Saturday, July 27, 2024
More
    હોમપેજદેશહવે પાક.(પાકિસ્તાન)નું શિક્ષણ ભારતમાં નાપાક: પાકિસ્તાનથી અભ્યાસ કર્યો તો ભારતમાં નહીં મળે...

    હવે પાક.(પાકિસ્તાન)નું શિક્ષણ ભારતમાં નાપાક: પાકિસ્તાનથી અભ્યાસ કર્યો તો ભારતમાં નહીં મળે નોકરી યુજીસી દ્વારા બહાર પડાઈ એડ્વાઇઝરી

    UGCએ પાકિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણઅર્થે જતા વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરીને ત્યાં ન જવાની સલાહ આપી છે. આવું યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે થયેલા અનુભવ પરથી કરવામાં આવ્યું હોય એવું લાગે છે .

    - Advertisement -

    ભારતની બે મોટી શિક્ષણ સંસ્થાનો યુજીસી ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ) અને એઆઇસીટીઇ ( ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજુકેશન ) એ એક એડ્વાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકો અને પ્રવાસી ભારતીયોને કહ્યું છે કે તમે અભ્યાસર્થે પાકિસ્તાન જશો નહીં. પાકિસ્તાનથી મેળવેલી કોઈ પણ ઉચ્ચ અભ્યાસની ડિગ્રીને ભારતમાં માન્યતા મળશે નહીં. જો કોઈ અભ્યાસ કરવા જશે તો તેને તે ડિગ્રી પર આગળ અભ્યાસ માટે પ્રવેશ નહીં મળે ઉપરાંત તે પાકિસ્તાની ડિગ્રી પર નોકરી પણ મળશે નહીં. 

    યુજીસી દ્વારા બહાર પડેલ પરિપત્ર

    યુજીસીના ચેર પર્સનએ કહ્યું છે છે કે “આ પ્રકારની એડ્વાઇઝરી વિદ્યાથીઓના હિતમાટે જ છે, વર્તમાનમાં યુક્રેનથી આવેલા વિદ્યાથીઓ અને તેના વાલીઓ ભોગ બની રહ્યા જ છે. માટે જ આવું ભવિષ્યમાં ન થાય અને વિદ્યાથીઑ વિદેશ અભ્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરે.” 

    યુજીસીએ એક વાતની ખાસ ચોખવટ કરી છે કે “જે પણ પરિવારએ  પાકિસ્તાનથી આવી ને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી છે તેઓને આ નિયમ લાગુ પડશે નહીં, તેમના બાળકો ભારતમાં નોકરી  અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવી શકશે. તેઓ ગૃહ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.”  થોડા દિવસ પહેલા જ ચીનમાં મેળવતા શિક્ષણ બાબતે પણ એડ્વાઇઝરી જાહેર કરી હતી. 

    - Advertisement -

    એઆઇસીટીઇના ચેરપર્સનએ પણ કહ્યું કે “ભારતીય વિદ્યાથીઓ માટે કયો દેશ શિક્ષા માટે સુરક્ષિત છે અને કઈ યુનિવર્સિટી પ્રમાણિત છે તે બાબતે એડ્વાઇઝરી જરૂરી છે, કારણ કે વાલીની મહેનતન પૈસા અને વિદ્યાર્થીઑ નો સમય બગડે નહીં તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.” 

    દર વર્ષે જમ્મુ અને કશ્મીરના અસંખ્ય વિદ્યાથીઑ પાકિસ્તાન અભ્યાસ કરવા માટે જાય છે તેમાં પણ ખાસ કરીને એન્જીનીયરીંગ અને મેડિકલ વિભાગમાં, આ બધા વિદ્યાથીઓ ત્યાંની માન્યતા વગરની કોલેજો માથી અભ્યાસ કરી આવ્યા બાદ ભારતમાં તકલીફમાં મુકાય છે. ઉપરાંત આવી સંસ્થાઑ વિદ્યાથીઓ પાસે વધુ પૈસા પણ પડાવતા હોય છે. 

    કોરોના કાળમાં ભારતના લખો વિદ્યાથીઑ જેઓ વિદેશમાં અભ્યાસ કરતાં હતા તેઓ સંકટમાં મુકાયા છે, આ ઉપરાંત રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન પણ ઘણા વિદ્યાથીઓનું ભાવિ સંકટમાં મુકાયું છે. આ બાબતો પરથી બોધપાઠ લઈને જ એડવઇઝરી જાહેર કરાઇ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં