Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછ દાયકાઓથી અધૂરા રહેલા પ્રોજેક્ટને લઈને પીએમ મોદીની શરણમાં નેપાળ : નેપાળના...

    છ દાયકાઓથી અધૂરા રહેલા પ્રોજેક્ટને લઈને પીએમ મોદીની શરણમાં નેપાળ : નેપાળના વડાપ્રધાન વાતચીત કરશે

    આ ઉપરાંત, નેપાળ સરકારે પંચેશ્વર બહુઉદ્દેશીય યોજના પ્રોજેક્ટને પણ વિકસિત કરવા માટે ભારત સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના 1996 માં નેપાળ અને ભારત વચ્ચે થયેલ સંધિનો અગત્યનો ભાગ છે.

    - Advertisement -

    પીએમ નરેન્દ્ર મોદી આગામી સોમવારે (16 મે, 2022) બુદ્ધ જયંતી નિમિત્તે નેપાળના લુમ્બિની ખાતે એક દિવસીય યાત્રાએ જઈ રહ્યા છે. નેપાળ સરકારે પીએમ મોદીની આ યાત્રા દરમિયાન વેસ્ટ સેતી પ્રોજેક્ટ સંદર્ભે ભારત સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે છેલ્લા 6 દાયકાઓથી આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહ્યો છે.

    મંગળવારે (10 મે, 2022) નેપાળ પીએમ શેર બહાદુર દેઉબાએ પોતાના ગૃહનગર દધેલધુરામાં એક સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે પીએમ મોદી દ્વારા થનાર યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની સાથે વેસ્ટ સેતી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે.

    નેપાળના વડાપ્રધાને કહ્યું, “આપણે આ પરિયોજનામાં રોકાણ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રા દરમિયાન અમે તેમની સમક્ષ આ મુદ્દો ઉઠાવીશું.” તેમણે કહ્યું કે, ભારત સરકાર નેપાળના ચીની કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવેલ ઉર્જા ખરીદવા માંગતી નથી. તેમણે એમ પણ કહ્યું કે, આ યોજનાના વિકાસ માટે એક વિશ્વસનીય ભારતીય કંપની સાથે નિર્ણાયક વાતચીતની જરૂર છે.

    - Advertisement -

    નેપાળના પશ્ચિમી સેતી નદી પર બનનાર 750 મેગાવોટનો વેસ્ટ સેતી જળવિદ્યુત પ્રોજેક્ટ છેલ્લા છ દાયકાઓથી માત્ર કાગળ પર જ અટકેલો પડ્યો છે. હાલમાં જ નેપાળ સરકારે 1200 મેગાવોટ ક્ષમતા ધરાવતા એક સંયુક્ત પ્રોજેક્ટને વેસ્ટ સેતી અને સેતી નદીના રૂપમાં ફરીથી તૈયાર કર્યો છે.

    આ ઉપરાંત, નેપાળ સરકારે પંચેશ્વર બહુઉદ્દેશીય યોજના પ્રોજેક્ટને પણ વિકસિત કરવા માટે ભારત સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના 1996 માં નેપાળ અને ભારત વચ્ચે થયેલ સંધિનો અગત્યનો ભાગ છે, પરંતુ મતભેદોના કારણે આ યોજના પણ છેલ્લા કેટલાય દાયકાઓથી શરૂ થઇ શકી નથી.

    અહીં નોંધવું અગત્યનું છે કે ગત વર્ષે જુલાઈ મહિનામાં દેઉબા નેપાળના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેમણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે નેપાળ વિકાસ બોર્ડના પ્રમુખ સુશીલ ભટ્ટનું કહેવું છે કે, અમે જળવિજ્ઞાન અને પરિયોજનામાં રોકાણની પદ્ધતિ મામલે અભ્યાસ કરી લીધો છે. આ પ્રોજેક્ટ 1980 ના દાયકાની શરૂઆતથી જ ડ્રોઈંગ બોર્ડ ઉપર છે. પહેલાં નેપાળ સરકારે એક ફ્રેંચ કંપની અને ત્યારબાદ પ્રસિદ્ધ ચીની કંપની સાથે કરાર કર્યા હતા પરંતુ ક્ષેત્રીય રાજકારણના કારણે છેલ્લા અઢી દાયકાથી પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યું નથી.

    આ પહેલાં વર્ષ 2018 માં ઓગસ્ટમાં સમાચાર મળ્યા હતા કે ચીન નેપાળના વેસ્ટ સેતી પ્રોજેક્ટમાંથી બહાર થવા માંગે છે. જેના એક મહિના બાદ સપ્ટેમ્બર 2018 માં નેપાળની 1.5 અબજ ડોલરના વેસ્ટ સેતી જળવિદ્યુત પ્રોજેક્ટના નિર્માણ માટે ચાઈના થ્રી જોર્જેસ કોર્પોરેશન સાથે થયેલ કરાર રદ કરી દીધા હતા. જે પહેલાં પણ આ પ્રોજેક્ટને લઈને બંને દેશો વચ્ચે 2009 માં કરાર થયા હતા. ત્યારે ચીની કંપનીએ આ પ્રોજેક્ટમાં 15 અબજ ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.

    જોકે, ત્યારબાદ કંપની નેપાળમાં રોકાણ માટે યોગ્ય માહોલ ન હોવાનું કહીને બહાર થઇ ગઈ હતી. તમામ ઉતાર-ચડાવો વચ્ચે ફરી એકવાર 29 ઓગસ્ટ 2012 ના દિને પ્રોજેક્ટ ચીની કંપનીને સોંપવામાં આવ્યો હતો પરંતુ 2018 માં ચીને ફરી આનાકાની કરતા તેને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં