Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના નસવાડીમાં ધર્માંતરણના ધુતારાઓ પાછા પડ્યા; જાણો કેવી રીતે મિશનરીઓને પોતાનો કાર્યક્રમ...

    ગુજરાતના નસવાડીમાં ધર્માંતરણના ધુતારાઓ પાછા પડ્યા; જાણો કેવી રીતે મિશનરીઓને પોતાનો કાર્યક્રમ પડતો મુકવો પડ્યો

    દક્ષિણ ગુજરાતના નસવાડીમાં ભોળા આદિવાસીઓના ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણના પ્રયાસને વિહિપ અને બજરંગ દળે ખાળ્યો હતો.

    - Advertisement -

    ગત અઠવાડિયે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં સાંકડીબારી ગામે અને આસપાસના ગામોમાં ‘ખ્રિસ્તમાં નવું જીવન’ નામે ક્રિશ્ચિયન મિશનરી સંચાલિત એક કથિત આધ્યાત્મિક મેળાની પત્રિકા ફરતી થઈ હતી. જેમાં હિન્દુ આદિવાસીઓનું ધર્માંતરણ થવાની વાત સ્થાનિક VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓને ધ્યાને આવતા તેમણે નસવાડીના મામલતદરને આ કાર્યક્રમ રોકવા માટે અરજી કરી હતી. VHP એ ચીમકી આપી હતી કે જો કાર્યક્રમ રદ્દ નહીં થાય તો એ જ સ્થાને 2000થી વધુ કાર્યકર્તાઓ સાથે જઈને એમણે હનુમાન ચાલીસા અને રામધૂન કરશે, જે બાદ પોલીસ પરવાનગી વગર યોજાનારા આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો.

    નસવાડી વિસ્તારના ગામોમાં વાઇરલ થયેલ પત્રિકા (ફોટો : વિશાલ જયસ્વાલ દ્વારા)

    પત્રિકા મુજબ નસવાડી તાલુકાનાં સાંકડીબારી ગામે 9 મે અને 10 મેના રોજ ક્રિશ્ચિયન મિશનરી દ્વારા ‘ખ્રિસ્તમાં નવું જીવન’ નામનો ધર્માંતરણ કાર્યક્રમ યોજવાનો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રેવ. જી. સમુએલ અને બ્ર. વિનુભાઇ નામના પાદરીઓ આવવાના હતા. આ કાર્યક્રમમાં ભોળા હિન્દુ આદિવાસીઓના ધર્મપરિવર્તનની ભીતિ સેવાતા સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સખત વિરોધ કર્યો હતો. VHP નસવાડીના પ્રખંડ પ્રમુખ વિશાલકુમાર સુરેશચંદ્ર જયસ્વાલની આગેવાનીમાં 20 જેટલા કાર્યકર્તાઓએ નસવાડીના સેવા સદન કચેરી ખાતે જઈને મામલતદારને આવેદન આપ્યું હતું. બાદમાં નસવાડી પોલીસ સ્ટેશનના પીઆઇને પણ આવેદન અપાયું હતું.

    આ જ વિષયમાં છોટાઉદેપુર જિલ્લાના હિન્દુ ધર્મગુરુઓએ પણ નસવાડી મામલતદાર તથા નસવાડી પોલીસ અધિકારીને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યક્રમ રદ્દ કરવાની માંગણી કરી હતી.

    - Advertisement -

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં આવેદનકર્તા વિશાલ જયસ્વાલે જણાવ્યુ, “આ કાર્યક્રમની જાણકારી અમને વિસ્તારમાં ફરી રહેલ પત્રિકા દ્વારા 6 મેના રોજ મળી હતી. આ અગાઉ આગળ પણ આ પ્રકારના કાર્યક્રમો થયેલા છે આ સીમાવર્તી આદિવાસી વિસ્તારમાં જેમાં અંતે ભોળા હિન્દુ આદિવાસીઓને લાલચવીને એમનું ઈસાઈ ધર્મમાં ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું. આથી અમે ત્વરિત 7 તારીખે જ આ કાર્યક્રમને અટકાવવા માટે તાલુકા મામલતદારને લેખિતમાં આવેદન આપ્યું હતું.”

    વિશાલ જયસ્વાલે જણાવ્યુ, “આ પહેલા પણ ઈસાઈ મિશનરીઓ દ્વારા આવા મેળા કરવામાં આવેલા છે જેમાં દિવસે ભોળા આદિવાસીઓને ચમત્કારોના નામે ઉલ્લુ બનાવીને એમનું ધર્માંતરણ કરવામાં આવતું હોય છે અને રાતે એ જ સ્થળે દારૂ અને માંસાહારની મહેફિલો લાગતી હોય છે.”

    ચમત્કારોના નામે હિન્દુઓનું ધર્માંતરણ

    આ ધર્માંતરણનું કામ મિશનરીઓ કઈ રીતે કરે છે એ પ્રશ્નનો જવાબ આપતા વિશાલ જયસ્વાલે જણાવ્યુ, “જ્યારે જ્યારે આવા મેળા થવાના હોય એના પહેલા મિશનરીઓના સ્થાનિક એજન્ટો આજુબાજુના આદિવાસી વિસ્તારમાં સર્વે કરવા નીકળી જાય છે. કયા ગામમાં કયા ઘરમાં કોને ખાંસી શરદી તાવ માથાનો દુખાવો જેવી સામાન્ય બીમારીઓ છે એ જાણીને એમણે લિસ્ટ બનાવે છે કે કોણ ત્રણ કે વધુ દિવસથી બીમાર છે વગેરે. ત્યારબાદ એવા પરિવારોને આ એજન્ટો આવા કાર્યક્રમમાં આમંત્રિત કરે છે અને કહે છે કે ત્યાં ચમત્કાર દ્વારા એમની બીમારી દૂર કરી દેવામાં આવશે. આ સામાન્ય રોગો જે આપમેળે પણ 4 5 દિવસોમાં માટી જ જતાં હોય છે એને આ લોકો આ કાર્યક્રમોમાં કોઈ ભેળસેળવાળો પાવડર આપીને મટાવવાનો દાવો કરે છે અને આવા આવા કથિત ચમત્કાર બતાવીને ભોળા હિન્દુ આદિવાસીઓને ફસાવે છે અને અંતે તેમનું ધર્માંતરણ કરી દે છે.”

    વિશ્વ હિન્દુ પરિષદની સતર્કતાથી ધર્માંતરણ મેળો રદ્દ થયો

    મામલતદારને આવેદન આપતા VHP કાર્યકર્તાઓ (ફોટો : વિશાલ જયસ્વાલ દ્વારા)

    ખ્રિસ્તમાં નવું જીવન મેળા વિષે વધુ જણાવતા તેમણે કહ્યું, “પત્રિકા દ્વારા કાર્યક્રમનો ફોડ પડતાં જ્યારે અમે મામલતદારને આવેદન કરવા પહોચ્યા ત્યારે તપાસમાં ધ્યાનમાં આવ્યું કે આયોજકોએ તો આ કાર્યક્રમની પરવાનગી પણ નહોતી લીધી. અમે તાલુકા મામલતદાર ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યુ હતું કે જો આ મેળો રદ્દ નહીં થાય તો અમે VHP તથા બજરંગ દળના 2000થી વધુ કાર્યકરો સાથે સ્થળ પર પહોચીશું અને ત્યાં જ હનુમાન ચાલીસા અને રામધૂન કરીશું.” જયસ્વાલે આગળ જણાવ્યુ કે, “અમારી અરજી બાદ આયોજકોએ પોતે જ આ મેળો રદ્દ કરી દીધો હતો. છતાંય અમે સાવચેતીના ભાગરૂપે કાર્યક્રમના નિર્ધારિત સમયે એ સ્થળની તપસ કરી હતી જ્યાં આવો કોઈ કાર્યક્રમ થયો નહોતો.”

    દિવ્યભાસ્કર સમાચારપત્રનું કટિંગ

    વિશાલ જયસ્વાલે ઑપઇન્ડિયાને વધુમાં જણાવ્યુ હતું કે આ વિષયમાં તેમને તંત્ર અને પોલીસ તરફથી પૂરો સહકાર મળ્યો હતો જેના કારણે આ મિશનરીના ધર્માંતરણ મેળાને રોકી શકાયો હતો. આ આદિવાસી વિસ્તારમાં હિન્દુ આદિવાસીઓનું ધર્માંતરણ કરવાના આવા મેળા અવાર નવાર થતાં હોય છે અને જ્યારે જ્યારે તેમને એની જાણકારી મળે છે ત્યારે તેઓ વિરોધ કરતાં હોય છે. જયસ્વાલે કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ આવા દુષ્કૃત્યો ક્યારેય નહિ ચલાવી લે અને હમેશા તેનો વિરોધ કરશે અને હિન્દુ આદિવાસી ભાઈઓ બહેનોની રક્ષા માટે આગળ આવીને ઊભું રહેશે.

    આ પહેલી વાર નથી કે ગુજરાતમાં ઈસાઈ મિસનરીઓ દ્વારા હિન્દુ આદિવાસીઓનું ધર્માંતરણ કરવા વિષેની ઘટના સામે આવી હોય. આ પહેલા પણ દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં આવી ઘટનાઓ અનેકવાર સામે આવી છે. એક મહિના પહેલા જ તાપી જીલ્લામાં આવા જ એક ધર્માંતરણના કિસ્સામાં એક જ ઈસાઈ પરિવારના 5 સભ્યોની ધરપકડ કરાઇ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં