Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવલસાડમાં એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ અને ટ્રસ્ટની દુકાનોના ભાડા...

    વલસાડમાં એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ અને ટ્રસ્ટની દુકાનોના ભાડા મામલે વિવાદ સર્જાયો

    વલસાડમાં જમાતની દુકાનોના ભાડા વિષે વિવાદ ઉભો થયો છે અને હવે તેણે તંત્રની મદદ લીધી છે જેથી આ મામલો સુલટી શકે.

    - Advertisement -


    શહેરમાં બેચર રોડ પર આવેલ ફાતિમા મસ્જિદ, એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટની દુકાનોના ભાડા મામલે ચાલી રહેલા વિવાદ મામલે તે વિસ્તારના મુસ્લિમ સમાજના પ્રમુખ ઝાહિદ દરિયાઈએ પાલિકા સભ્ય અને સુન્ની મુસ્લિમ આગેવાનો તેમજ રહીશોની સાથે મળીને પાલિકા સીઓને રજૂઆત કરી હતી. જેમાં વક્ફ અધિનિયમ મુજબ 11 માસના ભાડા કરાર કરવા અને તેથી વધુ સમય માટે કરાર કરવાના હોય તો સબરજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી કરવાનું જણાવવામાં આવ્યું હતું.


    લેખિત રજૂઆતમાં કહેવામાં આવ્યું કે, પાલિકામાંથી વ્યવસાય લાયસન્સ અને ઇન્ટિમેશન રિસિપ્ટ મેળ‌વવી ફરજિયાત છે, જેમાં જરૂરી પૂરાવામાં ટ્રસ્ટ સાથેનો ભાડા કરાર, ટ્રસ્ટનું સમંતિપત્ર, ભાડૂતનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત પાલિકા દ્વારા માગવામાં આવે છે. જેથી આ કાર્યવાહી પાલિકા દ્વારા કરાઇ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.

    બીજી તરફ, ટ્રસ્ટની મિલ્કતના ભાડૂઆત દુકાનદારોએ પાલિકા ખાતે જઈને સીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ સંસ્થા વક્ફ સંસ્થા છે અને જેના નિભાવ માટે વક્ફ બોર્ડ બનાવવામાં આવેલ છે. વક્ફ બોર્ડમાં મસ્જિદ ટ્રસ્ટીઓના નામો અંગે બોર્ડનું પ્રમાણપત્ર છે અને તે જોઈને આ રજૂઆતો કરવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. બંને પક્ષે રજૂઆતો થતા હાલ મામલાએ વિવાદ પકડ્યો છે.

    - Advertisement -

    આ પહેલાં ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં આવો જ વિવાદ સામે આવ્યો હતો. જ્યાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ગામ મુસ્લિમો દ્વારા દરગાહ પરિસર નજીક બનાવવામાં આવતી દીવાલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે મામલે પોલીસે 64 મહિલાઓ સહિત 133 લોકોની અટકાયત કરી હતી.

    રિપોર્ટ અનુસાર, દરગાહ ટ્રસ્ટ સમિતિ દ્વારા દરગાહની આસપાસના કમ્પાઉંડનું રિનોવેશન કરવા માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ તારની વાડ હતી જેની જગ્યાએ દીવાલ બનાવવાનું નક્કી થયું હતું. તેમજ આ માટે કલેક્ટરની પરવાનગી પણ લેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં ગામના મુસ્લિમ સમાજના લોકો વિરોધ કરવા ઉતરી આવ્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે બાંધકામના કારણે મસ્જિદથી દરગાહ સુધી જવાનો રસ્તો બંધ થઇ જશે. જો કે સ્થાનિક પ્રશાસને તત્કાળ પગલાં લઈને મામલાને થાળે પડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં