Thursday, November 14, 2024
More
    Home Blog Page 1088

    સબૂતો સાથે છેડછાડ? ધરપકડ બાદ ઝુબૈરે 101 ટ્વિટ ડિલીટ કર્યાં! ઑલ્ટ ન્યૂઝને 24 કલાકમાં મળ્યા હતા 1 કરોડ

    મોહમ્મદ ઝુબૈર વિશે જાણવા મળ્યું છે કે તેણે છેલ્લા 3 દિવસમાં પોતાનાં 101 ટ્વીટ ડિલીટ કર્યાં છે. ટ્વિટર હેન્ડલ ‘ધ હોક આઈ’એ આ મોટો દાવો કર્યો છે. અગાઉ 20 જૂન, 2022 ના રોજ AltNews ના સહ-સ્થાપક ઝુબૈરે 28 ટ્વીટ્સ ડીલીટ કરી નાખી હતી. ટ્વિટર હેન્ડલે દિલ્હી પોલીસને ટેગ કરીને પૂછ્યું છે કે પોલીસ રિમાન્ડના કારણે તેની પાસે ગેજેટ્સ નથી, તેમ છતાં આ કેવી રીતે શક્ય છે? આ બધું કોણ કરી રહ્યું છે? ઝુબૈરે ટ્વિટ ડીલીટ કર્યા હોવાનું સામે આવતા આ પુરાવા સાથે છેડછાડનો સ્પષ્ટ મામલો ગણાવવામાં આવી રહ્યો છે.

    ટ્વિટર હેન્ડલે એ પણ યાદ અપાવ્યું કે બે મહિના પહેલા મોહમ્મદ ઝુબૈરે માત્ર 24 કલાકમાં દાન તરીકે 1 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. તેમજ M2S નામની એનજીઓ સાથે મળીને તેણે કુલ 1.80 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ભંડોળમાંથી 26% વિદેશમાંથી આવ્યા છે. FCRAના ઉલ્લંઘનની પણ વાત છે. શું મોહમ્મદ ઝુબૈરે પોતાના અંગત ખર્ચ માટે પણ તેમાંથી પૈસા ઉપાડ્યા હતા?

    બીજી તરફ કેટલાક પ્રોપેગેન્ડા પત્રકારો યુએનમાં પણ મોહમ્મદ ઝુબૈરની ધરપકડ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. આવા એક પ્રશ્નના જવાબમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે પત્રકારો જે લખે છે અને બોલે છે તેના માટે તેમને જેલમાં ન મોકલવા જોઈએ. પોલીસ ઝુબૈરના ખાતામાંથી 50 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર પણ નજર રાખી રહી છે. તે નાણાંનો કોઈ સ્ત્રોત જાણી શકાયો નથી. તેની સાથે પ્રતીક સિંહાનું કહેવું છે કે AltNews દ્વારા મળેલા તમામ પૈસા વ્યક્તિના નહીં પણ સંસ્થાના બેંક ખાતામાં જાય છે.

    એક તરફ ઝુબૈરે ઘણાં ટ્વિટ ડીલીટ કર્યા છે તો બીજી તરફ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘હનુમાન ભક્ત’ નામનું ટ્વિટર હેન્ડલ, જેના આધારે મોહમ્મદ ઝુબેરની ફરિયાદ લેવામાં આવી હતી, તે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. આ ટ્વિટર હેન્ડલને ડાબેરી મીડિયા દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યું હતું. પોલીસનું કહેવું છે કે ઝુબૈર કોઈ એક સમુદાયને ગુસ્સે કરવા માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યો હતો. તે એક સમુદાયને બીજા સમુદાય સામે લડીને પ્રસિદ્ધિ મેળવવા માંગતો હતો. તે પૂછપરછમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને પણ સહકાર આપી રહ્યો નથી. દિલ્હી પોલીસની પૂછપરછમાં ઝુબૈરે માત્ર ભ્રામક જવાબો આપ્યા છે.

    સુપ્રિમ કોર્ટના વિશ્વાસનો મત લેવાના ચુકાદાનો અમલ કરવા પહેલાં જ ઉદ્ધવ ઠાકરે ભાગ્યા! મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું

    અડધા કલાક અગાઉ જ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા જેમાં ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડી સરકારને દસ દિવસ ચાલેલા મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામ બાદ આવતીકાલે રાજ્યપાલ દ્વારા આદેશ કર્યા અનુસાર વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાનું કહેવામાં આવ્યું હતું. આ ચુકાદા બાદ ઉદ્ધવ ઠાકરે જેઓ અઠવાડિયા અગાઉ પોતાની સાથે વિદ્રોહી શિંદે જૂથના વીસ જેટલા ધારાસભ્યો પોતાના પક્ષમાં હોવાનો દાવો કરતા હતા તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.

    તેમણે કહ્યું હતું કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ છે અને કોની પાસે કેટલા ધારાસભ્યો છે તે જાણવાની મને કોઈજ ઈચ્છા નથી. હું આવનારી સરકારને સમર્થન આપવા માટે તૈયાર છું. મને મુખ્યમંત્રી પદની કોઈજ ચિંતા નથી, મારે મુખ્યમંત્રી બનવું હતું કે નહોતું બનવું એ તમામને ખબર જ છે અને હું રાજીનામું આપું છું. ઉદ્ધવે પોતાની વિધાન પરિષદની બેઠક પણ છોડી દીધી છે.

    આ અગાઉ સાંજે ઠાકરેએ મુંબઈ સ્થિત મંત્રાલય ખાતે કેબિનેટની અંતિમ બેઠકને સંબોધન કર્યું હતું અને ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર તેમજ ઓસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા જેવા નિર્ણયો લીધા હતા. બીજી તરફ આ સમાચાર સાંભળીને ભાજપ કેમ્પમાં ખુશાલી છવાઈ ગઈ હતી અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત દાદા પાટીલને કાર્યકર્તાઓએ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.

    સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામ અંગે આજે એક મહત્વનો ચૂકાદો આપતા મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી દ્વારા આવતીકાલે ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડી સરકારને બહુમત સાબિત કરવાના આદેશને સ્વીકાર્યો છે. આજે લગભગ સાડાત્રણ કલાક સુધી સુપ્રિમ કોર્ટમાં આ અંગે શિવસેના અને મહા વિકાસ આઘાડી વતી અભિષેક મનુ સિંઘવી અને એકનાથ શિંદે જૂથ તરફથી નીરજ કૌલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટે હમણાં રાત્રે બરોબર નવને દસ વાગ્યે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો.

    આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે જેલમાં રહેલા બે ધારાસભ્યો એનસીપીના નવાબ મલિક અને અનિલ દેશમુખને આવતીકાલના વિશ્વાસના મતમાં મત આપવાની છૂટ આપી હતી.

    મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી દ્વારા મહા વિકાસ આઘાડી સરકાર અને ઉદ્ધવ ઠાકરેને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. ગવર્નરના આ આદેશ વિરુદ્ધ મહા વિકાસ આઘાડી સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. આઘાડી તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી.

    સિંઘવીએ દલીલ કરી હતી કે વિધાનસભાના અમુક સભ્યોને કોરોના છે તો બે સભ્યો જેલમાં છે અને કોંગ્રેસના બે સભ્યો વિદેશમાં છે આવામાં બહુમતિ સાબિત કરવામાં તકલીફ થશે. આ ઉપરાંત અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે રાજ્યપાલે મુખ્યમંત્રીને વધુ સમય આપ્યો ન હતો. ઉદ્ધવ સરકારની સુપ્રિમ કોર્ટમાં મુખ્ય દલીલ એ હતી કે જ્યારે સુપ્રિમ કોર્ટે વિદ્રોહી ધારાસભ્યોની અયોગ્યતા વિષેનો કેસ 11 જુલાઈ સુધી મુલતવી રાખ્યો છે અને તે દિવસે તેનો ચૂકાદો પણ આવવાનો છે તો આ સમય દરમ્યાન મુખ્યમંત્રીને રાજ્યપાલ કેવી રીતે બહુમત સાબિત કરવા કહી શકે? સુપ્રિમ કોર્ટે આ દલીલ વિષે એમ સતત પૂછ્યું હતું કે આ બંને વચ્ચે શું સંબંધ છે?

    આ સમગ્ર દલીલ દરમ્યાન અભિષેક મનુ સિંઘવીએ રાજ્યપાલની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે શું એકનાથ શિંદેનું જૂથ 11 જુલાઈ સુધી રાહ નહોતું જોવાનું? રાજ્યપાલે સરકારને બહુમતિ સાબિત કરવા માટે ઉતાવળ કરી છે. સુપ્રિમ કોર્ટે વળતો પ્રશ્ન કર્યો હતો કે જો રાજ્યપાલે બહુમતિ સાબિત કરવાનું કહ્યું છે તો એમાં ખોટું શું છે?

    સિંઘવીએ દલીલ કરતા કોર્ટને પૂછ્યું હતું કે બંને જૂથના બે-બે દંડક (વ્હીપ) છે તો કયા વ્હીપનો આદેશ વિધાનસભ્યો માનશે? ન્યાય ત્યારે જ થશે જો ડેપ્યુટી સ્પિકરને વિદ્રોહી ધારાસભ્યો પર નિર્ણય લેવાની છૂટ મળે અથવાતો બહુમત સાબિત કરવા માટે 11 જુલાઈની રાહ જોવામાં આવે.

    શિંદે જૂથના વકીલ નીરજ કૌલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું હતું કે ડેપ્યુટી સ્પિકરની ન્યાય કરવાની શક્તિ પર શંકા છે. તેમણે આ પ્રકારના કિસ્સાઓમાં સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓ ટાંક્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ નોંધ્યું હતું કે જ્યારે કોઈ મુખ્યમંત્રી બહુમત સાબિત કરવા માટે ખંચકાટ અનુભવતો હોય ત્યારે પ્રથમદર્શી રીતે તેની પાસે બહુમત નથી એમ માની લેવું પડે છે.

    નીરજ કૌલે જણાવ્યું હતું કે શિવસેના પક્ષમાં પણ ‘આ લોકો’ લઘુમતિમાં છે અને આથી તેઓ બહુમત લેવાથી દૂર ભાગી રહ્યા છે. આગળ દલીલ એમ પણ કરી હતી કે આવતીકાલ બાદ ફરીથી બહુમત લેવામાં પણ કોઈને વાંધો ન હોઈ શકે. કૌલે ઉમેર્યું હતું કે રાજ્યપાલને વિશેષાધિકાર પ્રાપ્ત હોય છે અને તેનું સન્માન થવું જોઈએ જ્યારે તેમને એવું લાગે કે સરકાર પાસે બહુમતિ નથી ત્યારે તેઓ તેને સાબિત કરવાનું કહી શકે છે. આ બાબતે કૌલે મધ્ય પ્રદેશ અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને પણ ટાંક્યો હતો. નીરજ કૌલે દાવો કર્યો હતો કે શિંદે જૂથ જ અસલી શિવસેના છે.

    સુપ્રિમ કોર્ટના આજના ચુકાદા બાદ હવે મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામમાં હવે એક નવો વળાંક આવ્યો છે અને હવે દડો ઉદ્ધવ ઠાકરેની કોર્ટમાં છે કે તેઓ બહુમત લેવાના પ્રયાસ બાદ રાજીનામું આપે છે કે પછી એ પહેલા જ રાજ્યપાલને મળીને રાજીનામું આપી દે છે.

    ડચ સાંસદે કન્હૈયાલાલ હત્યાકાંડ પર ચેતવણી આપી: કહ્યું ‘ઈસ્લામનું તુષ્ટીકરણ ન કરો, ખૂબ જ ભારે પડશે’ , ગીર્ટ વિલ્ડર્સે આ પહેલા પણ નુપુર શર્માને સમર્થન આપ્યું હતું

    ડચ સાંસદે કન્હૈયાલાલ હત્યાકાંડ પર ભારતને ચેતવણી આપી છે, રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂન 2022ના રોજ ઈસ્લામિક કટ્ટરપન્થીઓએ કન્હૈયા લાલનું માથું કાપી નાખ્યું હતું. આ ઘટના બાદ ડચ સાંસદે કન્હૈયાલાલ હત્યાકાંડ પર ફરી એકવાર ભારતને ઈસ્લામિક કટ્ટરવાદ અંગે ચેતવણી આપી છે. વિલ્ડર્સ એ જ ડચ સાંસદ છે જેમણે ધમકીઓ છતાં નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું.

    ઉદયપુરની ઘટના ગીર્ટ વિલ્ડર્સે કહ્યું છે કે હિન્દુત્વને કટ્ટરવાદ, આતંકવાદ અને જેહાદીઓથી બચાવવું જરૂરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “મિત્ર તરીકે હું ભારતને સલાહ આપી રહ્યો છું કે તે અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરે. હિંદુત્વને જેહાદીઓ, આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓથી બચાવો. ઇસ્લામને ખુશ ન કરો, નહીં તો ભારે પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની સુરક્ષા માટે 100% પ્રતિબદ્ધ હોય.”

    અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું છે કે, ભારતમાં હિંદુઓ સુરક્ષિત હોવા જોઈએ. આ તેમનો દેશ છે. તેમનું વતન છે. ભારત તેમનું છે. ભારત ઈસ્લામિક દેશ નથી.” જૂનની શરૂઆતમાં, વાઈલ્ડર્સે નૂપુર શર્માને સમર્થન આપતાં કહ્યું હતું કે ગુનેગારો અને આતંકવાદીઓ તેમની ધાર્મિક અસહિષ્ણુતા અને નફરત વ્યક્ત કરવા માટે શેરી હિંસા કરે છે.

    આ પછી તેને કટ્ટરવાદીઓ તરફથી ધમકીઓ પણ મળી હતી. તેનો સ્ક્રીનશોટ શેર કરતા તેમણે લખ્યું, “એટલે જ હું બહાદુર નુપુર શર્માને સપોર્ટ કરી રહ્યો છું. સેંકડો જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જે મને નુપુર શર્માને ટેકો આપવા માટે વધુ નિર્ધારિત બનાવે છે. કારણ કે, દુષ્ટ ક્યારેય જીતી શકતા નથી. ક્યારેય નહી.”

    ડચ સંસદસભ્યએ મુસ્લિમ દેશોની નિંદા કરતા કહ્યું હતું કે, “ઇસ્લામ અસહિષ્ણુ છે અને તેની વિચારધારા વિશ્વ માટે ખતરો છે. ભારતને માફી માંગવા માટે કહેતા દેશો ખૂબ જ ક્રૂર શરિયા શાસનનું પાલન કરે છે અને માનવ અધિકારનો ખૂબ જ ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગીર્ટ વિલ્ડર્સે હિન્દુત્વ અને નુપુર શર્માને સમર્થન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે “સાંસ્કૃતિક સાપેક્ષવાદ એક ભ્રામક સંકલ્પના છે. લોકો સમાન હોય શકે છે, સંસ્કૃતિ નહીં. આત્મસમર્પણ અને અસહિષ્ણુતા પર આધારિત સંસ્કૃતિ કરતા માનવતા અને સ્વતંત્રતા પર ટકેલી સંસ્કૃતિ હંમેશા શ્રેષ્ઠ હોય છે.” આગળ તેમણે કહ્યું કે, “તેથી જ, હું ઇસ્લામ હિંદુત્વનું એક હજાર ગણું વધુ સન્માન કરું છું.”

    જે બદલ તેમને ઇસ્લામિક કટ્ટરપંથીઓની અનેક ધમકીઓ મળી હતી પણ તે છતાં ગીર્ટ વિલ્ડર્સે જાહેરમાં નુપુર શર્માને બહાદુર મહિલા કહી હતી અને નિવેદન આપ્યું હતું કે “પાકિસ્તાની અને તૂર્કિશ મુસ્લિમો દરરોજ તેમને આ પ્રકારની ધમકી આપતા રહે છે જેઓ તેમના તથાકથિત પયગંબર મોહમ્મદના નામ પર તેમને મારવા માંગે છે, પરંતુ તેઓ ક્યારેય સત્ય બોલવાનું બંધ કરશે નહીં. “

    કિશન ભરવાડ અને કન્હૈયાલાલ: ઇસ્લામવાદીઓ દ્વારા નિંદાના નામે બે ક્રૂર હત્યાઓ વચ્ચેની આશ્ચર્યજનક સમાનતા

    કિશન ભરવાડ અને કન્હૈયાલાલ આ બે એવા નામ છે જેમની ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ દ્વારા નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી, કિશન ભરવાડ ગુજરાતના રહેવાસી હતા, અને કન્હૈયાલાલ રાજસ્થાનનાં, આ બન્ને વ્યક્તિઓમાં રાજ્ય, ભાષા, સામાજિક સંસ્કૃતિઓ જુદી જુદી હતી. પરંતુ સામ્યતા? એજ કે આ બન્ને વ્યક્તિ હિંદુ હતા, તથા ધર્મના નામે કિશન ભરવાડ અને કન્હૈયાલાલ આ બન્ને વ્યક્તિઓની હત્યા મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા બહું ક્રૂર રીતે કરવામાં આવી.

    ઉદયપુરમાં ક્ન્હૈયાલાલની હત્યા

    28 જૂને, ભારતીય જનતા પાર્ટી (BJP) ના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ માટે ઉદયપુરમાં કન્હૈયા લાલ નામના હિન્દુ વ્યક્તિનું નિર્દયતાથી ગળું કાપી નાખવામાં આવ્યું હતું. બે ઇસ્લામવાદીઓ જેમણે ગરીબ દરજી કન્હૈયાલાલની રાતના આછા અજવાળામાં હત્યા કરી હતી તેઓએ હત્યાનો એક વિડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો, જેમાં કટ્ટરપંથીઓએ અહ્યું કે ક્ન્હૈયાલાલે પ્રોફેટ મુહમ્મદનું અપમાન કર્યું હોવાથી તેઓએ તેને મારી નાખ્યો છે.

    આ પછી મુસ્લિમ હત્યારાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ જ રીતે ગળામાં છરો હુલાવીને મારી નાખવાની ધમકી આપી હતી, તેમના ચહેરા પર ક્રૂર આનંદ દેખાતો હતો,

    હત્યારાઓની ઓળખ મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ગોસ તરીકે થઇ, ઘટનાની ગણતરીના કલાકોમાં તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં, હત્યારાઓમાંના એકનો એક જૂનો વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેણે ‘નિંદા કરનારાઓને મારી નાખવા’ વિશે વાત કરી હતી. તેણે અન્ય ઇસ્લામવાદીઓને પણ ઉશ્કેર્યા કે જે ઇસ્લામનું અપમાન કરવાની હિંમત કરે તેને મારી નાંખો.

    ઉલ્લેખનીય છે કે કથિત પોસ્ટ બાદ મુસ્લિમ પાડોશી દ્વારા કન્હૈયાલાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ માટે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. કન્હૈયાલાલને ઈસ્લામવાદીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી અને તેણે સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે, પોલીસે તેમની અરજીની અવગણના કરી હતી. અગાઉના અહેવાલો મુજબ, પોલીસે કન્હૈયાલાલને ધમકી આપતા કેટલાક ઇસ્લામવાદીઓને બોલાવ્યા હતા અને તેઓને ધમકીઓ પર કાર્યવાહી નહીં કરે તેવું કહીને કરાર પર હસ્તાક્ષર કરાવ્યા હતા. પોલીસે કથિત રીતે કન્હૈયા લાલ અને બીજી બાજુ વચ્ચે થયેલા કરારનો ઉપયોગ સુરક્ષા માટેની તેમની અરજીને અવગણવા માટે બહાના તરીકે કર્યો હતો.

    ઘટનાઓની શ્રેણી પર પોલીસનું નિવેદન

    પોલીસે જણાવ્યું હતું કે કથિત પોસ્ટ માટે કન્હૈયા લાલ વિરુદ્ધ 10 જૂને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ADG લો એન્ડ ઓર્ડર એચએસ ઘુમરિયાએ જણાવ્યું હતું કે, “10 જૂને પીડિત કન્હૈયા લાલ વિરુદ્ધ (પ્રોફેટ) મુહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીનો પ્રચાર કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને જામીન મળી ગયા હતા. 15 જૂને તેણે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ કરી, પોલીસે કાર્યવાહી કરી અને સંબંધિત પક્ષને બોલાવીને સમાધાન કરાવ્યું હતું.”

    વધુમાં તેમણે ઉમેર્યું કે, “15 જૂને, બંને પક્ષો (કન્હૈયા લાલ અને મુસ્લિમ સમુદાયના સંબંધિત લોકો) વચ્ચે તેને ધમકીનો મામલો ઉકેલાઈ ગયો હતો. તેઓ લેખિતમાં સમાધાન પર પહોંચ્યા કે ગેરસમજ દૂર થઈ ગઈ છે. હવે અમે સંબંધિત લોકોની તપાસ કરીશું કે મામલો કેમ વધ્યો.

    છ દિવસ સુધી, કન્હૈયા લાલે દુકાન ખોલી ન હતી કારણ કે તે જાણતો હતો કે તેના પર નજર રાખવામાં આવી રહી છે. છ દિવસ પછી તેણે તેની દરજીની દુકાન ખોલી, અને તે જ દિવસે, બે ઇસ્લામવાદીઓએ તેની હત્યા કરી. પોલીસ હવે એ લોકોની પૂછપરછ કરશે કે જેમણે સમાધાનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને આ ઘટના શા માટે બની હતી.

    ઉલ્લેખનીય છે કે, આ ઘટના કિશન ભરવાડની ઘાતકી હત્યા સાથે આશ્ચર્યજનક સમાનતા ધરાવે છે .

    કિશન ભરવાડની હત્યા

    25 જાન્યુઆરી, 2022 ના રોજ ધંધુકા (અમદાવાદ) ના યુવક કિશન ભરવાડની પ્રોફેટ મુહમ્મદ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ બાઇક પર આવેલા બે હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જો કોઈ પયગંબર મુહમ્મદની વિષે કશું પણ કરે તો ઇસ્લામવાદીઓ માટે તે “સર તન સે જુદા” કરવા સુધીની ઘટના બની જાય છે.

    ઇસ્લામવાદીઓ મોટા ટોળાના રૂપમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ પર કિશન વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કર્યું. જ્યારે કિશન પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ટોળાએ તેને માર માર્યો હતો. તેના પિતાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ તેને મારવા માટે ટોળામાં જોડાયા હતા. અને કિશનને માફી પણ માંગવામાં આવી હતી.

    કન્હૈયા લાલના કેસની જેમ જ કિશનની માફી પછી પણ મામલો શાંત થયો ન હતો. બાદમાં ઇસ્લામિક લોકોના દબાણ હેઠળ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. એ જ દિવસે કિશનની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. હિંદુ યુવક કિશન જેને બાળકીનો પિતા બનવાનો ગર્વ હતો, તેણે પોતાની બાળકીને જોવાનો મોકો પણ નહોતો મળ્યો.

    એક દિવસ પછી, તેના પિતાએ તેના માટે જામીનની વ્યવસ્થા કરી, અને કિશનને તેના કાકા સાથે થોડા દિવસો માટે રહેવા મોકલવામાં આવ્યો. પોતાના નાનકડી બાળકીને નહી જોવાની નિરાશામાં કિશન તેના કાકાના ઘરેથી તેના પિતરાઈ ભાઈ સાથે બાઇક પર બીજા કાકાના ઘરે ગયો. સાંજે 4 વાગ્યે, તે પાછો આવ્યો અને સાંજે 5:30 વાગ્યે, ઇસ્લામવાદીઓએ તેની હત્યા કરી.

    તપાસમાં એક મૌલવીની આગેવાની હેઠળ કથિત રૂપે નિંદા કરે છે તેની હત્યા કરવા માટેના કાવતરાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી, અને હાલ આખો મામલો ન્યાયાધીન છે.

    કિશન અને કન્હૈયાલાલની હત્યા વચ્ચે સમાનતા

    કિશન અને કન્હૈયા લાલ બંને કેસમાં મૃતકે સોશિયલ મીડિયા પોસ્ટ માટે માફી માંગી હતી. બંનેને જેલમાં ધકેલી દેવાયા અને બાદમાં જામીન મળી ગયા. કિશન અને કન્હૈયા લાલ બંનેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. માફી માંગ્યા પછી પણ તેમનું જીવન ક્યારેય સામાન્ય બન્યું નહીં. દિવસો સુધી તેઓએ મૃત્યુથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે, માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ માટે તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, કારણ કે કેટલાક લોકો તેને ‘નિંદા’ માનતા હતા.

    આવા દરેક કિસ્સામાં, પછી ભલે તે ભારતમાં અથવા અન્ય જગ્યાએ બન્યું હોય, એકવાર ઇસ્લામવાદીઓ દ્વારા કથિત નિંદા માટે કોઈને પણ નિશાન બનાવવામાં આવે, તો તેનું જીવન ક્યારેય ‘સામાન્ય’ બની શકતું નથી. તે કાં તો જીવનભર કોઈના ખભાના સહારે અથવા મૃત્યુ સાથે સમાપ્ત થાય છે. સ્વર્ગસ્થ કમલેશ તિવારીનો કેસ જુઓ, કથિત નિંદાના વર્ષો પછી ઇસ્લામવાદીઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી, જેના માટે તેણે નોંધપાત્ર સમય જેલમાં પણ વિતાવ્યો હતો.

    ફ્રાન્સમાં, ચાર્લી હેબ્દો દ્વારા કરવામાં આવેલી કથિત નિંદા મોતનું કારણ બની. ચાર્લી હેબ્દોની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો, અને ઘણા લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે, આ કેસના સંબંધમાં, એક શાળાના શિક્ષકને ચાર્લી હેબ્દો મેગેઝિન દ્વારા બનાવવામાં આવેલ ‘કાર્ટૂન’ બતાવવા બદલ એક ઇસ્લામવાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેણે તેના વર્ગખંડમાં વિવાદ સર્જ્યો હતો.

    પાકિસ્તાનમાં, મદરસા શિક્ષકો તેમની એક સહ્યોગીને મારી નાખે છે ‘કારણ કે પ્રોફેટએ તેમને સ્વપ્નમાં કહ્યું હતું કે તેણી નિંદા કરી રહી છે અને તેણીની હત્યાનો આદેશ આપ્યો છે’. આ એવી ઘટના નથી જે દાયકાઓ પહેલા બની હોય, પરંતુ આ વર્ષના માર્ચ મહિનામાં બનેલી તાજેતરની ઘટના છે.

    ઉદ્ધવ સરકાર રાજીનામાં પહેલા હિન્દુત્વના શરણે, હિન્દુત્વવાદી છાપ બચાવવા શહેરોના નામ બદલવાનો કીમિયો?

    ઉદ્ધવ સરકાર રાજીનામાં પહેલા હિન્દુત્વના શરણે આવતી દેખાઈ હતી, રાજકીય ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્ર સરકારની યોજાયેલી કેબીનેટ બેઠકમાં રાજ્યના કેટલાક શહેરોના નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઉદ્ધવ સરકાર પોતાની સત્તા બચાવવા મરણીયો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું, જેના માટે છેલ્લે છેલ્લે ઉદ્ધવ સરકારે હિંદુ કાર્ડ રમીને શહેરોના નામ બદલવાની તૈયારી કરી હતી, પોતાના રાજીનામાં પહેલા ઉદ્ધવ સરકાર હિન્દુત્વના શરણે આવ્યા હતા તેવી અટકળો પણ ચાલી રહી છે.

    ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાં આપતા પહેલા રાજ્યના શહેરોના નામ બદલવાનો મોટો નિર્ણય લીધો હતો. કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નવી મુંબઈ એરપોર્ટનું નામ પણ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ અંગેની સુનાવણી દરમિયાન ઉદ્ધવ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંતિમ સમયમાં ભૂતપૂર્વ ઉદ્ધવ સરકારના આ નિર્ણયને હિન્દુત્વના કાર્ડ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

    નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ થશે નામકરણ

    નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દિ.બા. પાટીલ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી પર સ્થાનિક લોકોને બોલાવીને તેમને મળ્યા બાદ આ નિર્ણય લીધો હતો. આ એરપોર્ટનું નામ બાળાસાહેબ ઠાકરેના નામ પર રાખવાનો પ્રસ્તાવ સરકારમાં વિચારણા હેઠળ હતો. એકનાથ શિંદેએ ગયા વર્ષે આ સંદર્ભે ઠરાવ કરતી વખતે સિડકોને સૂચનાઓ આપી હતી. જોકે, સ્થાનિક લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

    દિ.બા. પાટીલનો પરિચય

    દિનકર બાલુ પાટીલ એટલે કે દિ.બા. પાટીલનો જન્મ રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના જસાઈ ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા દિ.બા. પાટીલે વર્ષ 1951માં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તે પછી તેઓ રાજકારણમાં સક્રિય થયા. તેઓ ખેડૂત વર્કર્સ પાર્ટીના હતા. વર્ષ 1957 થી 1980 ની વચ્ચે, તેઓ પનવેલ વિધાનસભા ક્ષેત્રમાંથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1977 થી 1984 સુધી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1972 થી 1977 અને 1982-83 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા. 1975માં ઈમરજન્સી દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    અંતિમ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કરી અંતિમ આભારવિધિ

    મીડિયા રીપોર્ટ પ્રમાણે રાજીનામાં પહેલા ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ બેઠકમાં તમામનો આભાર માન્યો હતો. ઠાકરેએ કહ્યું કે, “તમે જે રીતે અઢી વર્ષ સુધી સાથ આપ્યો તેના માટે આભાર. જો કોઈ ભૂલ હોય તો હું માફી માંગુ છું.” ઉદ્ધવ ઠાકરેના આ આભાર વિધિનો અર્થ એવો પણ લેવામાં આવી રહ્યો છે કે તે સમજી ચુક્યા હતા કે હવે તેમની સરકાર પડી ભાંગવાની છે. અને અંતે રાજીનામાની ઘોષણા કરી હતી

    છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં રાજકીય વાવાઝોડાએ ઉદ્ધવ સરકારને બાનમાં લીધી હતી, શિવસેનાના કદાવર નેતા અને બાળાસાહેબ ઠાકરેના શિષ્ય એવા એકનાથ શિંદેએ સરકાર વિરુદ્ધ બંડ પોકાર્યું હતું. આ બળવાખોરીમાં શિવસેના અને અપક્ષ 40 ધારાસભ્યો જોડાયા હતા, ઉલ્લેખનીય છે કે કોર્ટની રાહત બાદ શીવસેના આદેશ વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં ગઈ હતી, અને રાજ્યપાલે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું.

    કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર લીક કર્યું હતું: કાશ્મીરી હિંદુઓ સાથે જે થયું હતું તેવુજ કઈક ઉદયપુરમાં પણ થયું

    કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર લીક કર્યું હતું, 28 જૂનના રોજ, કન્હૈયા લાલ નામના હિન્દુ દરજીની ભારતીય જનતા પાર્ટી (BJP) ના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં કરેલી પોસ્ટ બદલ મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ગોસ તરીકે ઓળખાતા બે કટ્ટર ઇસ્લામવાદીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ખુલાસો થયોછે કે કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર તેના પાડોશી નાઝિમ દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું જેણે કથિત પોસ્ટ માટે કન્હૈયા લાલ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

    15 જૂન, 2022 ના રોજ નાઝિમની પ્રારંભિક ફરિયાદના પાંચ દિવસ પછી કન્હૈયાલે કાનૂની કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કર્યો હતો અને રક્ષણની માંગ કરી હતી. પોલીસને આપેલી અરજીમાં તેણે જણાવ્યું હતું કે ફરિયાદના થોડા દિવસો પહેલા તેના પુત્રએ તેના મોબાઈલ ફોન પર ગેમ રમતી વખતે આકસ્મિક રીતે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. ત્યાર બાદ કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર લીક કર્યું હતું.

    પોસ્ટ કર્યાના બે દિવસ પછી, બે શખ્સો તેમની દુકાન પર આવ્યા અને તેમનો ફોન જોવાની માંગણી કરી હતી, જેના જવાબમાં કન્હૈયા લાલે કહ્યું હતું કે તેને ફોન વાપરતા નથી આવડતું, અને તેનો પુત્ર ફોનનો ઉપયોગ ગેમ રમવા માટે કરે છે. ધમકાવવા આવેલા લોકોએ પોસ્ટ ડીલીટ કરીને ફરી ધ્યાન રાખવાની ચેતવણી આપી હતી.

    ક્ન્હૈયાલાલે દાખલ કરેલ ફરિયાદની કોપી (સાભાર Opindia English)

    11 જૂન, 2022 ના રોજ, તેમને ધનમંડી પોલીસ સ્ટેશનમાંથી તેમની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ વિશે ફોન આવ્યો. તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો, અને ત્યાં પહોંચીને તેણે જોયું કે તેની વિરુદ્ધ તેના પાડોશી નાઝીમે ફરિયાદ નોંધાવી હતી. તેણે કન્હૈયાલાલને કહ્યું કે તેણે ફરિયાદ તેના સમુદાયના દબાણ હેઠળ દાખલ કરી છે. નાઝિમે એવો પણ દાવો કર્યો હતો કે તે જાણતો હતો કે કન્હૈયાલાલને ફોન કેવી રીતે ઓપરેટ કરવો તે ખબર નથી અને તે પોસ્ટ શેર ન કરી શકે.

    ક્ન્હૈયાલાલે દાખલ કરેલ ફરિયાદની કોપી (સાભાર Opindia English)

    બાદમાં લાલને ખબર પડી કે નાઝીમ અને તેના સમુદાયના અન્ય પાંચ લોકો તેની દુકાનની રેકી કરી રહ્યા છે. અને તેઓએ તેને દુકાન ખોલવા દીધી ન હતી. કન્હૈયાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે પાંચથી સાત લોકો તેની દુકાન પર રેકી કરતા હતા અને જો તે દુકાન ખોલશે તો તેણે મારી નાંખવામાં આવશે.

    કન્હૈયા લાલે તેની ફરિયાદમાં વધુમાં આક્ષેપ કર્યો હતો કે નાઝીમ અને અન્ય લોકોએ તેમના સમુદાયના જૂથોમાં તેમના ફોટોગ્રાફ અને સરનામા સહિતની માહિતી લીક કરી હતી. તેઓએ કથિત રૂપે સમુદાયના સભ્યોને ઉશ્કેર્યા હતા કે જો તેઓ કન્હૈયાલાલને ક્યાંય જોવે અથવા જો તે દુકાન ખોલે તો તેને મારી નાખવો. ક્ન્હૈયાએ કહ્યું હતું કે, “તેઓ મારા પર મારી દુકાન ન ખોલવા માટે દબાણ કરી રહ્યા છે. જો હું મારી દુકાન ખોલીશ તો તેઓ મને મારી નાખશે”. તેણે પોલીસને તેની દુકાન ખોલવામાં મદદ કરવા અને સુરક્ષા આપવા વિનંતી પણ કરી હતી.

    કન્હૈયાની અરજીપર પોલીસના આંખ આડા કાન

    અહેવાલો સૂચવેછે કે પોલીસે કન્હૈયાલાલની અરજી પર સુરક્ષા આપી ન હતી. એએસઆઈ ભંવરલાલે તેમને ધમકાવનારાઓને બોલાવ્યા અને કન્હૈયા લાલ અને અન્ય લોકો વચ્ચે ‘સમાધાન’ કરાવ્યું. તેણે લાલને કહ્યું કે કંઈ થશે નહીં કારણ કે લાલ અને બીજા પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે. તેણે કન્હૈયાલાલને કહ્યું કે તમે ધ્યાન રાખજો અને જો કંઈ પણ શંકાસ્પદ હોય તો પોલીસને જાણ કરજો.

    કન્હૈયાલાલે પોલીસને એક પત્ર પણ સુપરત કર્યો હતો કે સમાધાન થયું હોવાથી તે પાંચેય સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવા માંગતા નથી. હવે કન્હૈયા લાલની હત્યા થયા પછી, એએસઆઈ ભંવરલાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને એડીજી કાયદો અને વ્યવસ્થા હવાસિંગ ઘુમરિયાએ જણાવ્યું હતું કે તેઓ સમાધાનના કરાર પર હસ્તાક્ષર કરનાર પાંચની પૂછપરછ કરશે કે સમાધાન છતાં ઘટના કેવી રીતે બની.

    કન્હૈયાલાલ દ્વારા કાર્યવાહી ન કરવા માટે આપેલ પત્ર (સાભાર Opindia English)

    રાજસ્થાન પોલીસ અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પર સવાલ

    આ મામલે રાજસ્થાન પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે. ટીવી9 નેટવર્કના એક્ઝિક્યુટિવ એડિટર આદિત્ય રાજ ​​કૌલે રાજસ્થાન પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે કન્હૈયા લાલને સુરક્ષા કેમ આપવામાં આવી નહોતી. વધુમાં, કન્હૈયાલાલને ધમકી આપનારા 5-7 ઈસ્લામીઓની પોલીસે ધરપકડ કેમ ન કરી. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે રાજસ્થાન સરકાર સમયસર કાર્યવાહી ન કરનાર પોલીસની જવાબદારી નક્કી કરવામાં કેમ નિષ્ફળ રહી. તેમણે પ્રશ્ન કર્યો કે શું ગુનેગારોને બચાવવા માટે રાજકીય દબાણ હતું.

    કાશ્મીરી હિંદુઓને પણ તેમના જ પડોશીઓ દ્વારા દગો આપવામાં આવ્યો હતો

    જે રીતે કન્હૈયા લાલનું લોકેશન લીક કરવામાં આવ્યું હતું, અને જે રીતે તેને ધમકી આપવામાં આવી હતી અને જે રીતે તેની હત્યા કરવામાં આવી, તે હિજરત દરમિયાન કાશ્મીરી હિંદુઓ સાથે જે બન્યું હતું તેના જેવું જ છે. આ ઘટના 1990 ની ઘાતકી હત્યા જેવી જ છે જ્યારે આતંકવાદીઓ એન્જિનિયર બી.કે ગંજૂને શોધતા આવ્યા હતા, તેઓ ચોખાના પીપમાં છુપાયેલા હતા. જો તેમના પોતાના પાડોશીઓ દ્વારા આતંકવાદીઓને તેનું સ્થાન જાહેર ન કર્યું હોત, તો તે આજે જીવતા હોત. તેમને આતંકવાદીઓએ ઠાર માર્યા હતા, ચોખાના બેરલ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પીપમાંથી લોહી વહ્યું હતું. લોહીમાં લથપથ ચોખા પછી ગંજુની પત્નીને બળપૂર્વક ખવડાવવામાં આવ્યા હતા. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં પણ આ ઘટનાને દર્શાવવામાં આવી હતી.

    અન્ય પીડિત ગિરિજા ટિકૂને પણ તેના સાથીદારોએ તેના પગારનો ચેક વસૂલવા માટે બોલાવ્યા હતા. અહેવાલો મુજબ, તેણીની હિલચાલની જાણ સ્થાનિક ઇસ્લામવાદીઓને કરવામાં આવી હતી અને ટિકૂનું એક સાથીદારના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું, બાદમાં લાકડા કાપવાની કરવતથી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી,

    કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં દિલ્હીમાં હિંદુઓનું પ્રદર્શન, કહ્યું- ‘આસમાની કિતાબ પર પ્રતિબંધ મૂકો, નૂપુર શર્માએ કંઈ ખોટું કહ્યું ન હતું’; ગેહલોત સરકારને પણ ઘેરી

    રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ‘બજરંગ દળ’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ (VHP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર આજે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ તેમને DTC બસોમાં લઈ ગઈ હતી. અન્ય પણ ઘણી જગ્યાએ હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. પૃથ્વીરાજ રોડ પર સ્થિત રાજસ્થાન હાઉસની સામે પણ હિંદુ કાર્યકર્તાઓનું એકઠું થયું હતું.

    આ દરમિયાન એક પ્રદર્શનકારીએ કહ્યું, “તેઓ બહાર આવીને એ જ કરે છે જે તેમની કિતાબમાં લખ્યું છે. નૂપુર શર્માએ કંઈ કહ્યું પણ હતું તો એ જ કહ્યું જે તેમનાં પુસ્તકમાં લખવામાં આવ્યું છે. તેમાં તેમણે શું ખોટું કહ્યું? આ માણસનો શું વાંક છે? તેણે તો માત્ર સમર્થનમાં ડીપી મૂકી હતી. તેમણે એક અઠવાડિયા પહેલાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અશોક ગેહલોતની સરકાર બેસી રહી. આ બધું મદરેસામાં ભણાવવામાં આવે છે. હિન્દુઓને કાશ્મીરમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા.”

    વિરોધ કરી રહેલી એક મહિલાએ કહ્યું કે તમામ પુરાવા સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે, તેને ફાંસી આપવામાં આવવી જોઈએ. મહિલાઓએ કહ્યું કે નુપુર શર્મા અમારી બહેન છે, અમે બધા તેમની ડીપી મુકીશું. મહિલાઓએ નુપુર શર્માના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું, અને કહ્યું કે તેમને હિંદુઓને મારવાનું શીખવવામાં આવે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાનને વીડિયો બનાવીને ધમકી આપવામાં આવી છે, જો તેમને સહેજ પણ નુકસાન થશે તો ગજબ થઇ જશે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ‘હિન્દુસ્તાન તાલિબાન નહીં બને’ જેવા પોસ્ટર પણ દર્શાવ્યા હતા.

    અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આખો મામલો સ્પષ્ટ થવો જોઈએ અને જેઓ પણ ષડ્યંત્રમાં સામેલ હોય એ તમામને પકડવામાં આવવા જોઈએ, લોકોએ કહ્યું કે, નરેન્દ્ર મોદીને ધમકી આપવામાં આવે તે સહન કરવામાં નહીં આવે. લોકોએ એવી પણ માંગ કરી કે હત્યારાઓને તેમને હવાલે કરી દેવામાં આવે. તેમણે કહ્યું, “આ દેશમાં આસમાની કિતાબ પર પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ.” સાથે જ તેમણે હિંદુઓમાં ભાગલા પાડવાના આરોપ મૂકતા કહ્યું કે, ‘એવૉર્ડ વાપસી ગેંગ’ શા માટે ચૂપ છે?

    કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં આયોજિત પ્રદર્શન દરમિયાન હિંદુ સંગઠનના અન્ય એક પદાધિકારીએ કહ્યું કે, સરહદ પાર કરનારાઓને જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બજરંગ દળ તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે અને અમે એક હિંદુ પીડિત સાથે ઉભા છીએ. તેમણે તંત્ર પર પણ એફઆઈઆર કરવાની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે હિંદુઓના ટાર્ગેટ કિલિંગ અને અનેક વખત ફરિયાદો આપવામાં આવ્યા છતાં તેઓ ચૂપ રહ્યા હતા. આ દરમિયાન સતત ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગતા રહ્યા હતા.

    મદ્રેસાઓમાં ઇશનિંદા પર સર કલમ કરવાનું શીખવવામાં આવે છે : આરિફ મોહમ્મદ ખાન

    આ ઉપરાંત, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પણ કન્હૈયાલાલની હત્યા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સવાલ એ છે કે શું આ બાળકોને ઇશનિંદા કરનારાનું સર કલમ કરવા માટે ભણાવવામાં આવે છે? મુસ્લિમ કાયદાઓ કુરાનમાંથી નથી આવ્યા એ કોઈ માણસે લખ્યા છે જેમાં સર કલમ કરવાનો કાનૂન છે અને આ કાનૂન બાળકોને મદ્રેસામાં ભણાવવામાં આવે છે.

    તેમણે કહ્યું કે, લક્ષણ દેખાવા પર આપણે ગભરાઈ જઈએ છીએ પરંતુ બીમારીને નજરઅંદાજ કરી દઈએ છીએ. મદ્રેસામાં બાળકોને ભણાવવામાં આવે છે કે ઇશનિંદાની સજા શિરચ્છેદ છે. તેને અલ્લાહના કાનૂન તરીકે ભણાવવામાં આવે છે. ત્યાં જે ભણાવવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ.

    મમતા બેનર્જીએ અગ્નિવીરોને ‘ભાજપના લોકો’ ગણાવ્યા, કહ્યું- હું તેમને નોકરી શા માટે આપું?

    પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અગ્નિવીરોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યા છે. સાથે જ તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. તેમણે કેન્દ્ર તરફથી મળેલા પત્રને લઈને આ પ્રતિક્રિયા આપી હતી. 

    મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “મને એક પત્ર (કેન્દ્ર તરફથી) મળ્યો છે જેમાં તેમણે રાજ્ય સરકારને 4 વર્ષ પછી અગ્નિવીરોને નોકરી આપવાની અપીલ કરી છે. તેઓ ઈચ્છે છે કે હું ભાજપના કાર્યકરોને નોકરી આપું… આપણે આવું શા માટે કરીએ?… રાજ્યના યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.”

    આ પહેલાં પણ મમતા બેનર્જીએ અગ્નિપથ યોજનાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. કેન્દ્રના પત્ર અંગે તેમણે કહ્યું હતું કે, ‘આર્મ્ડ ફોર્સના એક કર્નલે તાજેતરમાં એક વિનંતી સાથે એક પત્ર મોકલ્યો હતો. પણ આપણે ભાજપની ડસ્ટબીન કેમ સાફ કરીએ? જ્યારે કેન્દ્ર ચાર વર્ષ પછી તેમને મુક્ત કરશે, ત્યારે રાજ્યએ તેમને સંપૂર્ણ કાર્યકાળની નોકરી આપવાની જવાબદારી શા માટે લેવી જોઈએ? તેઓ 60 વર્ષ પૂરા કરે ત્યાં સુધી તેમને સૈનિક તરીકે પૂર્ણ કાર્યકાળ આપવાની જવાબદારી કેન્દ્ર શા માટે નથી લેતું?”

    મમતા બેનર્જીએ અગ્નિપથ યોજનાને મત મેળવવા અને કેડર બનાવવા માટે ભાજપની ‘લોલીપોપ’ ગણાવી હતી. વિધાનસભામાં તેમના સંબોધનમાં મમતાએ કહ્યું, “અગ્નિપથ વાસ્તવમાં ભાજપ કેડર ગઠન પ્રોજેક્ટ છે. કેન્દ્ર યુવાનોને કાયમી નોકરી આપે એ અલગ વાત છે, પરંતુ અગ્નિપથ વાસ્તવમાં ચાર વર્ષની લોલીપોપ છે. ચાર વર્ષ પછી તેમને બંદૂકનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે અને તે પછી તેઓ શું કરશે? જો એમ હોય તો ભાજપ યુવાનોને છેતરે છે!’

    મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “અગ્નવીર’ નામ એવા લોકોને આપવામાં આવી રહ્યું છે જેમને યોજના હેઠળ ભરતી કરવામાં આવશે અને તેઓ ભાજપ માટે મત લૂંટશે”. 

    મમતા બેનર્જીએ અગ્નિવીરોની સેવાનિવૃત્તિની ઉંમર 4 વર્ષથી વધારીને 65 વર્ષ કેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલાં ઉજાલા લાવવામાં આવ્યું હતું અને હવે અગ્નિવીરોનો લૉલીપૉપ દેખાડવામાં આવી રહ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં લોકસભામાં વિપક્ષ નેતા અને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી સમક્ષ બંગાળ વિધાનસભા સભામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની માંગ કરી હતી. તદુપરાંત તેમણે પશ્ચિમ બંગાળના સિવિલ વોલેન્ટિયર્સની સરખામણી અગ્નિવીરો સાથે કરી હતી. 

    અગ્નિપથ યોજના કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, 17.5 થી 21 વર્ષ સુધીના યુવાનોને સેનામાં ચાર વર્ષ સેવા આપવાની તક મળશે. જોકે, આ વર્ષ માટે સરકારે મહત્તમ વયમર્યાદા 23 વર્ષ સુધીની કરી છે. સેવા દરમિયાન તેમને આકર્ષક પેકેજ પણ મળશે. ચાર વર્ષ બાદ અગ્નિવીરો સ્વેચ્છાએ અરજી કરી શકશે, જે બાદ બેચમાંથી 25 ટકા અગ્નિવીરોને સેનાની મુખ્ય કેડરમાં સામેલ કરવામાં આવશે. 

    અગ્નિપથ યોજના માટે સરકારે એક વિશેષ ડિગ્રી કોર્સને પણ માન્યતા આપી હતી. આ ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓએ પણ યોજનાને સમર્થન આપીને તેમને પોતાની કંપનીઓમાં રોજગાર આપવા માટેની વાતો કહી હતી. જોકે, રાજકારણનો એક વર્ગ પોતાના ફાયદા માટે યોજનાનો વિરોધ કરી રહ્યો છે અને યુવાનોને પણ ગેરમાર્ગે દોરી રહ્યો છે.

    નૂપુર શર્માનો અધૂરો વિડીયો વાયરલ કરી દેશમાં અરાજકતા ફેલાવનાર મોહમ્મદ ઝુબૈરનું લેપટોપ જપ્ત કરવા દિલ્લી પોલીસના ચક્રો ગતિમાન

    નૂપુર શર્માનો એક અધુરો વિડીયો વાયરલ કરીને આખા દેશમાં અરાજકતાનો માહોલ ઊભો કરનાર અલ્ટ ન્યુજનો સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરની થોડા દિવસ પુર્વે દિલ્લી પોલીસે ગિરફતારી કરી હતી. જો કે ગિરફતારી બાબતે તેના પર આરોપ છે કે “ઝુબૈર ચોક્કસ ધર્મ પર ટિપ્પણી કરીને લોકોને ઉશ્કેરી રહ્યો હતો.” ઝુબૈરની હિદૂ ધર્મ પર પર કરેલી અસંખ્ય ટીપ્પણીઓના સ્ક્રીન શોટ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા. જો કે તેના બાદ ઝુબૈરે તેની સોશિયલ મિડીયા પ્રોફાઈલ ડિલીટ કરી હતી. લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે જો કંઈ ખોટુ નહોતુ તો ફેસબૂક પ્રોફાઈલ ડિલીટ કેમ કરી. હવે દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ ઝુબૈરનું લેપટોપ શોધવાની કામગીરી કરી રહી છે.

    ગિરફતારી બાદ પોલીસનો આરોપ છે કે તે તપાસમાં સહયોગ કરી રહ્યો નથી. લેપટોપ શોધ્યા બાદ તેને સીએફએસએલમાં ફોરેંસિક તપાસ માટે આપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ એટલા માટે ઝુબૈરનું લેપટોપ શોધવા માંગે છે જેથી ₹50 લાખના કથિત ટ્રાન્ઝેક્શન અને અન્ય કેટલીક માહિતી મળી શકે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝુબેર તપાસમાં સહયોગ કરી રહ્યો નથી સવાલોના ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે, તેથી પોલીસ તેના ફોન અને લેપટોપ જેવા ગેજેટ્સમાંથી પુરાવા એકત્રિત કરવા માંગે છે. જુબૈરે પોતાનો ફોન પણ ફોર્મેટેડ કરી નાંખ્યો છે. તેથી પોલીસ લેપટોપ શોધવા માંગે છે. ઝુબૈર અને તેના વકીલને ડર છે કે લેપટોપ માંથી માહિતી એકત્ર કર્યા પછી કદાચ કેટલાક વધુ કેસ ખોલવામાં આવે. આ જ કારણ છે કે વકીલે આ પગલાનો વિરોધ કર્યો હતો. પોલીસનો દાવો છે કે ઝુબૈરે મોબાઈલ અને લેપટોપમાંથી ડેટા ડિલીટ કરી નાખ્યો છે, જો ઉપકરણ જપ્ત કરવામાં આવે તો તેને ફોરેન્સિક અને અન્ય તપાસ માટે મોકલી શકાય છે.

    ન્યાયાધીશે ત્રણ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, “આરોપી મોહમ્મદ ઝુબૈર દ્વારા કથિત ટ્વીટ પોસ્ટ કરવા માટે જે મોબાઈલ ફોન અથવા લેપટોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તેના બેંગલુરુના નિવાસસ્થાનેથી રિકવર કરવામાં આવશે” નોંધનીય છે કે આરોપીને ચાર દિવસની પોલીસ કસ્ટડીની છૂટ છે કારણ કે આરોપીને બેંગલુરુ લઈ જવાનો છે.પોલીસની એક ટીમ આજે ઝુબેર સાથે બેંગલુરુ જવા રવાના થશે. ઝુબેરને હવે 2 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    આસામના પૂર પીડિતોની વ્હારે શિંદે જુથ, મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયાની જાહેરાત કરી

    આસામના પૂર પીડિતોની વ્હારે શિંદે જુથ આવ્યું છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે જૂથ દ્વારા આસામ પૂર પીડિતો માટે રૂ. 51 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ આસામના મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવશે. મહારાષ્ટ્ર શિવસેનાના બંડ પોકારનાર નેતા એકનાથ શિંદેએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે શિવસેનાના ધારાસભ્ય અને સાથી ધારાસભ્યોએ આસામ પુરની સ્થિતિમાં સહાય આપવાનો નિર્ણય લીધો છે.

    આસામમાં સતત ભારે વરસાદને કારણે પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. રાજ્યમાં પૂરના કારણે 21 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 134 થઈ ગયો છે. દરમિયાન, વિનાશક પૂરને ધ્યાનમાં રાખીને, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંગળવારે બજલી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને કાલડિયા નદીના પૂરને કારણે થયેલા નુકસાનને સમજવા માટે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ભબાનીપુર, બજલીના ચારાલપરા નયાપરાના પૂર પ્રભાવિત વિસ્તારોની પણ સમીક્ષા કરી હતી.

    મીડિયા અહેવાલ મુજબ રાજ્યની મોટાભાગની નદીઓમાં મંગળવારે પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું હતું. જોરહાટ, નૌગાંવ જિલ્લાઓ અને બરાક ખીણમાં, માત્ર બ્રહ્મપુત્રા, કોપિલી અને બરાક નદીઓમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આસામમાં પૂરની ગંભીર સ્થિતિ જોઈને ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.

    તે દરમિયાનજ બુધવારે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું હતું કે શિવસેનાના ધારાસભ્યો અને સહયોગીઓએ પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. એકનાથ શિંદે જૂથ આસામના ગુવાહાટીમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલ રેડિસન બ્લૂમાં ઘણા દિવસોથી રોકાઈ રહ્યો હતો.

    ઉપરાંત એકનાથ શિંદે પોતાની ટીમના 4 ધારાસભ્યો સાથે પવિત્ર યાત્રાધામ માં કામાખ્યાદેવી પહોંચીને દર્શન કર્યા હતા, દર્શન નું કોઈ ખાસ પ્રયોજન પૂછવામાં આવતા શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની એકતા, અખંડીતતા અને શાંતિ માટે તેઓ દર્શન કરવા આવ્યાં હતા. એકનાથ શિંદે સાથે આ ટીમ આજે આસામથી ગોવા જવા રવાના થશે.

    આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ યોજાશે

    મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વિધાનસભા સચિવને પત્ર લખીને આવતીકાલે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ક્રમમાં એકનાથ શિંદે જૂથના નેતાઓ આજે પહેલા ગોવા અને પછી આવતીકાલે મુંબઈ પહોંચવાના છે.