Saturday, November 16, 2024
More
    Home Blog Page 1150

    કાર્તિ ચિદમ્બરમે 250 ચીનીઓને ભારતમાં દાખલ કરવા માટે ₹ 50 લાખની લાંચ લીધી: CBIએ કેસ નોંધ્યો અને 9 સ્થળોએ દરોડા પાડ્યા

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર સીબીઆઈએ આરોપ લગાવ્યો છે. CBIનો દાવો છે કે કાર્તિએ 50 લાખ રૂપિયાની લાંચ લઈને 250 ચીનીઓને ભારતના વિઝા અપાવવામાં મદદ કરી હતી. આ તમામ ચીની પંજાબમાં ચાલી રહેલા પ્રોજેક્ટ માટે ભારત આવ્યા હતા. સીબીઆઈએ હવે માહિતીના આધારે કાર્તિ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. તેમના 7 સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીએ જણાવ્યું કે INX મીડિયા કેસમાં ટ્રાન્ઝેક્શનની તપાસ દરમિયાન CBIને કાર્તિ દ્વારા લેવામાં આવેલી લાંચની જાણ થઈ હતી. તેણે પંજાબમાં સ્થિત તલવંડી સાબો પાવર લિમિટેડ નામના પ્રોજેક્ટ માટે 250 ચીનીઓને ભારતના વિઝા આપ્યા હતા, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતી હતી.

    આ પ્રોજેક્ટ માટે લાંચ આપીને ભારતમાં ચીની મજૂરોના વિઝા મેળવવાનો મામલો ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં ગૃહ મંત્રાલયના તત્કાલીન અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી શકે છે. હાલમાં કાર્તિ વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન, કાર્તિએ તેના ટ્વિટર પર ટ્વિટ કર્યું અને લખ્યું, “આ (સીબીઆઈની કાર્યવાહી) કેટલી વાર થઈ, હું ગણતરી કરવાનું ભૂલી ગયો. તેનો રેકોર્ડ હોવો જોઈએ.”

    મળતી માહિતી મુજબ, CBI કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં 9 સ્થળોએ સર્ચ કરી રહી છે. જેમાં તમિલનાડુમાં 3, મુંબઈમાં 3, પંજાબમાં 1, કર્ણાટકમાં 1 અને ઓડિશામાં 1નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓફિસો અને ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સીબીઆઈના અધિકારીઓ દિલ્હીમાં પી ચિદમ્બરમના ઘરે પહોંચ્યા ત્યારે ગેટ બંધ હતો. આવી સ્થિતિમાં તે લોકો ગેટ કૂદીને અંદર ગયા. સવારે 8 વાગ્યાથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

    નોંધનીય છે કે INX મીડિયા કેસમાં તપાસ એજન્સી CBI અને ED કાર્તિ ચિદમ્બરમ અને તેમના પિતા પી ચિદમ્બરમ સામે તેમની ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. એજન્સીઓનો દાવો છે કે જ્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે INX મીડિયાને વિદેશી રોકાણ મેળવવાની મંજૂરી મળી હતી. આ સિવાય એરસેલ મેક્સિસ ડીલમાં પુત્ર અને પિતા વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં પણ તેના પર લાંચ લઈને વિદેશી રોકાણની પરવાનગી આપવાનો આરોપ છે. વર્ષ 2019 માં, આ તમામ આરોપોને કારણે, પૂર્વ નાણામંત્રીની પણ 21 ઓગસ્ટ 2019 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને 106 દિવસ જેલમાં પસાર કરવા પડ્યા હતા અને 4 ડિસેમ્બરે તેમને જામીન મળ્યા હતા. દરમિયાન તેમના દિવસો તિહાર જેલમાં વિતાવ્યા હતા.

    માંગરોળમાં જનજાતિ સુરક્ષા મંચના સંમેલનમાં હિન્દુમાંથી ધર્મ પરીવર્તન કરનાર આદિવાસીઓને ST કેટેગરીમાંથી દૂર કરવાની માંગણી

    માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામના હનુમાનજી મંદિરે જનજાતિ સુરક્ષા મંચ કાર્યકર સંમેલનમાં ધર્મ પરિવર્તન કરી અનામત સહિત બેવડા લાભ લેનારા લોકોને અનુસૂચિત જનજાતિમાંથી દૂર કરવાની એટ્લે કે ડી લિસ્ટિંગ કરવાની પ્રબળ માંગ સાથે સંતો અને આગેવાનોએ ધર્મ પરિવર્તન કરાવનારા સંગઠનો વિરુદ્ધ પ્રહારો કર્યા હતા.


    હાલના સમયે કેટલાક લોકો પોતાની સંસ્કૃતિ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે તેવા 80 ટકા લોકો આદિવાસી જનજાતિના અનામત સહિતના લાભો ખોટી રીતે લઈ રહ્યા છે એવા સમયે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આ મુદ્દે દેશ વ્યાપી આંદોલન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે ઝંખવાવ ખાતે અરવિંદભાઈ વસાવા, ચંપકભાઈ ચૌધરી સહિત જન જાતિ સુરક્ષા મંચના સભ્યો દ્વારા શોભાયાત્રા અને સંમેલનનું આયોજન ઝંખવાવ હનુમાનજી મંદિરે કરાયું હતું. આ જ કાર્યક્રમમાં ભારતમાતા અને ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા પણ નિકાળવામાં આવી હતી. સાથે સાથે ડી લિસ્ટિંગ કરવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

    સંમેલનમાં ગુજરાત પ્રાંતના સહ સંયોજક ભગુભાઈ ચૌધરીએ ધર્મ પરિવર્તન કરી અનામત સહિતના અનેક ખોટા લાભો લેનારા લોકો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ધરમપુરના જશોદા દીદી મોતીરામ મહારાજ સહિત વક્તાઓએ ખોટા લાભ લેનારા વિરુદ્ધ પ્રહારો કર્યા હતાં. અધ્યક્ષસ્થાનેથી સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું કે દેશમાં રાષ્ટ્રીય સ્તરે ધર્મ પરિવર્તન કરનારા લોકો દ્વારા અનુસૂચિત જનજાતિ સમાજના હક્ક અને અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છે જેને લઇ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે. દેશમાં જે જ્ઞાતિને લઘુમતીનો દરજ્જો અપાયો છે છતાં ધર્મ પરિવર્તન કરી બેવડો લાભ લઈ ખરા આદિવાસીના હક અને અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. પ્રભુભાઈએ કહ્યું કે ધર્મ પરિવર્તન કરવું એ રાષ્ટ્રહિત માટે નુકસાનકારક છે.


    જનજાતિ સુરક્ષા મંચ કાર્યકર સંમેલનમાં ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી વિપુલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ અતુલભાઇ પટેલ જન જાતિ કલ્યાણ આશ્રમના યોગેશભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભેગા થઈને હિન્દુ આદિવાસીઓનો ધર્મ પરીવર્તન કરાવનારાઓ પર પગલાં લેવાનો મત આપ્યો હતો.

    ભાજપા અનુસુચિત જનજાતિ મોરચા કારોબારી (ફોટો : સ્થાનિક ન્યૂજ)

    આ જ મહિનાની 11 તારીખે સ્ટેચ્યું ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે ભારતીય જનતા પરતીની અનુસુચિત જનજાતિ મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી હતી. જે દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી ટૂડુએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આદિવાસીઓ ધર્માંતરણ કરશે તો તેમને આદિવાસીઓને મળતા કોઈપણ લાભ નહીં મળે એમનું ડી લિસ્ટિંગ કરાશે.

    અત્રે નોંધનીય છે કે ડી લિસ્ટિંગ મુદ્દે હમણાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. આદિવાસી સમાજ તરફથી અને જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી લિસ્ટિંગ એટ્લે કે ધર્માંતરણ કરેલ આદિવાસીઓને અનુસુચિત જનજાતિ લિસ્ટમાંથી કાઢી મૂકવાની માંગને લઈને દરેક જિલ્લાઓમાં સંમેલન અને રેલીઓ કરવામાં આવે છે.

    આ પહેલા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડાંગ જીલ્લામાં, નવસારી જીલ્લામાં તથા દાહોદ જીલ્લામાં ડી લિસ્ટિંગ મુદ્દે વિશાળ રેલીઓ અને સભાઓ કરવામાં આવી હતી.

    મે મહિનાની શરૂઆતમાં જ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ઈસાઈ મિશનરી દ્વારા યોજાનાર ધર્માંતરણ મેળાને VHP અને બજરંગ દળના ઉઘ્ર વિરોધ બાદ એ કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી હતી.

    ડી લિસ્ટિંગ છે શું

    અહિયાં નોંધ કરવા લાયક બાબત એ છે કે આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા ભોળા હિન્દુ આદિવાસીઓનું ધર્મ પરીવર્તન કરવાનો ધંધો ચાલી રહ્યો છે. આદિવાસીઓનું ઈસાઈ અથવા મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવ્યા બાદ લઘુમતી તરીકેના લાભ મળવા છતાય પણ આ લોકો અનુસુચિત જનજાતિના લાભ લેવાનું બંધ નથી કરતાં એટ્લે કે બેવડો લાભ લે છે. અને જેના કારણે મૂળ જરૂરિયાતમંદ હિન્દુ આદિવાસીઓને પૂરતો લાભ મળી નથી શકતો.

    આ જ કારણે હિન્દુ આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકારને ડી લિસ્ટિંગનો કાયદો બનાવીને આવા ધર્માંતરણ થયેલ લોકોને અનુસુચિત જનજાતિ લિસ્ટમાંથી કઢાવવા દબાણ કરી રહ્યા છે.

    શ્રીલંકામાં મહાસંકટ: એક દિવસ ચાલે તેટલું પેટ્રોલ, પંદર કલાકનો વીજકાપ; ભારતમાં મફતની લ્હાણી કરતા રાજકારણીઓ માટે શ્રીલંકાના વડાપ્રધાનની લાલબત્તી 

    છેલ્લા થોડા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકામાં મહિન્દા રાજપક્ષાના રાજીનામાં બાદ રાનિલ વિક્રમસિંઘેને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. સોમવારે (16 મે 2022) શ્રીલંકાના નવા વડાપ્રધાને તેમનું પહેલું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને જેમાં તેમણે દેશને શ્રીલંકાના આર્થિક સંકટ અને તેમાંથી દેશને બચાવવા માટે તેમની શું યોજનાઓ છે તે અંગે જણાવ્યું હતું તો સાથે એમ પણ કહ્યું હતું કે, આગામી બે મહિના શ્રીલંકાના નાગરિકો માટે ઘણા કપરા છે. 

    શ્રીલંકન વડાપ્રધાને તેમના વક્તવ્યના કેટલાક હિસ્સાઓ ટ્વિટર પર ટ્વિટના સ્વરૂપમાં પણ શેર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, હવે દેશ પાસે માત્ર એક દિવસ ચાલે તેટલું જ પેટ્રોલ વધ્યું છે. તેમણે કહ્યું કે, નવેમ્બર 2019 માં વિદેશી ભંડાર 7.5 બિલિયન અમેરિકી ડોલર હતું, પરંતુ હમણાં ટ્રેઝરી પાસે 1 મિલિયન અમેરિકન ડૉલર પણ ઉપલબ્ધ નથી.

    જોકે, તે બાદ અન્ય એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, રવિવારે ડિઝલનું એક શિપમેન્ટ મંગાવવામાં આવ્યું હતું અને ભારતીય ક્રેડિટ લાઈન હેઠળ બીજાં બે શિપમેન્ટ અનુક્રમે 18 મે અને 1 જૂનના રોજ પહોંચશે. 18 મે અને 29 મેના રોજ એક-એક પેટ્રોલ શિપમેન્ટ પણ શ્રીલંકા પહોંચશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

    ઉર્જા સુરક્ષાને લઈને તેમણે કહ્યું કે, દેશની ચોથા ભાગની વીજળી તેલમાંથી ઉત્પન્ન થતી હોવાના કારણે દિવસના 15 કલાક સુધી વીજકાપ રહી શકે છે. જેના સમાધાનરૂપે ક્રૂડ ઓઇલ અને ફર્નેસ ઓઇલ લઇ જતા ત્રણ જહાજોને 40 કરતાં વધુ દિવસોથી શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં તૈયાર રાખવામાં આવ્યા છે. તેમજ ઉર્જા સુરક્ષા સંકટને પહોંચી વળવા માટે રાજકોષમાંથી પૂરતું ભંડોળ પણ સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022માં ફુગાવો 17.5 ટકાની વિક્રમી સપાટીએ પહોંચી ગયા બાદ શ્રીલંકા આજ સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશના લોકોને ખોરાક અને રાંધણ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી તો કેટલાક લોકો પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝઝૂમી રહ્યા છે.

    મફત ચીજવસ્તુઓ અને સેવાઓનું રાજકારણ કઈ રીતે લાંબા ગાળે દેશને સંકટમાં નાંખી દે છે તે સમજવા માટે શ્રીલંકાની હાલની સ્થિતિ એકદમ સચોટ ઉદાહરણ છે. સામાજિક સેવાઓ કે ભૌતિક ચીજવસ્તુઓની મફત લ્હાણી કરતા અને વાયદા કરતા નેતાઓ અને રાજકીય પાર્ટીઓએ આ ઉદાહરણ અવગણવું ન જોઈએ અને ખાસ ધ્યાને લેવું જોઈએ.

    નીતિ વિશ્લેષક ડૉન વિમાંગા અનુસાર, શ્રીલંકાના વર્તમાન સંકટનું મુખ્ય કારણ 1977 નું વ્યાપાર ઉદારીકરણ છે. તેમણે કહ્યું કે, શ્રીલંકા પર બજેટમાં ઘટાડો, ટેક્સમાં ઘટાડો અને મેક્રોઇકોનોમિક જેવા અનેક કારણોથી અસર થઇ છે. તેમજ વિશ્લેષકોના મત અનુસાર, વર્ષ 2005 થી 2015 દરમિયાન રાજપક્ષે સરકારની નીતિગત ભૂલોના કારણે પણ દેશ સંકટનો સામનો કરી રહ્યો છે.

    આ દસ વર્ષના સમયગાળા દરમિયાન દેશને સિંગાપોર જેવો બનાવી દેવાની લ્હાયમાં શ્રીલંકાની સરકારે માથા પર દેવાનો બોજ ખૂબ વધારી દીધો હતો. સરકારે મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટ પર પૈસા લગાવ્યા હતા. પરંતુ તેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ ખાનગી રોકાણ ન મળવાના કારણે બંધ પડી ગયા હતા. જેમાં હંબનટોટા પોર્ટ અને સિલોન ઈલેક્ટ્રીસીટી કંપનીનો સમાવેશ થાય છે. 

    વર્ષ 2020 માં ચૂંટણી પહેલાં જનતાને રાહત આપવા માટે ત્યાંની સરકારે ટેક્સ ઘટાડાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાદ શ્રીલંકામાં રજીસ્ટર કરદાતાઓની સંખ્યા 35 ટકાથી ઓછી થઇ ગઈ હતી. જેના કારણે સરકારની આવક અને GDPમાં બહુ મોટો ફટકો પડ્યો હતો.

    જોકે, આર્થિક સંકટ સામે ઝઝૂમતા શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે હાથ લંબાવ્યો છે. ભારતે 40 હજાર ટન ડીઝલની ખરીદી માટે 1.5 અબજ ડોલરની ક્રેડિટ લાઈન પૂરી પાડી છે. જોકે, તેમ છતાં શ્રીલંકાએ વધુ 1 બિલિયન ડોલરની ક્રેડિટ લાઈનની માંગ કરી છે. શ્રીલંકામાં આર્થિક સંકટને લઈને વધુ વિગતો અહીં ક્લિક કરીને મેળવી શકશો.

    વલસાડમાં એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ અને ટ્રસ્ટની દુકાનોના ભાડા મામલે વિવાદ સર્જાયો


    શહેરમાં બેચર રોડ પર આવેલ ફાતિમા મસ્જિદ, એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટની દુકાનોના ભાડા મામલે ચાલી રહેલા વિવાદ મામલે તે વિસ્તારના મુસ્લિમ સમાજના પ્રમુખ ઝાહિદ દરિયાઈએ પાલિકા સભ્ય અને સુન્ની મુસ્લિમ આગેવાનો તેમજ રહીશોની સાથે મળીને પાલિકા સીઓને રજૂઆત કરી હતી. જેમાં વક્ફ અધિનિયમ મુજબ 11 માસના ભાડા કરાર કરવા અને તેથી વધુ સમય માટે કરાર કરવાના હોય તો સબરજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી કરવાનું જણાવવામાં આવ્યું હતું.


    લેખિત રજૂઆતમાં કહેવામાં આવ્યું કે, પાલિકામાંથી વ્યવસાય લાયસન્સ અને ઇન્ટિમેશન રિસિપ્ટ મેળ‌વવી ફરજિયાત છે, જેમાં જરૂરી પૂરાવામાં ટ્રસ્ટ સાથેનો ભાડા કરાર, ટ્રસ્ટનું સમંતિપત્ર, ભાડૂતનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત પાલિકા દ્વારા માગવામાં આવે છે. જેથી આ કાર્યવાહી પાલિકા દ્વારા કરાઇ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.

    બીજી તરફ, ટ્રસ્ટની મિલ્કતના ભાડૂઆત દુકાનદારોએ પાલિકા ખાતે જઈને સીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ સંસ્થા વક્ફ સંસ્થા છે અને જેના નિભાવ માટે વક્ફ બોર્ડ બનાવવામાં આવેલ છે. વક્ફ બોર્ડમાં મસ્જિદ ટ્રસ્ટીઓના નામો અંગે બોર્ડનું પ્રમાણપત્ર છે અને તે જોઈને આ રજૂઆતો કરવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. બંને પક્ષે રજૂઆતો થતા હાલ મામલાએ વિવાદ પકડ્યો છે.

    આ પહેલાં ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં આવો જ વિવાદ સામે આવ્યો હતો. જ્યાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ગામ મુસ્લિમો દ્વારા દરગાહ પરિસર નજીક બનાવવામાં આવતી દીવાલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે મામલે પોલીસે 64 મહિલાઓ સહિત 133 લોકોની અટકાયત કરી હતી.

    રિપોર્ટ અનુસાર, દરગાહ ટ્રસ્ટ સમિતિ દ્વારા દરગાહની આસપાસના કમ્પાઉંડનું રિનોવેશન કરવા માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ તારની વાડ હતી જેની જગ્યાએ દીવાલ બનાવવાનું નક્કી થયું હતું. તેમજ આ માટે કલેક્ટરની પરવાનગી પણ લેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં ગામના મુસ્લિમ સમાજના લોકો વિરોધ કરવા ઉતરી આવ્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે બાંધકામના કારણે મસ્જિદથી દરગાહ સુધી જવાનો રસ્તો બંધ થઇ જશે. જો કે સ્થાનિક પ્રશાસને તત્કાળ પગલાં લઈને મામલાને થાળે પડ્યો હતો.

    અબુ બકર, યુસુફ, શોએબ અને સૈયદની ધરપકડ : 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ મામલે ગુજરાત ATSની કાર્યવાહી, ચારેય દાઉદ ગેંગના આતંકીઓ

    1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ મામલે ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ચાર સાગરીતોની ધરપકડ કરી લીધી છે. આ ચારેયની ઓળખ અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે થઇ છે. તમામ 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓ છે. 

    ચારેય ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી. પરંતુ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તેઓ પોતાનાં ઠેકાણાં બદલતા રહેતા હતા. તેમજ બોગસ પાસપોર્ટનો સહારો લઇ વિવિધ દેશોમાં ભટકતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલાં તેઓ દુબઇમાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અમદાવાદ આવતા હોવાનું જાણવા મળતા ચારેયને પકડી લેવામાં આવ્યા હતા

    પકડાયેલા ચારેય આતંકવાદીઓએ 1993 મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત, તેઓ દાઉદ ગેંગના સંપર્કમાં હોય તેવી પણ આશંકા છે. જેથી ધરપકડ બાદ ચારેયની પૂછપરછ સેન્ટ્રલ એજન્સીઓ કરશે અને જે બાદ દાઉદ ગેંગ વિશે પણ વધુ માહિતીઓ બહાર આવી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ ચારેયના અમદાવાદ કનેક્શન અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. 

    રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે આ ચારેય આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહીમના દુબઇ સ્થિત રહેઠાણ ‘વ્હાઇટ હાઉસ’માં ભેગા થયા હતા અને મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું. તદુપરાંત, પ્લાન અમલમાં મૂકવા પહેલાં તેઓ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા માટે પણ ગયા હતા. 

    1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ 

    12મી માર્ચ, 1993 ના દિવસે મુંબઈમાં બે કલાકના સમયગાળામાં કુલ 12 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે લગભગ 1000 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બ્લાસ્ટમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિઓ નષ્ટ થઇ ગઈ હતી.

    આ કેસમાં તપાસ કરતા મુંબઈ પોલીસે 1994 માં 129 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 2006 માં ટાડા કોર્ટે 100 લોકોને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી. આ જ કેસમાં યાકુબ મેમણને 2015 માં ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો. આ જ કેસમાં સ્પેશિયલ કોર્ટે ગેંગસ્ટર અબૂ સાલેમને પણ દોષી ઠેરવ્યો હતો. તેણે કબુલ્યું હતું કે તેણે સંજય દત્તને હથિયારો પૂરાં પાડ્યાં હતાં.

    મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલા એક અન્ય કેસમાં ફિલ્મ અભિનેતા સંજય દત્તને કોર્ટે દોષી ઠેરવ્યો હતો. સંજય દત્ત પર ગેરકાયદે હથિયાર રાખવાનો આરોપ લાગ્યો હતો અને જે કેસમાં તેને પાંચ વર્ષની સજા પણ થઇ હતી. સાલેમ ગુજરાતથી હથિયારો મુંબઈ લઇ ગયો હતો અને કેટલાંક હથિયાર તેણે સંજય દત્તને પણ આપ્યાં હતાં. તેણે સંજય દત્તને 16 જાન્યુઆરી 1993 ના રોજ એકે 56 રાઇફલો, કારતૂસ અને હેન્ડગ્રેનેડ આપ્યા હતા અને 18 જાન્યુઆરીએ સાલેમ અને તેના સાગરીતો આવીને સંજય દત્તના ઘરેથી રાઇફલ અને કારતૂસ લઇ ગયા હતા. સંજય દત્તને અબુ સાલેમ અને રિયાઝ સિદ્દીકી પાસેથી ગેરકાયદેસર હથિયારો લઈને તેને સાચવવા અને નષ્ટ કરવાના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો હતો.

    ચેતજો: કૉસ્મેટિક સર્જરી બાદ 21 વર્ષીય કન્નડ અભિનેત્રીનું મોત, માતા-પિતાનો ડૉક્ટરો પર આરોપ

    કર્ણાટકની એક 21 વર્ષીય અભિનેત્રીનું ‘ફૅટ ફ્રી’ કૉસ્મેટિક સર્જરી કરાવ્યા બાદ મોત થયું છે. કન્નડ અભિનેત્રીનું નામ ચેતના રાજ હતું. તે અનેક ધારાવાહિકોમાં પણ જોવા મળી હતી. ગત 16 મેના રોજ તેને બેંગ્લોર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ તેની પ્લાસ્ટિક સર્જરી અંગે તેના માતા-પિતાને જાણ કરી ન હતી અને તેના મિત્રો સાથે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં 16 મેના રોજ સવારે તેની સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તે જ દિવસે સાંજે અભિનેત્રીને તકલીફ થવા માંડી હતી અને તેના ફેંફસાંમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું. જે બાદ ડોકટરોએ સારવાર શરૂ કરી હતી પરંતુ તે બચી શકી ન હતી અને કન્નડ અભિનેત્રીનું મોત થઇ ગયું હતું.

    અભિનેત્રીના માતા-પિતાએ ડોકટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે તેમજ તેમની પુત્રીના મોત માટે પણ ડોકટરોને જવાબદાર ઠેરવ્યા છે. ચેતના રાજના માતા-પિતાએ નજીકના પોલીસ મથકે હૉસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, હાલ ચેતનાનો મૃતદેહ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે અન્ય હોસ્પિટલમાં પોસ્ટ મૉર્ટમ માટે મોકલવામાં આવશે. 

    વજન ઘટાડવા માટે કરવામાં આવતું ડાયેટ અને આ પ્રકારની સર્જરી કેટલીક વખત ઘાતક પણ બની શકે છે. આવો જ એક કિસ્સો અભિનેત્રી મિષ્ટી મુખર્જી સાથે બન્યો હતો. કીટો ડાયેટના કારણે કિડની ફેલ્યોરને લીધે અભિનેત્રી મૃત્યુ પામી હતી. 

    અનેક ફિલ્મો અને સંગીત વિડીયોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મિષ્ટી મુખર્જીનું 2 ઓક્ટોબર 2020ના રોજ બેંગ્લોરમાં નિધન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તે કિડનીનની બીમારીથી પીડાતી હતી. તેણે વર્ષ 2012 માં આવેલી ‘લાઈફ કી તો લગ ગઈ’ ફિલ્મ સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીના નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર, તેના કીટો ડાયેટના કારણે કિડની ફેલ્યોર થયું હતું. 

    કીટો ડાયેટ હાઈ-ફેટ, મૉડરેટ પ્રોટીન અને લો-કાર્બ પર આધારિત છે. આ ડાયેટ પ્લાનનો મુખ્ય હેતુ વજન ઘટાડવાનો હોય છે. આ ડાયેટ પ્લાનથી વજન તો ઓછું થાય છે પરંતુ અનેક અભ્યાસોમાં સામે આવ્યું છે કે આ પ્રકારનો આહાર સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને કિડની પર પણ ખરાબ અસર કરે છે. લાંબા સમય સુધી કીટો ડાયેટ અનુસરતા લોકોને કિડનીમાં પથરીની સમસ્યા થવી સામાન્ય બાબત છે. તેથી જેમને પહેલેથી કિડનીની બીમારી હોય તેમને કીટો ડાયેટ ન અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

    આવો જ એક કિસ્સો યુકેમાં પણ બન્યો હતો. વર્ષ 2009માં, યુકે સ્થિત એક મહિલા પોતાનાં લગ્ન પહેલાં વજન ઘટાડવાની લ્હાયમાં મૃત્યુ પામી હતી. 34 વર્ષીય મહિલા વજન ઘટાડવા માટે ડાયેટ પ્લાન ફોલો કરતી હતી અને તેણે 11 અઠવાડિયામાં લગભગ 19 કિલો વજન ઘટાડી દીધું હતું. પરંતુ જે બાદ એક દિવસે હાર્ટ ફેલ્યોર થતાં તે ઘર જ ઢળી પડી હતી અને જે બાદ તેનું મોત થયું હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ તેના મૃત્યુનું કારણ હાર્ટ ફેલ્યોર જણાવવામાં આવ્યું હતું.

    ડીસામાં પશુતસ્કરો બેફામ: ઘેટાં બકરા ભરેલી પિકઅપ વાન અકસ્માત બાદ પલટી ખાતા પશુઓનો આબાદ બચાવ, એક મહિલાને ઇજા

    ગઈ કાલે ડીસા પાટણ હાઇવે પર ખરડોસણ રોડ પર એક અકસ્માતમાં પિકઅપ વાહન પલટી મારતા તેમાં ઘેટાં બકરા ભરેલા હોવાનું રાહદારીઓએ નોંધ્યું. આ પશુ તસ્કરી વિષે પોલીસને જાણ કરાતાં વાહનચાલકની ધરપકડ કરાઇ હતી તથા પશુઓને નજીકના પાંજરાપોળમાં ખસેડાયા હતાં.

    સમગ્ર ગુજરાતમાં મૂંગા પશુઓની તસ્કરીની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તસ્કરોને કોઈ પણ કાયદાઓનો ભય રહ્યો ન હોય એમ માલૂમ પડે છે. આવી જ એક પશુ તસ્કરી કરવાની ઘટના ગઈ કાલે ડીસામાં સામે આવી હતી.

    ડીસા પાટણ હાઇવે પર ખરડોસણ પર ઘેટાં બકરા ભરેલ એક પિકઅપ વાહન ચાલકે એક રાહદારી મહિલાને અડફેટે લેતા વાહન પલટી ખાઈ ગયું. જેથી ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોકલાઈ હતી. જેમનું ધ્યાન વાહનમાં રખાયેલ ઘેટાં બકરાઓ પર પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પિકઅપ જીપમાં ભરેલા ઘેટા બકરા કતલખાને લઇ જવાનું સામે આવ્યું હતું. 

    ઘટનાની જાણ થતાં ડીસાના જીવદયા પ્રેમી મકસીભાઈ રબારી સહિતના લોકો ત્યાં પહોચી ગયા હતા અને પશુ તસ્કરી માટે લઈ જવાતા 21 ઘેટાં બકરાઓને નજીકની ડીસા કાન્ટ પાંજરાપોળમાં ખસેવામાં આવ્યા હતા જ્યાં ઘેટા બકરાને સારવાર આપી તેમને માટે ખોરાકની વ્યવસ્થા કરી હતી.

    ડીસા પોલીસ દ્વારા આરોપી વાહન ચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શક્યતા છે કે તપાસમાં પશુ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાના વિષયમાં કોઈ મોટી જાણકારી હાથે લાગી શકે છે.

    નોંધનીય છે કે ડીસામાં આ રીતની પશુ તસ્કરી જેવી ઘટના પહેલો વાર નથી બની. આ પહેલા બે વર્ષ પહેલા પણ ડીસાના ગવાડીથી નંદાસણ ખાતે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 227 ઘેટાં બકરાઓ ભરેલી ટ્રકને ડીસા શહેર દક્ષિણ પોલીસે જડપી પાડી હતી અને અજરુદ્દીન, ફકિરમહંદ અને ઇમરાન નામના ત્રણ તસ્કરોની ધરપકડ કરાઇ હતી.

    23 જાન્યુઆરી 2021ના દિવસે પણ ડીસા માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસેથી પશુ તસ્કરી કરી રહેલ એક ટ્રક પકડીને એમાથી 258 ઘેટાં બકરાઓને મુક્ત કરાવાયા હતા. જેમાં સાત લોકો સામે ગુનો નોંધાયો હતો.

    કહી ખુશી કહી ગમ: જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાંથી શિવલિંગ મળતા ભક્તો આનંદિત, જ્યારે બીજી તરફે પોતાના ચરુ લૂંટાયા હોય એમ ભડક્યા

    જ્યારથી આ સમાચાર બહાર આવ્યા છે કે વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળ્યું છે, તેથી હિન્દુઓ બંધારણની અંદર શિવલિંગની હાજરી વિશે તેમની લાંબા સમયથી માન્યતાની ખાતરીની ઉજવણી કરી રહ્યા છે. જોકે સેક્યુલરો, અપેક્ષિત રીતે જ, જુદા જુદા સોશિયલ મીડિયા પર પોતાનો કોઈક ચરુ લૂંટાઈ ગયો હોય એમ બળતરા દર્શાવી રહ્યા છે.

    આ વિષયમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મંતવ્યો જોઈ શકાય છે. જેમાં એક મોટો વર્ગ કે જે આ શિવલિંગ મળવાની ઘટનાથી ગદગદિત છે અને સદીઓ પછી પોતાની મનોકામના પૂરી થઈ હોય એમ ઉત્સવ માનવી રહ્યો છે. ત્યાં જ એક નાનો વર્ગ એવો પણ છે જેને આ શોધ સહન નથી થઈ રહી અને તેઓ એનકેન પ્રકારે સામે આવેલી આ સત્ય હકીકતને નકારવાના પ્રયત્નો કરી રહ્યા છે.

    જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળતા હિન્દુઓ આનંદિત થયા

    16 તારીખે સવારે જ્યારે હિન્દુ પક્ષના વકીલે જ્ઞાનવાપીમાં વિવાદિત માળખામાંના વઝુખાનામાંથી શિવલિંગ મળવાની વાત કહી એવું તરત જ ત્યાં હાજર ભકતોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું અને ‘હર હર મહાદેવ’ના નારાઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જેમ જેમ આ શુભ સમાચાર બહાર આવતા ગયા એમ એમ ભાવિક ભક્તોએ સોશિયલ મીડિયા પર પણ પોતાની પ્રતિક્રિયાઓ આપવાની શરૂ કરી હતી. સાથે જ ટ્વિટર પર #HarHarMahadev , #ज्ञानवापी_मंदिर જેવા હેસટેગ ટ્રેંડિંગમાં આવી ગયા હતા.

    ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મના સર્જક વિવેક રંજન અગ્નિહોત્રીએ એક ફોટો શેર કરતાં એના પર બંગલીમાં લખેલ એક વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરતાં લખ્યું કે, “જ્ઞાનવાપીની નીચે, જ્યાં પૃથ્વીની નીચે પાતાળલોક (બ્રહ્માંડના ભૂમિગત ક્ષેત્ર) છે, ત્યાં મહાકાળ બેસે છે, લાંબા સમયથી તેમને અવગણવામાં આવે છે.”

    એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “અમે લડ્યા, ફરીથી કબજે કર્યા અને રામ મંદિર બનાવી રહ્યા છીએ. અમે જ્ઞાનવાપી પાછી મેળવીશું (અમને આપણા ન્યાયતંત્ર પર વિશ્વાસ છે). આપણે આક્રમણકારો દ્વારા હાઇજેક કરાયેલા દરેક મંદિર પર નિયંત્રણ લેવું જ જોઇએ.”

    ટ્વિટર પર શેર કરાયેલ કથિત રીતે વઝુખાનામાં શિવલિંગ હોય એવા વિડીયો પર ટિપ્પણી કરતાં અભિનેતા રણવીર શોરેએ કહ્યું કે, “મારો અર્થ તણાવમાં ઉમેરો કરવાનો નથી, પરંતુ જો તે ખરેખર #શિવલિંગ છે, તો પછી તે મારી આંખોમાં આંસુ લાવે છે. #gyanvapi “

    જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળવાના કિસ્સામાં ફેસબુક પર ગુજરાતનાં પ્રખર વિચારક જશવંત રાવલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જ્ઞાનવાપિ પરિસરના કૂવામાંથી વિશાળ શિવલિંગ મળી આવ્યું. એ આશ્ચર્યકારક નથી. ત્યાં હોય જ. સચરાચર વિશ્વમાં જળ સિવાય કશું ન હતું ત્યારે પ્રગટેલો ધ્વનિ ઓમકાર હતો. ૐ એ શાશ્વત સ્વર છે. એ અવિલુપ્ત છે. શિવ સદા છે. સદાશિવ છે. શિવ ૐકાર છે. એ હોય જ. મળવાના જ હતા. વિધર્મી આક્રાન્તાઓ મંદિર તોડી શકે ૐ નાદને નહીં. શિવ તો દ્યોત છે. તેજ છે. તેગથી તેજ ન મિટાવી શકાય. ૐ नमः शिवाय:।”

    અન્ય એક ગુજરાતીએ ટ્વિટર પર લખ્યું કે, “સત્ય કદી છૂપું નથી રહી શકતું…બુદ્ધ પર્વ પર મહાદેવજી નું અસ્તિત્વ જ્ઞાનવાપી મસ્જિદ મા ભારતીય સંસ્કૃતિ ની ગરિમા છે.”

    એક ટ્વિટર યુઝરે તાજમહેલને ટાંકતા લખ્યું કે, “જ્ઞાનવાપી મસ્જિદ માંથી તો વર્ષો પછી શિવલિંગ મળ્યું હવે તાજમહેલ નો પણ એક સરવે થવો જોઈએ. #जय_श्रीराम”.

    અન્ય એક ટ્વિટર વપરાશકર્તાએ પ્રધાનમંત્રીએ મોદીનો આભાર માનતા લખ્યું કે, “કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ નીકળ્યું. અત્યારે મારા ખાતામાં પંદર લાખને બદલે પંદર કરોડ જમા થઈ ગયા છે. હિન્દુ હ્યદય સમ્રાટ નરેન્દ્ર મોદીની જય.”

    ઇસ્લામવાદીઓ ગ્યાનવાપી મસ્જિદની અંદરથી શિવલિંગ શોધી કઢાયા પછી બળતરા સહન કરી રહ્યા છે

    જે લોકોએ જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળવાને લઈને દુખ રજૂ કર્યું હતું તેમાંથી એક હતા, AIMIM ચીફ અસદુદ્દીન ઓવાસી, જેમણે મુસ્લિમોને કોઈ પણ કિંમતે વિવાદિત માળખું ન ગુમાવવાની હાકલ કરી હતી.

    “જ્યારે હું 19-21 વર્ષનો હતો ત્યારે બાબરી મસ્જિદ મારી પાસેથી છીનવી લેવામાં આવી હતી. પરંતુ અમે 19-20 વર્ષના બાળકોની સામે ફરી ક્યારેય મસ્જિદને ગુમાવીશું નહીં. શું તમે કોઈ શપથ લો છો કે આપણે વધુ મસ્જિદો ગુમાવીશું નહીં? ” તેણે એક ઉગ્ર ભીડને પૂછ્યું. ‘નારા-એ-તકબીર’ અને ‘અલ્લાહુ અકબર’ ના નારાઓ વચ્ચે, તેમના સમર્થકોએ જ્ઞાનવાપી મસ્જિદની વિવાદિત રચનાને સુરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા લીધી. “તેઓએ જાણવું જ જોઇએ કે આપણે આપણી મસ્જિદોમાંથી વધુ ગુમાવીશું નહીં. અમે તમારી બધી યુક્તિઓ જાણીએ છીએ,” ઓવેસીએ ટિપ્પણી કરી હતી.

    શેતાનના કાર્ય તરીકે જ્ઞાનવાપીની વિડિઓગ્રાફીની આખી કવાયતને રજૂ કરતી વખતે, AIMIM નેતાએ ટિપ્પણી કરી, “જો આપણે આપણી મસ્જિદોને ઉપાસકોથી ભરેલા રાખીએ, તો પછી, આ શેતાની દળો જે આપણી સંસ્કૃતિથી વંચિત રહેવા માંગે છે તે સમજી જશે કે ભારતીય મુસ્લિમો હવે છે તેમની મસ્જિદો ગુમાવવા માટે તૈયાર નથી. “

    શિવિલિંગની શોધ પછી કોર્ટે કેવી રીતે પરિસરને સીલ કરવાનો આદેશ આપ્યો છે તે અંગે એક નવો અહેવાલ શેર કરતાં, એક પત્રકાર, જેના પર દાનના નામે પૈસા ભેગા કરી અંગત કામોમાં વાપરવાનો આરોપ છે, રાણા અય્યુબે ટાંકયું કે દરરોજ કેવી રીતે મોદીના ભારતમાં બાબરી ધ્વંસની જેમ એક ઘટના બને છે. “દરરોજ એક બાબરી. દરરોજ એક ટ્રિગર,” તેણે ટ્વિટ કર્યું.

    તેના ત્યારબાદના ટ્વીટમાં, વિવાદિત વોશિંગ્ટન પોસ્ટ કટારવાદી અને દાનની છેતરપિંડીની આરોપીએ લોકો પર ભડકી હતી જેમણે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક રામ જન્મભૂમિ ચુકાદાને ટેકો આપ્યો હતો. તેણે લખ્યું, “આપણા કેટલાક સારા હેતુવાળા ઉદારવાદીઓ અને પત્રકારોને એક મોટો અવાજ ઉઠાવ્યો, જેમણે રાજકારણને નફરત કરવાના બંધ તરીકે અદાલતો દ્વારા બાબરીના ચુકાદાને બિરદાવ્યા હતા. તમે અંત તરીકે શરૂઆતની ભૂલ કરવા માટે ચોક્કસપણે નિષ્કપટ ન હતા. આની જવાબદારી એક ધર્માંધ અને તકવાદીઓ જેટલી જ તમારા પર પણ છે.”

    જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા, ડાબેરી વેબસાઇટ ‘ધ વાયર’ ના અરફા ખાનમ શેરવાની, હિન્દીમાં ફક્ત ટ્વિટ કરીને પણ શોક વ્યક્ત કર્યો હતો, “इस इस इस की की सुबह नहीं नहीं नहीं…” (આ રાતનો કોઈ અંત નથી). તેમ છતાં તેણે આ ટિપ્પણી કેમ કરી તે સ્પષ્ટ કર્યું ન હતું, તેમ છતાં, તે સ્પષ્ટ છે કારણ કે તેની ટ્વીટ લગભગ તે જ સમયે આવી હતી જ્યારે અહેવાલો બહાર આવ્યા હતા કે શિવલિંગની શોધ થયા પછી કોર્ટે જ્ઞાનવાપી પરિસરને સીલ કરી દીધું હતું.

    તેવી જ રીતે, અન્ય ઘણા ઇસ્લામવાદીઓએ શોક વ્યક્ત કર્યો હતો કે આ ઘટના 1949 ના બાબરી મસ્જિદ ધ્વંસણે દોહરાવવા માંગે છે અને સરકાર પરિસરમાં જોવા મળતા શિવલિંગની અફવા ફેલાવી રહી છે જેથી બાબરી મસ્જિદની જેમ જ્ઞાનવાપી મસ્જિદ તોડી શકાય.

    “તેઓ બાબરી મસ્જિદ 2.0 ની તૈયારી કરી રહ્યા છે, જેમ કે મોડેલનો ઉપયોગ કરીને તે જ રીતે ઉપયોગમાં લેવાય છે જેનો ઉપયોગ બાબરી મસ્જિદમાં ઉદરવાદી મુસ્લિમને શરમજનક બનાવવા માટે બાબરી મસ્જિદને તોડી નાખવા માટે કરવામાં આવ્યો હતો, જે ધર્મનિરપેક્ષતા માટે બાબરી મસ્જિદને જમીન આપવા તૈયાર હતા,” યુઝર @Faizan 000૦૦8 એ ટ્વીટ કર્યું.

    વિવાદિત જ્ઞાનવાપી સાઇટમાંથી શોધી કાઢવામાં આવતા શિવલિંગના સાક્ષાત્કારની આટલી જોરદાર અસર પડી હતી કે અન્ય ટ્વિટર યુઝર, સામિયુલ્લાહ ખાન, જે, તેમના ટ્વિટર બાયો અનુસાર, ‘પત્રકાર’ છે અને માનવાધિકાર એક્ટિવિસ્ટ, અયોગ્ય રીતે મહત્વાકાંક્ષી બન્યા છે. તેમણે ટ્વિટ કર્યું, “અમે એક ભવ્ય બાબરી મસ્જિદ બનાવીશું. અને વિશ્વ જોશે તે અમારા #Gyanvapimosce ફરીથી ખોલીશું. ઇન્શા-અલ્લાહ. “

    આમ, આ અમુક ઇસ્લામવાદીઓને આટલું અસ્વસ્થ અને વ્યગ્ર લાગે છે તે જોવું ખરાબ લાગે છે. પરંતુ હકીકત એ છે કે રામ મંદિરની નિરપેક્ષતા અવિશ્વસનીય છે તેથી જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ છે જે ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા ઘણી વખત અપમાન કર્યા પછી મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરના ખંડેરો ઉપર બાંધવામાં આવેલું એક વિવાદિત માળખું છે.

    જો આ કટ્ટરપંથીઓ તેમના જીવનભર નકારમાં જીવવા માંગે છે, તો પણ સત્ય એ છે કે અગાઉ એક મંદિર આ બંને પવિત્ર સ્થળો પર ઊભું હતું અને હિન્દુઓને ફરીથી તેના પર દાવો કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

    પીએમ મોદી નેપાળની મુલાકાતે : સંબોધનમાં વડનગરને યાદ કર્યું, રામમંદિરને લઈને કહ્યું- તેના નિર્માણથી નેપાળના લોકો ખૂબ ખુશ 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (16 મૅ 2022) નેપાળની એક દિવસીય મુલાકાતે ગયા હતા. તેમણે નેપાળના લુમ્બિનીની મુલાકાત લીધી હતી અને બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. નોંધનીય છે કે પીએમ મોદી નેપાળના વડાપ્રધાન શેર બહાદૂર દેઉબાના આમંત્રણ પર નેપાળની યાત્રાએ ગયા હતા. પીએમની આ પાંચમી નેપાળ મુલાકાત હતી. 

    પીએમ મોદીએ નેપાળના લુમ્બિનીમાં આયોજિત બુદ્ધ જયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. તેમની સાથે નેપાળના વડાપ્રધાન અને તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને ત્યાં ઉપસ્થિત લગભગ 2500 લોકોને સંબોધિત કર્યા હતા. 

    સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, “આ પહેલાં પણ મને વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલાં દિવ્ય સ્થળો પર જવાની તક મળી છે. અને આજે ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધના પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે.” તેમણે કહ્યું કે, “માયાદેવી મંદિરમાં દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા માટે અવિસ્મરણીય છે. જે જગ્યાએ સ્વયં ભગવાન બુદ્ધે જન્મ લીધો હોય ત્યાંની ઉર્જા, ત્યાંની ચેતના એક અલગ જ અનુભૂતિ કરાવે છે.” 

    વડાપ્રધાને કહ્યું, “નેપાળ વગર અમારા રામ પણ અધૂરા છે. હું જાણું છું કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ ખૂબ ખુશ છે.” 

    તદુપરાંત, વડાપ્રધાને નેપાળના વડનગર કનેક્શનને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું, “જે સ્થળે મારો જન્મ થયો તે ગુજરાતનું વડનગર સદીઓ પહેલાં બૌદ્ધ શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો મળી રહ્યા છે અને જેના સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં અનેક શહેરો, સ્થળો એવા છે જેને લોકો ગર્વ સાથે તે રાજ્યના કાશીના સ્વરૂપમાં જાણે છે. તેથી કાશી નજીક સારનાથમાં મારી આત્મીયતા તમે પણ જાણો છો. ભારતમાં સારનાથ, બૌદ્ધગયા અને કુશીનગરથી લઈને નેપાળમાં લુમ્બિની સુધી, આ પવિત્ર સ્થળો આપણા વારસા અને મૂલ્યોના પ્રતીક છે.” 

    તદુપરાંત, વડાપ્રધાને કહ્યું, “મને જાણીને આનંદ થયો કે જે સ્થળ માટે 2014 માં મેં મહાબોધિવૃક્ષનો છોડ ભેટ આપ્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યો છે. પશુપતિધામ હોય, મુક્તિધામ હોય, જનકપૂર ધામ હોય કે લુમ્બિની હોય, જ્યારે-યારે નેપાળ આવવાનું થાય છે ત્યારે નેપાળ આશીર્વાદથી કૃતાર્થ કરી દે છે.”

    નેપાળના વડાપ્રધાનના નિમંત્રણ પર નેપાળની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યાત્રા પહેલાં જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ભારત અને નેપાળના સબંધો અદ્વિતીય છે.’ તેમણે બંને દેશો વચ્ચેના સબંધો વધુ ઊંડા કરવા અંગે પણ વાત કરી હતી. ઉપરાંત તેમણે બંને પક્ષ જળવિદ્યુત, વિકાસ અને સંપર્ક સહિતના મુદ્દે સાથે આવે તેવું આહવાન કર્યું હતું. 

    અહીં એ પણ નોંધવું જોઈએ કે હાલના દિવસોમાં નેપાળ બહુ ચર્ચામાં રહ્યું છે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો પાર્ટી કરતો વિડીયો વાયરલ થયો હતો, જે નેપાળના એક ક્લબનો હતો. રાહુલ ગાંધી તેમની મિત્રના લગ્નમાં સામેલ થવા માટે નેપાળની મુલાકાતે ગયા હતા. તેમની સાથે એક ચીની યુવતી પણ જોવા મળી હતી, જેના વિશે ચર્ચા ચાલી હતી કે તે ચીનની રાજદૂત હતી.

    ‘ઇસ્લામ કબૂલ કરો અથવા જેલમાં જાઓ’ :  પશ્ચિમ બંગાળની હિંદુ મહિલાઓએ ઇન્સ્પેક્ટર પર લગાવ્યો ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ, પોલીસે આરોપો નકાર્યા 

    પશ્ચિમ બંગાળમાં હિન્દુ મહિલાઓના એક જૂથે એક પોલીસ ઈન્સ્પેક્ટર પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપી પોલીસ ઈન્સ્પેક્ટર સ્ટેશનના ઈન્ચાર્જ તરીકે કામ કરે છે. આ ઘટના માલદા જિલ્લાના કાલીચક બજારની છે. ભાજપ મહિલા નેતાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના સામે આવી છે. આ ઘટનાના વિરોધમાં દેખાવો પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે.

    પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શનમાં અંગ્રેજી બજાર વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાસે ઘણા પોસ્ટરો જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં પોલીસ અધિકારી પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવીને ધર્મ પરિવર્તન ન કરવા અને લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ મહિલા નેતાના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન 3 મહિલાઓ દ્વારા યોજવામાં આવ્યું હતું.

    ભાજપના નેતાએ આ મહિલાઓને સલામ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના પતિને જેલમાં રાખવામાં આવ્યા છે. મહિલા આગેવાન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આપણે આ પીડિતો તરફ ધ્યાન આપી રહ્યા નથી. મહિલા નેતાએ કહ્યું, “તેમનો સંઘર્ષ ધર્મપરિવર્તન ન કરવા માટે છે જ્યારે તેમના પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. તે બહાદુરીની નિશાની છે.” આ દરમિયાન વીડિયોમાં કેટલાક ભગવા પોસ્ટર પણ દેખાઈ રહ્યા છે. તે ભગવા પોસ્ટરો પાછળ 3 વિરોધ કરી રહેલી મહિલાઓ દેખાઈ રહી છે.

    બીજેપી નેતાએ પહેલા બેનર બતાવ્યું જેમાં લખ્યું હતું, “કાલિયાચક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે અમને ઈસ્લામ સ્વીકારવાનું કહ્યું છે. પરંતુ અમે મુસ્લિમ નહીં બનીએ. તેઓ અમારા પર તમામ પ્રકારનું દબાણ લાવી રહ્યા છે.” અન્ય બેનર પર લખવામાં આવ્યું છે કે, “જો અમે તેમની વાત નહીં સાંભળીએ તો અમને સતત હેરાન કરવામાં આવશે અને અમારી ધરપકડ કરવામાં આવશે.” આ જ વીડિયો સાથે બીજેપી નેતાએ કહ્યું કે, અમને ડર છે કે જલ્દી બંગાળ બાંગ્લાદેશ ન બની જાય. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને ઘૂસણખોરી કરવા માટે છૂટ આપી છે. હવે આપણે બધાએ એક થવું પડશે. આ કોઈ એક વ્યક્તિની લડાઈ નથી.”

    આ ઘટનાની નિંદા કરતા પશ્ચિમ બંગાળના બીજેપીના વડા સુકાંત મજુમદારે કહ્યું કે, “કાયદાના રક્ષકો જ ગરીબ હિંદુઓને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરી રહ્યા છે. હવે હિંદુઓની સ્વતંત્રતા અને ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. પીડિત પરિવારની ફરિયાદને ગંભીરતાથી લેવી જોઈએ અને આરોપી પોલીસકર્મીને નોકરીમાંથી કાઢી મૂકવો જોઈએ. જો આમ નહીં થાય તો ભાજપ રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે.” ભાજપ બંગાળએ પણ આ ઘટનાને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

    મેઘાલયના પૂર્વ ગવર્નર તથાગત રોયે પણ આ ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું કે બંગાળી હિંદુ સમુદાય તેમના પર થયેલા અત્યાચારને સરળતાથી ભૂલી જાય છે.

    બીજી તરફ, માલદા પોલીસે આ આરોપોને નકારી દીધા છે. માલદા પોલીસના જણાવ્યા અનુસાર, “ઈન્સ્પેક્ટર મદન મોહન રોય 31 જાન્યુઆરી 2022 સુધી કાલિયાચક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હતા અને હાલમાં ઈન્સ્પેક્ટર ઉદય શંકર ઘોષની પોસ્ટિંગ છે. તેમણે હંમેશા પીડિત પરિવારને કાયદેસર રીતે સમર્થન અને સમર્થન આપ્યું છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, “મામલો નવેમ્બર 2021થી શરૂ થયો હતો. ત્યારબાદ બંને ભાઈઓને એસડીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમાંથી એકનું નિવેદન પણ કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. કોર્ટમાં બંનેએ કોઈપણ દબાણ વગર પોતાની મરજીથી ધર્મ પરિવર્તનની વાત કરી હતી. ત્યારપછી આ કેસમાં કોઈ ફરિયાદ મળી નથી. જો આ મામલે ફરિયાદ મળશે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.”