોસિયલ મીડિયામાં પર આ મુદ્દો બધુ વાયરલ થયો હતો. સુરતમાં આવો જ એક બીજો વિવાદ પર સામે આવ્યો હતો. જેમાં સુરત ચોક બજાર ખાતે આવેલ હેરિટેજ સાઇટની પ્રિમાઈસીઝમાં જ એક જ રાતમાં મઝાર બાંધી મૂકવામાં આવી હતી. જેનો વિરોધ પણ થયો હતો. હિન્દુ ITCELL ના કરી કર્તાઓ એ ફરિયાદ પણ નોધાવી છે.

    આવી ઘટનાઑ પર બુદ્ધિજીવી વર્ગનું કહેવું છે કે ચોક્કસ વર્ગ દ્વારા આ શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પ્રશાસન આવા અસામાજિક તત્વો પર જરૂરી કાર્યવાહી કરે.

    નિરવા મહેતાના ઇનપુટ્સ સાથે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં